Home> LifeStyle
Advertisement
Prev
Next

છુટી અને ટેસ્ટી સાબુદાણાની ખીચડી બનાવવાનું જાણી લો સીક્રેટ, આ રીતે દર વખતે બનશે મસ્ત ખીચડી

Cooking Tips For Sabudana Khichdi: ફરાળી વસ્તુઓમાંથી એક વસ્તુ એવી છે જેને નાના મોટા દરેક લોકો પસંદ કરે છે. આ વાનગી છે સાબુદાણાની ખીચડી. સાબુદાણાની ખીચડી મોટાભાગના લોકોને ભાવે છે. પરંતુ ઘણી વખત સાબુદાણાની ખીચડી ચીકણી થઈ જાય છે.
 

છુટી અને ટેસ્ટી સાબુદાણાની ખીચડી બનાવવાનું જાણી લો સીક્રેટ, આ રીતે દર વખતે બનશે મસ્ત ખીચડી

Cooking Tips For Sabudana Khichdi: નવરાત્રીનું વ્રત ચાલી રહ્યું છે અને આ સમય દરમિયાન ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ હોય ત્યારે ઘરમાં ફરાળ માટે અલગ અલગ વસ્તુઓ બને છે. ફરાળી વસ્તુઓમાંથી એક વસ્તુ એવી છે જેને નાના મોટા દરેક લોકો પસંદ કરે છે. આ વાનગી છે સાબુદાણાની ખીચડી. સાબુદાણાની ખીચડી મોટાભાગના લોકોને ભાવે છે. પરંતુ ઘણી વખત સાબુદાણાની ખીચડી ચીકણી થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ સાબુદાણાની ખીચડી એકદમ છુટી કઈ રીતે બનાવવી. 

fallbacks

વધુ વાંચો:

ઉનાળામાં ઘરે બનાવો જીરા મસાલા, પીવાથી સ્વાદ પણ મળશે અને પેટની સમસ્યા થશે દુર

વ્રતમાં કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો આ રીતે 30 મિનિટમાં બનાવો બટેટાની મસાલા વેફર

આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો એકદમ બહાર જેવા જ ટેસ્ટી બનશે પાત્રા

છુટી ખીચડી બનાવવા માટે સૌથી મહત્વનું છે કે સાબુદાણાને યોગ્ય સમય સુધી પલાળવામાં આવે. સાબુદાણાને પલાળો ત્યારે પાણીથી તેને બરાબર રીતે ધોઈ નાખવા જેથી તેમાં રહેલો સ્ટાર્ચ નીકળી જાય. ઘણા લોકો સાબુદાણાને એક જ પાણીમાં પલાળી રાખે છે જેના કારણે તેનો સ્ટાર્ચ સાબુદાણાની ખીચડી ને ચીકણી બનાવે છે. તેથી જ્યારે પણ સાબુદાણાનો ઉપયોગ કરો ત્યારે તેને પાણીથી બરાબર સાફ કરી અને પલાળો. બીજી વસ્તુ છે કે સાબુદાણાને તમે કેટલા પાણીમાં પલાળો છો. એક કપ સાબુદાણા હોય તો ત્રણ ચતુર્થાંશ પાણીમાં તેને પલાળવા જોઈએ. આ ઉપરાંત સાબુદાણાને ઓછામાં ઓછા પાંચ કલાક પલાળવા જોઈએ. તેનાથી ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ બને છે. 

સાબુદાણાની ખીચડી બનાવવાની રીત

સૌથી પહેલા એક પેનમાં સીંગદાણાને શેકી લેવા. સીંગદાણા ઠંડા થાય એટલે તેના ફોતરા કાઢી તેને પીસી લેવા. ત્યાર પછી પલાળેલા સાબુદાણામાં સીંગદાણા નો પાવડર અને સિંધવ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યાર પછી અન્ય એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું, લીલા મરચાં અને મીઠો લીમડો ઉમેરી વઘાર કરો. ત્યાર પછી તેમાં બાફેલા બટેટાના ટુકડા ઉમેરો. બે મિનિટ પછી સાબુદાણા ઉમેરો અને ગેસ ધીમો કરી પેનને ઢાંકી દો. પાંચ મિનિટ સુધી સાબુદાણાને પકાવો અને પછી ગેસ બંધ કરી તેમાં ઝીણી સમારેલી કોથમીર લીંબુનો રસ ઉમેરીને ગરમાગરમ સર્વ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More