Home> LifeStyle
Advertisement
Prev
Next

Gujarati Food: શિયાળામાં કરો ઉંબાડિયા પાર્ટી, ઘરે ચટાકેદાર ઉંબાડિયું બનાવવાની આ છે સરળ ટિપ્સ, આંગળા ચાટી ચાટીને ખાશે લોકો

Gujarati Food: ઉંબાડિયું એટલે એક પ્રકારનું માટલા ઊંધિયું. આપણે ઊંધિયું ઘરે ગેસ પર કુકરમાં બનાવતા હોઈએ છીએ, જયારે આ લોકો માટલામાં બનાવે છે. પારંપરિક રીતે તેને એક માટલામાં બનાવવામાં આવે છે. જમીનમાં ખાડો ખોદીને તેમાં સૂકા પાન, લાકડા મૂકાય છે. જેમા સામગ્રીથી ભરેલું માટલું રાખવામાં આવે છે અને તેને વચ્ચે પકાવવામાં આવે છે.

Gujarati Food: શિયાળામાં કરો ઉંબાડિયા પાર્ટી, ઘરે ચટાકેદાર ઉંબાડિયું બનાવવાની આ છે સરળ ટિપ્સ, આંગળા ચાટી ચાટીને ખાશે લોકો

Gujarati Food: દક્ષિણ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થતા જ  એક વિશેષ વાનગીની પણ શરૂઆત થઇ જાય છે. એ છે ઉબાડિયું. ઠંડા વાતાવરણમાં ઉબાડિયું ખાવાની મજા જ કંઈ ઔર હોય છે. એનું કારણ સુસવાટા મારતી ઠંડી અને શરીરને નુકસાન ન પહોંચાડે એવું સરસ આ વ્યંજન એક વાર ખાવાનું શરૂ કરશો તો અટકશો નહિ. આવો જાણીએ કેવી રીતે સ્વાથ્ય માટે પણ સારું છે. 

fallbacks

શિયાળામાં ગરમા ગરમ ઊંધિયુ, રીંગણનો ઓળો, લસણનું શાક, બાજરીનો રોટલો વગેરે ખાવીની મજા આવે છે. આ સિવાય તમારામાંથી ઘણાએ ‘ઉંબાડીયું’ નામ જરૂર સાંભળ્યું હશે. આ નામથી ખાસ કરીને વાપી, વલસાડ અને સુરતના લોકો ખાસ્સા પરીચિત હશે. જો નવસારીથી વાપી તરફ જઈએ તો રસ્તામાં એના ઘણા બધા સ્ટોલ લાગેલાં જોવા મળશે. ત્યાં લોકો ભરપેટ ઉંબાડીયું ખાતા જોવાં મળે છે. આ ઉંબાડિયું એટલે એક પ્રકારનું માટલા ઊંધિયું. આપણે ઊંધિયું ઘરે ગેસ પર કુકરમાં બનાવતા હોઈએ છીએ, જયારે આ લોકો માટલામાં બનાવે છે. પારંપરિક રીતે તેને એક માટલામાં બનાવવામાં આવે છે. જમીનમાં ખાડો ખોદીને તેમાં સૂકા પાન, લાકડા મૂકાય છે. જેમા સામગ્રીથી ભરેલું માટલું રાખવામાં આવે છે અને તેને વચ્ચે પકાવવામાં આવે છે.

આ પણ વાંચો: સફેદ વાળને કાળા કરવા ઘરે બનાવો નેચરલ કલર, લગાડતાની સાથે જ મૂળથી કાળા થઈ જશે વાળ

ઉબાડિયું ખૂબ પ્રાચીન પધ્ધતિથી બને છે અને આજનાં યુગમાં વપરાતા ઓવેન કે ગેસ પર આ ઉબાડિયું બની નથી શકતું. તેની વિશેષતા એ છે કે, તેમાં વપરાતા ઔષધો અને મસાલા સામાન્ય રીતે દાદીમાનાં નુસ્ખા તરીકે વપરાતી વનસ્પતિનો ભરપૂર ઉપયોગ થાય છે. આ સાથે કલાર, કંબોઈ, અજમો અને વિવિધ પાલાઓના ઉપયોગથી આ ઉબાડીયું તૈયાર થાય છે. 

