Home> LifeStyle
Advertisement
Prev
Next

Raw Mango Chutney: આ રીતે બનાવો કાચી કેરીની ચટપટી લૌંજી, થેપલા-પરોઠા સાથે ખાવાની મજા પડી જશે, શાક બનાવવું નહીં પડે

Aam Ki Launji: માર્કેટમાં કાચી કેરી મળવા લાગી છે. ગરમીના દિવસોમાં કેરી ખાવી સ્વાસ્થ્ય માટે લાભકારી છે. કાચી કેરીમાંથી ખાટી-મીઠી લૌંજી બનાવી શકાય છે. કેરીની આ રીતે બનાવેલી ચટણી થેપલા-પરોઠા સાથે બનાવશો તો શાક બનાવવાની જરૂર નહીં પડે.
 

Raw Mango Chutney: આ રીતે બનાવો કાચી કેરીની ચટપટી લૌંજી, થેપલા-પરોઠા સાથે ખાવાની મજા પડી જશે, શાક બનાવવું નહીં પડે

Aam Ki Launji: ગરમીની શરુઆત થતાં જ માર્કેટમાં કેરી પણ દેખાવા લાગી છે. કાચી કેરી સ્વાદિષ્ટ હોવાની સાથે શરીર માટે લાભકારી પણ હોય છે. વિટામિન સીથી ભરપુર કાચી કેરીને આ સીઝનમાં અલગ અલગ રીતે ખાવામાં આવે છે. કાચી કેરી અથાણા ઉપરાંત શરબત, મુરબ્બો, છુંદો, સલાડ બનાવામાં પણ ઉપયોગી છે. કાચી કેરી ભોજનનો સ્વાદ વધારે છે. 

fallbacks

આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં બનાવો વર્મિસેલી ઈડલી, નાના-મોટા સૌ કોઈની દાઢે વળગશે આ ઈડલીનો સ્વાદ

કાચી કેરીમાંથી બનતી અલગ અલગ વસ્તુઓમાંથી એક કેરીની લૌંજી પણ છે. કેરીની લૌંજી ફટાફટ બની જાય છે અને તેને ખટ્ટમીઠો સ્વાદ મોંમાં પાણી લાવી દે તેવો હોય છે. આ લોંજી તમે થેપલા કે પરોઠા સાથે બનાવશો તો તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે. તો ફટાફટ જાણી લો કેરીની લોંજી બનાવવાની રીત

કેરીની લૌંજી બનાવવા માટેની સામગ્રી

આ પણ વાંચો: રાત્રે ચણા પલાળવાનું ભુલી જાવ તો ટ્રાય કરો આ ટ્રીક, 1 જ કલાકમાં પલળી જશે કાબુલી ચણા

કાચી કેરી - 2
ગોળ - અડધો કપ 
જીરું - 1 ચમચી
સંચળ - અડધી ચમચી
મીઠું - સ્વાદ અનુસાર
લાલ મરચું પાવડર - 1 ચમચી
હળદર - અડધી ચમચી
ગરમ મસાલો
પાણી - 1 કપ
તેલ - વધાર માટે
રાઈ, જીરું, વરિયાળી, આખા ધાણા

આ પણ વાંચો: આ 2 વસ્તુ ઉમેરી લોટ બાંધજો, રુ જેવી પોચી રોટલી બનશે, ખાવા માટે શાકની જરૂર નહીં પડે

કેરીની લૌંજી બનાવવાની રીત

સૌથી પહેલા કેરીની છાલ ઉતારી તેને ખમણી લો અથવા ઝીણા ટુકડામાં સમારી લો. હવે એક પેનમાં કેરી લઈ તેમાં પાણી ઉમેરી તેને પકાવો, જ્યાં સુધી કેરી સોફ્ટ ન થઈ જાય. ત્યારબાદ કેરીને કાઢી સાઈડ પર રાખો. અન્ય એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, વરિયાળી અને આખા ધાણાનો વઘાર કરો. તેમાં બાફેલી કેરી અને હળદર તેમજ મરચું પાવડર ઉમેરો, ત્યારબાદ તેમાં ગોળ, સ્વાદ અનુસાર મીઠું અને સંચળ અને પાણી ઉમેરી બરાબર કુક કરો. ગોળની ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરી સર્વ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More