Home> LifeStyle
Advertisement
Prev
Next

છોકરીઓ માટે ખાસ ટિપ્સ! ઘરે માત્ર 20 રૂપિયાનો કરો ખર્ચ, હેર સ્ટ્રેટનિંગ માટે પાર્લર જવાની પણ નથી જરૂર..

Hair care: આજે અમે તમને ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે જ મુલતાની મિટ્ટી હેર સ્ટ્રેટનિંગ માસ્ક બનાવવાની રીત સમજાવીશું. જેથી તમે વધારાના ખર્ચથી અને કેમિકલયુક્ત પ્રોડક્ટથી બચી શકો..

છોકરીઓ માટે ખાસ ટિપ્સ!  ઘરે માત્ર 20 રૂપિયાનો કરો ખર્ચ, હેર સ્ટ્રેટનિંગ માટે પાર્લર જવાની પણ નથી જરૂર..

How to make hair straightening mask: દરેક વ્યક્તિ પોતાની જોરદાર પર્સનાલિટી બનાવવા માગે છે..એક કહેવત છે કે તમારા વાળ તમારી સુંદરતામાં વધારો કરે છે. જેથી  આજના સમયમાં લોકો પોતાના વાળને લાંબા, ચમકદાર અને મજબૂત બનાવવા માટે અનેક પ્રયોગો કરતા હોય છે. આમ તો બજારમાં વાળને સ્ટ્રેટનિંગ કરવા માટેના ઘણી પ્રોડક્ટ સરળતાથી મળી રહી છે. પરંતુ આવી પ્રોડેક્ટ ઘરે બનાવવી થોડી મુશ્કેલ બની જાય છે. જેથી લોકોમોંઘા પાર્લર અને સારવારનો આશરો લે છે.

fallbacks

આજે અમે તમારા માટે ઘરે જ ઓછા ખર્ચે હેર સ્ટ્રેટનિંગ માસ્ક બનાવવાની રીત લાવ્યા છીએ. મુલતાની માટીનો ઉપયોગ ત્વચા અને વાળ માટે પ્રાચીન સમયથી કરવામાં આવે છે. તેથી આ હોમમેઇડ હેર સ્ટ્રેટનિંગ માસ્ક તમારા વાળને કુદરતી રીતે સીધા કરવામાં મદદ કરે છે.આ સાથે તમે ખર્ચ અને કેમિકલથી ભરપૂર ઉત્પાદનોથી પણ બચી શકો છો.

આ પણ વાંચો:

આ ત્રણમાંથી કોઈ એક દેશી ઉપાય રોજ કરશો તો દુર થઈ જશે ચહેરના અણગમતા વાળની સમસ્યા

રોજ સવારે નાસ્તા સમયે પીવી આ 3 માંથી કોઈ એક સ્મુધી, 7 દિવસમાં Belly Fat થશે ગાયબ

ઉંદરને માર્યા વિના ભગાડો ઘરમાંથી બહાર, એકવાર આ કામ કર્યા પછી ઉંદર નહીં દેખાય ઘરમાં

કેવી રીતે બનાવશો હેર સ્ટ્રેટનિંગ માસ્ક

1- હેર સ્ટ્રેટનિંગ માસ્ક બનાવવા માટેની સામગ્રી

મુલતાની માટી એક કપ
ચોખાનો લોટ 5 ચમચી
2 ઈંડાનો સફેદ ભાગ

હેર સ્ટ્રેટનિંગ માસ્ક કેવી રીતે બનાવવું? 

મુલતાની માટી હેર સ્ટ્રેટનિંગ માસ્ક બનાવવા માટે સૌથી પહેલા એક કપ મુલતાની માટી લો.
પછી તમે તેમાં લગભગ 5 ચમચી ચોખાનો લોટ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
પછી તમે તેમાં લગભગ 2 ઈંડાનો સફેદ ભાગ નાખીને સારી રીતે હલાવીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
હવે તમારું હેર સ્ટ્રેટનિંગ માસ્ક તૈયાર છે.

હેર સ્ટ્રેટનિંગ માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો? 

હેર સ્ટ્રેટનિંગ માસ્ક લગાવતા પહેલા તમારા વાળ સાફ કરો.પછી આ માસ્કને તમારા વાળના મૂળથી લઈને છેડા સુધી સારી રીતે લગાવીને લગભગ 5 મિનિટ સુધી રહેવા દો.પહોળા દાંતાવાળા કાંસકોનો ઉપયોગ કરીને, વાળને સીધા કરો.આ પછી, આ માસ્કને લગભગ 10 મિનિટ સુધી રહેવા દો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More