આ તમામ શાક ખાવાથી શરીરને ફાયદો થાય છે. માટલામાં તમામ સામગ્રી જેવી કે કંદ, બટાકા, સૂરણ, અને કતારગામ અથવા વાલોડ પાપડીથી ભરી દેવામાં આવે છે અને પછી એને ઉંબાડવામાં આવે છે. એટલે જ એને ઉંબાડિયું કહેવાય છે. આગની ગરમીથી બનતા આ ઉંબાડિયાની ખાસિયત એ છે કે, તીખા મસાલા અંદર મુકેલ સામગ્રીમાં ધુમાડાનાં સ્વરૂપમાં જાય છે અને એનો ટેસ્ટ ખૂબ અનોખો હોઈ છે. ઉંબાડિયામાં અનેક ઔષધિય શાકભાજી હોવાથી તે શરીરને જરા પણ નુકસાન પહોંચાડાતી નથી.

ઉંબાડિયું બનાવવાની રીત...

આ પણ વાંચો: શિયાળામાં ગ્લોઇંગ સ્કીન મેળવવા માટે સ્કીન કેર રુટીનમાં સામેલ કરો આ 3 માંથી કોઈ 1 તેલ

ઉંબાડિયું બનાવવા માટે દાણાવાળી પાપડી, લીલા મરચાં, આદુ, સુરતી કંદ, અજમો, આંબા હળદરની બનેલી ચટણી, મિડિયમ સાઈઝના બટાકા, શક્કરિયા, કોથમરી, ફુદીનો, લીલી હળદર, મીઠું સ્વાદાનુસાર અને સૂરણ હોવું જરૂરી છે. આટલી વસ્તુઓ હશે તો જ તમારું ઉંબાડિયું સ્વાદિષ્ટ બનશે. ઉંબાડિયું બનાવવાની રીત અંગે વાત કરીએ તો. સૌથી પહેલા તમારે નાના બટેટા આવે છે એ માપના બધા શાકના કટકા કરી લેવાના છે. અને તેમાં કાપ મુકીને ચટણી ભરી દેવાની છે. બીજી તરફ એક ભીના ટુવાલમાં તમારે પાપડીને થોડીવાર માટે પોટલી બાંધીને રાખવાની છે..

આજના યુગમાં હાઈવે પર સફર કરતા લોકો કે યુવા વર્ગ આમ તો જંક ફૂડ માટે ઘેલું છે પરંતુ જેવી ઉંબાડીયાની મોસમ આવે છે. દક્ષિણ ગુજરાતીઓમાં આ ફુડ પ્રિય છે. કારણ કે, ચટણી અને ચાની ચૂસકી સાથે ઉબાડિયું અતિ સ્વાદિષ્ટ થઇ જાય છે . સુરતથી મુંબઈ કે ગુજરાતમાં આવતા લોકો ઉબાડીયાનો ટેસ્ટ માણવાનો ચૂકતા નથી. 

આ પણ વાંચો: Skin Care: શિયાળામાં હિરોઈન જેવી સુંદર ત્વચા માટે દૂધમાં આ વસ્તુ ઉમેરી પીવાનું રાખો

આ ઉંબાડિયું જે રીતે બને છે અને એમાં કલાર અને કમ્બોઇ વપરાય છે, જે આ ઉંબાડીયાને અનેરો સ્વાદ આપે છે. સાથે જ તેમાં વપરાતી અન્ય સામગ્રી પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. ખૂબ ઓછા તેલમાં બનતી આ વાનગીમાં ઘણી વાઈડી વસ્તુઓ (શરીરમાં વાયુ પેદા કરે તેવી વસ્તુઓ) પણ છે, પણ એનું મારણ પણ એ જ વાનગીમાં છે.  તો ઠંડીની શરૂઆત સાથે જો વલસાડ જિલ્લામાંથી તમે પસાર થાઓ તો, ઉંબાડિયું ખાવાનું ચૂકશો નહિ. કારણ કે, આ દેશી વાનગી એક વાર ચાખશો તો વારંવાર તમને તેનું ઘેલું લગાડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More