Home> LifeStyle
Advertisement
Prev
Next

Sagwan farming: આ વૃક્ષને લગાવ્યા બાદ ભૂલી જાઓ, 12 વર્ષ પછી થશે પૈસાનો વરસાદ!

અમુક વૃક્ષ અને છોડ એવા છે જેની ખેતી કરીને ખેડૂત આર્થિક રીતે મજબૂત બની શકે છે. આવું જ એક વૃક્ષ છે સાગવાન. બજારમાં સાગવાનના લાકડાની મોટી ડિમાન્ડ છે. આ જ કારણ છે કે ખેડૂતોને તેનાથી સારી કિંમત મળી શકે છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે જો ખેડૂત આ વૃક્ષને પોતાના ખેતરમાં લગાવે છે તો કેટલાંક વર્ષોમાં તેમને કરોડો રૂપિયાનો ફાયદો થઈ શકે છે.

Sagwan farming: આ વૃક્ષને લગાવ્યા બાદ ભૂલી જાઓ, 12 વર્ષ પછી થશે પૈસાનો વરસાદ!

ભારતમાં અત્યારે ખેડૂતોની સ્થિતિ સારી નથી. તેનું કારણ છે ખેત ઉત્પાદનમાં ખર્ચની સામે મળતાં ઓછા વળતરની સ્થિતિ. જેના કારણે મોટાભાગના ખેડૂતો સતત થઈ રહેલા નુકસાનના કારણે દેવાની નીચે ડૂબેલા છે. વાર્ષિક આવક ઓછી હોવાના કારણે ખેડૂત પોતાનો જીવન નિર્વાહ પણ સારી રીતે કરી શકતા નથી. જોકે સરકાર દ્વારા તમામ યોજનાઓના માધ્યમથી ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરી રહી છે.

fallbacks

ખેડૂતો બની શકે છે કરોડપતિ:
અનેક વૃક્ષ અને છોડ એવા છે જેની ખેતી કરીને ખેડૂત આર્થિક રીતે મજબૂત બની શકે છે. આવું જ એક વૃક્ષ છે સાગવાન. બજારમાં સાગવાનના લાકડાની મોટી ડિમાન્ડ છે. આ જ કારણ છે કે ખેડૂતોને તેનાથી સારી કિંમત મળી શકે છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે જો ખેડૂત આ વૃક્ષને પોતાના ખેતરમાં લગાવે છે તો કેટલાંક વર્ષોમાં તેમને કરોડો રૂપિયાનો ફાયદો થઈ શકે છે. સાગવાનના વૃક્ષનું લાકડું અત્યંત મજબૂત હોય છે. તેનાથી બનનારું ફર્નિચર વર્ષોવર્ષ ચાલે છે. તેના લાકડાને ઉધઈ પણ ખાવાનું પસંદ કરતી નથી. જેનાથી મકાનોની બારીઓ, જહાજ, હોડીઓ, દરવાજા વગેરેમાં સાગવાનના લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે.

વર્ષમાં ગમે ત્યારે ઉગાડી શકાય:
સાગવાનની ખેતી તમે આખા ભારતમાં ગમે ત્યાં કરી શકો છો. તેને ઉગાડવાનો સૌથી શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનો હોય છે. જોકે તેને વર્ષમાં ગમે ત્યારે ઉગાડી શકાય છે. વિશેષજ્ઞના જણાવ્યા પ્રમાણે સાગવાનના છોડને લગાડવા માટે માટીની પીએચ વેલ્યૂ 6.50થી લઈને 7.50ની વચ્ચે સારી માનવામાં આવે છે. જો તમે આ માટીમાં સાગવાનની ખેતી કરશો તો તમારું વૃક્ષ સારું અને ઝડપથી મોટું થશે. જો તમે સાગવાનની ખેતીથી તરત લખપતિ અને કરોડપતિ બનવાની આશા રાખો છો તો તમે બિલકુલ આવું ન કરશો. સાગવાનથી ફાયદો કમાવવાની પ્રક્રિયા લાંબી છે. પહેલા ત્રણ-ચાર વર્ષ સુધી સાગવાનના વૃક્ષની સારી રીતે દેખરેખ રાખવી જરૂરી છે. જો શરૂઆતના સમયમાં સારી રીતે દેખરેખ રાખવામાં આવે તો તેનાથી મળનારી ફાયદો ઘણો વધારે થશે.

કરોડો રૂપિયા નફો:
વિશેષજ્ઞોના મતે જો એક એકરની ખેતીમાં એક ખેડૂત 500 સાગવાનના વૃક્ષ લગાવે છે તો 10-12 વર્ષ પછી તેને એક કરોડમાં રૂપિયામાં વેચી શકે છે. જો એક વૃક્ષની કિંમતની વાત કરીએ તો બજારમાં 30-40 હજાર રૂપિયામાં સરળતાથી વેચી શકો છો. પરંતુ જેમ-જેમ સમય વીતે છે તે જ રીતે વૃક્ષની કિંમત પણ વધતી જાય છે. તમે એક એકરમાં વૃક્ષ લગાવીને કરોડો રૂપિયાનો નફો કમાઈ શકો છો.

કેટલા વર્ષમાં તૈયાર થાય છે વૃક્ષ:
સાગવાનનું વૃક્ષ એકવાર લગાવ્યા પછી તમારે ઓછામાં ઓછા 10થી 12 વર્ષ સુધી ઈંતઝાર કરવાની રહેશે. એવામાં સાગવાનની આજુબાજુ ઓછા સમયમાં સારો નફો આપનારો પાક ઉગાડી શકો છો. તેનાથી સાગવાનની ખેતીમાં થનારો ખર્ચ નીકળી જશે અને તમારો નફો પણ વધી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More