Home> LifeStyle
Advertisement
Prev
Next

હાઈ લા! અડધું જાનવર અને અડધો છોડ છે આ જીવ, જાણીને વિશ્વાસ નહીં કરી શકો

મહાસાગરમાં એક એવો જીવ મળી આવ્યો છે કે જેને જોઈને વૈજ્ઞાનિકોએ જાણ્યું કે સમુદ્ર સ્લગ કે સ્નેઈલ આમ તો જાનવર જ છે પરંતુ તે પોતાની અંદર ખુબ જ રસપ્રદ રીતે એવી ક્ષમતા વિક્સિત કરે છે જેનાથી તે છોડવાની જેમ ખાવાનું બનાવવા લાગે છે. 

હાઈ લા! અડધું જાનવર અને અડધો છોડ છે આ જીવ, જાણીને વિશ્વાસ નહીં કરી શકો

શું દુનિયામાં આટલા બધા જીવોમાં કોઈ જીવ એવો પણ હશે કે જે જાનવરોની જેમ ખાતું હોય અને છોડવાની જેમ ખાવાનું બનાવી પણ શકે. શું કોઈ એવો જીવ હોય જે ફક્ત વનસ્પતિ ખાઈને પોતે છોડની જેમ કામ કરવા લાગી શકે. શું કોઈ એવો જીવ હશે જેને છોડ કહી શકાય? તો તમને જણાવી દઈએ કે મહાસાગરમાં એક એવો જીવ મળી આવ્યો છે કે જેને જોઈને વૈજ્ઞાનિકોએ જાણ્યું કે સમુદ્ર સ્લગ કે સ્નેઈલ આમ તો જાનવર જ છે પરંતુ તે પોતાની અંદર ખુબ જ રસપ્રદ રીતે એવી ક્ષમતા વિક્સિત કરે છે જેનાથી તે છોડવાની જેમ ખાવાનું બનાવવા લાગે છે. 

fallbacks

સમુદ્રી સ્લગ કે સ્નેઈલના શરીરની અંદર જ ક્લોરોફિલ હોય છે. તેનો ઉપયોગ તે સૂર્ય પ્રકાશની રોશની દ્વારા પોતાનું ભોજન બનાવવા માટે કરે છે. આ બિલકુલ છોડની જેમ ફોટોસિન્થેસિસ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. રસપ્રદ વાત એ છે કે તેમનામાં જન્મની સાથે જ ક્લોરોફિલ હોતું નથી. તેઓ ક્લોરોફિલ પોતાના જીવનમાં ખુબ વનસ્પતિ ખાઈને ભેગું કરે છે. આ કારણથી તેમને સૈકોગ્લાસન કે સૈપ ચૂસનારા સમુદ્રી સ્લગ પણ કહે છે. કારણ કે તેઓ કોશિકાઓમાંથી વાસ્તવમાં તેમના પદાર્થ ચૂસી લે છે. તે માટે તેઓ અનેક તંતુઓનો ઉપયોગ સ્ટ્રોની જેમ કરે છે. પરંતુ તેઓ ખાવાનું જાનવરોની જેમ પચાવે છે. તેઓ શેવાળમાંથી ક્લોરોપ્લાસ્ટને અલગ કરે છે અને પછી તેને પોતાની કોશિકાઓમાં સમાવી લે છે. ત્યારબાદ તેમને ફક્ત સૂર્યની રોશનીની જ જરૂર પડે છે. 

આ સમગ્ર પ્રક્રિયાને ક્લેપ્ટોપ્લાસ્ટી કહે છે અને આ અજીબ જેવી ક્ષમતાના કારણે જ આ સૈકોગ્લોસૈન જીવોને સૌર ઉર્જાવાળા સમુદ્રી સ્લગનું નામ મળેલું છે. પણ શું ક્લોરોપ્લાસ્ટ ચોરી કરવાથી આ જાનવર આ પ્રકારના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે ખરા? વૈજ્ઞાનિકો જાણતા હતા કે આ શક્ય નથી. આથી તેમણે તેના મૂળિયા સુધી જવાનું નક્કી કરી લીધુ. રિસર્ચર્સે જાણ્યું કે ઈલિસિયા ક્લોરોટિકાના ફક્ત શેવાળથી ક્લોરોપ્લાસ્ટ ચોરે છે એવું નથી પરંતુ તેમનામાંથી જીન્સ પણ લે છે અને પોતાના ડીએનએમાં ભેળવી લે છે. આ જીન ટ્રાન્સફરની ખુબ જ અનોખી અને શાનદાર મિસાલ છે. આ સૌથી વધુ અમેરિકા અને કેનેડાના પૂર્વ તટોના ખારા પાણી, તળાવો વગેરેમાં જોવા મળે છે. તે 2 થી 3 સેમીના જીવ 6 સેમી સુધી લાંબા પણ હોઈ શકે છે. 

યુવા ઈલિસિયા ક્લોરોટિકા લાલ કે પછી સલેટી રંગના હોય છે અને એકવાર જ્યારે તેમાં ક્લોરોપ્લાસ્ટ આવવા લાગે તો તેમનો રંગ ચમકીલો લીલો થવા લાગે છે. લીલા રંગથી તે શિકારી જાનવરોને ચકમો આપવામાં સફળ નીવડે છે. આ પ્રકાશ સંશ્લેષણ દ્વારા એક વર્ષ સુધી ખાધા પીધા વગર રહી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More