Home> LifeStyle
Advertisement
Prev
Next

Salt in Chapati: લોટમાં મીઠું નાખીને રોટલી બનાવવી જોઈએ કે નહીં? જાણો ફાયદા અને ગેરફાયદા

Salt in Chapati: ભારતના મોટા ભાગના ઘરોમાં દરરોજ રોટલીનું સેવન કરવામાં આવે છે. લોકો રોટલી બનાવવા સમયે લોટમાં નમક નાખતા હોય છે, જો તમને પણ આ આદત છે તો આ આર્ટિકલ જરૂર વાંચો.
 

 Salt in Chapati: લોટમાં મીઠું નાખીને રોટલી બનાવવી જોઈએ કે નહીં? જાણો ફાયદા અને ગેરફાયદા

Salt in Chapati: ભારતીય રસોઈમાં દરરોજ રોટલી બનાવવામાં સ્વાદ માટે થોડું નમક નાખવામાં આવે છે. ઘણા ઘરોમાં આ આદત અપનાવવામાં આવે છે, પરંતુ સવાલ ઉઠે છે કે શું લોટમાં નમક નાખી રોટલી બનાવવી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ યોગ્ય છે? શું તેનાથી શરીરને ફાયદો થાય છે કે નુકસાન?

fallbacks

સ્વાદ વધારવાની સાથે-સાથે નમક શરીર માટે જરૂરી મિનરલ્સ પણ આપે છે, પરંતુ જ્યારે તેનું સેવન વધુ માત્રામાં કરવામાં આવે તો તે હાઈ બ્લડ પ્રેશર, કિડની અને હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાનું કારણ બની શકે છે. જાણો લોટમાં નમકનો ઉપયોગ કરવાના ફાયદા તથા નુકસાન.

લોટમાં નમક નાખવાના ફાયદા
સ્વાદમાં સુધાર- રોટલીનો સ્વાદ થોડો સારો થાય છે, ખાસ કરી જ્યારે શાક કે દાળ હળવા હોય.

શરીરમાં સોડિયમની પૂર્તિ- ખૂબ ઓછી માત્રામાં નમક શરીર માટે જરૂરી હોય છે, જેનાથી ઈલેક્ટ્રોલાઇટ બેલેન્સ બનેલું રહે છે.

નુકસાન જે નજરઅંદાજ ન કરો
બ્લડ પ્રેશર પર અસર- રોટલીના લોટમાં દરરોજ નમક નાખવાથી અજાણતા વધુ સોડિયમ શરીરમાં જાય છે, જેનાથી હાઈ બીપીનો ખતરો વધે છે.

કિડની પર અસર- વધુ નમક કિડની પર ભાર વધારે છે અને લાંબા સમયમાં તેની કાર્યસ્થિતિ પ્રભાવિત કરી શકે છે.

આ પણ વાંચોઃ આ 4 વસ્તુઓને ફ્રીજમાં રાખવાની ભૂલ ન કરો, શરીરમાં બની શકે છે કેન્સર

બાળકો અને વૃદ્ધો માટે હાનિકારક- જેને નમકની સીમિત માત્રામાં લેવાનું હોય છે, તેના માટે રોટલીની સાથે વધારાનું નમક નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ડાયટીશિયન માને છે કે શરીરને દિવસભરમાં લગભગ 5 ગ્રામથી ઓછા નમકની જરૂર હોય છે. તેથી સારૂ છે કે રોટલીના લોટમાં નમક ન નાખી જરૂરિયાત પ્રમાણે શાક કે દાળમાં નમક નાખવામાં આવે. તેનાથી નમકની માત્રા કંટ્રોલમાં રહે છે.

જો તમે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવા ઈચ્છો છે કે પહેલાથી હાઈ બીપી, હાર્ટ કે કિડની સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો લોટમાં નમક નાખવાથી બચો. સ્વાદ માટે તમે હર્બ્સ કે દહીં જેવા હેલ્ધી ઓપ્શન સાથે રોટલીનું સેવન કરી શકો છો.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More