How to keep Water Cool in Matka: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ સીઝનમાં લોકો શરીરને ઠંડક મળે તેવી વસ્તુઓ પીવાનું અને ખાવાનું પસંદ કરે છે. ઉનાળા દરમિયાન સૌથી વધારે તો ફ્રિજના પાણીનો ઉપયોગ વધી જાય છે. ગરમીમાં નાના મોટા સૌ કોઈને ઠંડું પાણી પીવાની ઈચ્છા થાય છે. ઉનાળા દરમિયાન માટલાનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે. માટલામાં જોઈએ એવું ઠંડું પાણી ન થતું હોય તો તેનો રસ્તો આજે તમને જણાવીએ. આજે તમને એવી એક ટ્રીક જણાવીએ જેને અજમાવશો તો માટલાનું પાણી પણ ફ્રીજના પાણી જેવું ઠંડુ થઈ જશે.
આ પણ વાંચો: આ 2 વસ્તુ ઉમેરી લોટ બાંધજો, રુ જેવી પોચી રોટલી બનશે, ખાવા માટે શાકની જરૂર નહીં પડે
દરેક ઘરમાં માટલું રાખવામાં આવે છે. માટલામાં પાણી ભરવાની પરંપરા વર્ષોથી છે. માટલાનું પાણી શરીરને લાભ પણ કરે છે આજના સમયમાં પણ લોકો ઘરમાં માટલું ભરે છે. પરંતુ ઉનાળામાં પાણી ફ્રિજનું પીવે છે. કારણ કે માટલામાં પાણી ઠંડુ થતું નથી. પરંતુ મીઠાની આ ટ્રીક જો તમે અજમાવશો તો ભીષણ ગરમીમાં પણ માટલામાં રહેલું પાણી ઠંડુ રહેશે.
આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં બનાવો વર્મિસેલી ઈડલી, નાના-મોટા સૌ કોઈની દાઢે વળગશે આ ઈડલીનો સ્વાદ
માટલાનું પાણી ઠંડુ કેવી રીતે કરવું ?
માટલાનું પાણી ફ્રીજ જેવું ઠંડુ થઈ જાય તેના માટે એક ચમચી મીઠું અને એક ચમચી વિનેગરની જરૂર પડશે. મીઠામાં વિનેગર મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લેવી. હવે માટીના માટલાને સારી રીતે ભીનું કરી બંને હાથની મદદથી તૈયાર કરેલી પેસ્ટ તેના પર લગાડી દો. હવે આ પેસ્ટ સુકાઈ ત્યાં સુધી માટલાને સુકાવા દો. માટલું સુકાઈ જાય પછી તેને સાદા પાણીથી સાફ કરીને તેમાં પીવાનું પાણી ભરી દો. વિનેગર અને મીઠું લગાડ્યા પછી માટલાનું પાણી ઠંડુ રહેશે.
આ પણ વાંચો: મરચું, જીરું સારું છે કે નહીં 5 મિનિટમાં ખબર પડી જશે, સેમ્પલ લઈ ઘરે આ રીતે ચેક કરો
કેવી રીતે કામ કરે છે મીઠું અને વિનેગર ?
માટલાની ઉપરની સપાટી પર નાના નાના છિદ્ર હોય છે. જેના કારણે પાણીનું બાષ્પીભવન થતું રહે છે. જેથી માટલાનું પાણી ઠંડુ રહે છે. પરંતુ લાંબા સમયના વપરાશ પછી આ છિદ્ર બંધ થઈ જાય છે. જ્યારે તમે વિનેગર અને મીઠાથી માટલું સાફ કરો છો તો છિદ્ર ફરીથી ખુલી જાય છે. અને પાણી ઠંડુ રહેવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે