Home> LifeStyle
Advertisement
Prev
Next

Pillow Cover: સ્કિન અને વાળને નુકસાન કરી શકે છે ઓશિકાનું કવર, જાણો ઓશિકાનું કવર કેવા ફેબ્રિકનું હોવું જોઈએ ?

Pillow Cover: દરેક મહિલા પોતાની સ્કિન અને વાળનું સૌથી વધારે ધ્યાન રાખે છે. તેમ છતાં ઘણીવાર નાની ભુલ પણ વાળ અને સ્કિનને ડેમેજ કરી નાખે છે. આવી ભુલમાંથી એક ઓશિકાનું કવર પણ છે. આજે તમને જણાવીએ કે કેવી રીતે ઓશિકાના કવરના ફેબ્રિક વાળ અને ત્વચાને નુકસાન કરી શકે છે.
 

Pillow Cover: સ્કિન અને વાળને નુકસાન કરી શકે છે ઓશિકાનું કવર, જાણો ઓશિકાનું કવર કેવા ફેબ્રિકનું હોવું જોઈએ ?

Pillow Cover:  જે રીતે લોકો સુતી વખતે અલગ અલગ પ્રકારના ઓશિકાનો ઉપયોગ કરે છે તે રીતે ઓશિકાના કવર પણ અલગ અલગ હોય છે. ઘણા લોકો એવું માને છે કે ઓશિકું ફક્ત શરીરની સમસ્યા માટે જવાબદાર હોય છે પરંતુ એવું નથી. ઓશિકાની સાથે ઓશિકાનું કવર કેવું છે તે સમજવું જરૂરી છે. 

fallbacks

આ પણ વાંચો: Hair Care: ચોટી થઈ ગઈ છે એકદમ પાતળી? તો નાળિયેર તેલમાં આ 3 વસ્તુ મિક્સ કરી લગાડો

ખાસ કરીને જે મહિલાઓને સ્કિન અને વાળ સંબંધિત સમસ્યા રહેતી હોય તેમણે તેમના ઓશિકાના કવર પર પણ ધ્યાન આપવું જોઈએ. ઘણીવાર ઓશિકાના કવર વાળ અને ત્વચાની સમસ્યાનું કારણ હોય છે. આજે તમને જણાવીએ વાળ અને ત્વચાને નુકસાન ન થાય તે માટે કેવા ફેબ્રિક યુઝ કરવા જોઈએ.

આ પણ વાંચો: ચોમાસામાં સ્કિન કેર માટે બેસ્ટ છે મુલેઠી, ટેનિંગથી લઈ ખીલ સુધીની દરેક સમસ્યાનો સફાયો

કોટન ફેબ્રિક

મોટાભાગના ઘરોમાં કોટનની બેડશીટ અને પિલો કવર યુઝ કરવામાં આવે છે. તેમને લાગે છે કે આ ફેબ્રિક સૌથી વધારે સેફ અને આરામદાયક હોય છે. આ વાત મહદઅંશે સાચી પણ છે. ઉનાળાની ઋતુમાં સુવા માટે કોટન ફેબ્રિક બેસ્ટ છે. પરંતુ જરૂરી નથી કે કોટનની બેડશીટની જેમ કોટનના પિલો કવર પણ સારા સાબિત થાય. 

આ પણ વાંચો: 10 રુપિયાના ખર્ચે ઘરે થઈ જશે કોરિયન ફેશિયલ, રાતોરાત ચહેરા પર દેખાવા લાગશે ગ્લો

કોટનના પિલો કવર સ્કિન રેશ, રેડનેસ અને સ્કિન એલર્જીનું કારણ બની શકે છે. કોટન ફેબ્રિક પર સુવાથી વાળ ફ્રિઝી, સ્પિટ એન્ડ, ખોડો થવા જેવી સમસ્યા પણ થઈ શકે છે. કોટનના ફેબ્રિકના કરાણે બીચ ફ્રિકશન થઈ શકે છે જેના કારણે વાળ ડેમેજ થઈ શકે છે. 

આ પણ વાંચો: મોંઘી ક્રીમ કે બ્લીચની જરૂર નહીં પડે, આ વસ્તુ લગાડવાથી 3 દિવસમાં સાફ થવા લાગશે કોણી

ઓશિકા માટે બેસ્ટ ફેબ્રિક

પિલો કવર માટે બેસ્ટ ફેબ્રિક સાટીન અને સિલ્ક સાબિત થાય છે. સિલ્કના કપડામાંથી બનેલા પિલો કવર સોફ્ટ હોય છે. તેનાથી વાળને ઘર્ષણ થતું નથી અને વાળ ડેમેજ થતા નથી. સિલ્ક ફેબ્રિક પર સુવાથી સ્કિન ઈરિટેશની સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે. જો કે સિલ્કનું ફેબ્રિક મોંઘુ આવતું હોય છે. 

આ પણ વાંચો: સાથળ પર જામેલી ચરબી ઓછી થતા વાર નહીં લાગે, રોજ 30 મિનિટનો સમય કાઢી કરો આ 4 સરળ કસરતો

જો તમે ઓછા બજેટમાં પિલો કવર બનાવવા માંગો છો તો સાટીન ફેબ્રિક યુઝ કરી શકો છો. સાટીનનું ફેબ્રિક સોફ્ટ હોય છે અને સ્કિન અને વાળને ડેમેજ થતા બચાવે છે. સાટીનનું ફેબ્રિક સ્કિન પ્રોબ્લેમથી છુટકારો અપાવે છે. જો કે સિલ્ક હોય કે સાટીન કોઈપણ ફેબ્રિક યુઝ કરો સપ્તાહમાં 2 વાર પિલો કવર ચેન્જ કરી લેવા જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More