Home> LifeStyle
Advertisement
Prev
Next

હોળીના રંગથી થાય સ્કીન એલર્જી તો તુરંત અજમાવો આ ઘરેલુ નુસખા, 5 જ મિનિટમાં મળશે આરામ

Holi 2023: ઘણી વખત કેમિકલ યુક્ત રંગના કારણે ત્વચા પર એલર્જી થઈ જાય છે. કેટલાક રંગના કારણે ત્વચામાં બળતરા થવા લાગે છે. જો આવી સમસ્યા થાય તો તમે કેટલાક ઘરેલુ ઉપાય કરીને તુરંત જ સ્કિન એલર્જીથી રાહત મેળવી શકો છો.

હોળીના રંગથી થાય સ્કીન એલર્જી તો તુરંત અજમાવો આ ઘરેલુ નુસખા, 5 જ મિનિટમાં મળશે આરામ

Holi 2023: હોળીનો તહેવાર દરેક વ્યક્તિ પોતાના મિત્રો અને પરિવાર સાથે ધામધૂમથી ઉજવે છે. હોલિકા દહનની પૂજા કર્યા પછી બીજા દિવસે લોકો રંગથી રમે છે. ઠેર ઠેર હોલી પાર્ટીનું આયોજન થાય છે. જેમાં લોકો મન મૂકીને એકબીજા સાથે રંગોથી રમતા જોવા મળે છે. જોકે ઘણી વખત કેમિકલ યુક્ત રંગના કારણે ત્વચા પર એલર્જી થઈ જાય છે. કેટલાક રંગના કારણે ત્વચામાં બળતરા થવા લાગે છે. જો આવી સમસ્યા થાય તો તમે કેટલાક ઘરેલુ ઉપાય કરીને તુરંત જ સ્કિન એલર્જીથી રાહત મેળવી શકો છો.

fallbacks

આ પણ વાંચો:

નહાતા પહેલા કે નહાયા પછી ? જાણો કયા સમયે ફેસપેક લગાડવાથી થાય છે ઝડપથી અસર

ગરમીમાં થતી Dry Eyes Problem ને દુર કરો આ રીતે, ઘરગથ્થુ ઈલાજ તુરંત કરશે અસર

લેપટોપ ખોળામાં રાખવું શ્રાપ સમાન, મહિલાઓ જો આ રીતે કરે કામ તો અધુરી રહી જાય આ ઈચ્છા

દહીંનો કરો ઉપયોગ

જો સ્કીન એલર્જીના કારણે ત્વચામાં બળતરા થવા લાગે તો તુરંત જ તેના ઉપર ઠંડુ દહી લગાડી દેવું. આમ કરવાથી ત્વચાની બળતરા દૂર થઈ જશે અને સ્કીન એલર્જી પણ વધશે નહીં.

ઘી લગાડો

હોળી રમતી વખતે જો ત્વચા પર બળતરા થવા લાગે તો તુરંત જ તે જગ્યાને સાફ કરી અને તેના ઉપર ગાયનું ઘી લગાડી થોડીવાર માલીશ કરો. થોડી જ વારમાં બળતરા મટી જશે. 

નાળિયેરનું તેલ લગાડો

જો તમારી ત્વચા સેન્સિટીવ હોય અને હોળી રમવા પર તમને એલર્જી થઈ જતી હોય તો હોળી રમતા પહેલા જ શરીર ઉપર કોકોનેટ ઓઇલ લગાડી લેવું. આમ કરવાથી રંગોનો પ્રભાવ તમારી ત્વચા ઉપર ઓછો પડશે અને એલર્જી થવાની શક્યતા પણ ઘટી જશે.

આ પણ વાંચો:

આ 5 વાતનું રાખો ધ્યાન.. કંઈપણ કર્યા વિના Dandruff થી મળી જશે કાયમી મુક્તિ

ગરોળી એકવારમાં જ ભાગી જશે ઘરમાંથી, અજમાવો આ દેશી નુસખા

કાચા પપૈયાનો કરો આ રીતે ઉપયોગ, એક જ વારમાં વાળ થઈ જશે Dandruff Free

ચણાના લોટનો કરો ઉપયોગ

હોળી રમ્યા પછી ત્વચાને સારી રીતે સાફ કરવા માટે ચણાના લોટનો ઉપયોગ કરો. તેના માટે ચણાના લોટને પાણીમાં ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરી લો અને તેના વડે ત્વચા પર માલિશ કરો. ચણાના લોટથી રંગ પણ નીકળી જશે અને એલર્જી પણ નહીં થાય. ચણાના લોટમાં તમે હળદર પણ ઉમેરી શકો છો.

એલોવેરા જેલનો કરો ઉપયોગ

હોળી રમવા પર જો તમારી ત્વચામાં બળતરા થવા લાગે તો તમે એલોવેરા જેલ લગાડીને બળતરા મટાડી શકો છો. જોકે આ ઘરગથ્થુ ઉપચાર કર્યા પછી પણ જો ત્વચાની બળતરા માટે નહીં તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More