Home> LifeStyle
Advertisement
Prev
Next

વાસણ ધોવાનો સાબુ અચાનક પૂરો થઈ ગયો? ચિંતા ન કરો, રસોડામાં રહેલા સામાનથી તમારુ કામ સરળ બની જશે

તમને જાણીને આનંદ થશે કે વાસણો સાફ કરવાના ઘણા વૈકલ્પિક રસ્તા છે. જ્યારે ડિશવોશ લિક્વિડ કે સાબુ ન હોય ત્યારે તમે આ ટ્રીક અપનાવી શકો છો. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેટલાક વિકલ્પો તમારા ઘરમાં સરળતાથી મળી શકે છે અને તેનો ઉપયોગ કરવામાં પણ સરળ છે

વાસણ ધોવાનો સાબુ અચાનક પૂરો થઈ ગયો? ચિંતા ન કરો, રસોડામાં રહેલા સામાનથી તમારુ કામ સરળ બની જશે

આપણા બધા સાથે ઘણી વખત એવું બને છે જ્યારે આપણે રસોડામાં કામ કરતા હોઈએ અને અચાનક જરૂરિયાતની વસ્તુ ખતમ થઈ જાય છે. આવી સ્થિતિમાં આપણી પાસે બે જ વિકલ્પ હોય છે, એક તો આપણે તુરંત જ માલ મંગાવીએ અથવા તો અમે કામ બંધ કરી દઈએ. પરંતુ તમને જણાવી દઈએ કે, આ બે સિવાય પણ ત્રીજો વિકલ્પ પણ છે.

fallbacks

તમને જાણીને આનંદ થશે કે વાસણો સાફ કરવાના ઘણા વૈકલ્પિક રસ્તા છે. જ્યારે ડિશવોશ લિક્વિડ કે સાબુ ન હોય ત્યારે તમે આ ટ્રીક અપનાવી શકો છો. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેટલાક વિકલ્પો તમારા ઘરમાં સરળતાથી મળી શકે છે અને તેનો ઉપયોગ કરવામાં પણ સરળ છે. આનો ઉપયોગ કરવાની સૌથી સારી વાત એ છે કે, આ વિકલ્પમાં સ્ટોરમાંથી ખરીદેલા ડીશવોશિંગ સાબુ જેવા રસાયણોથી બનેલા નથી.

ડીશવોશિંગ સાબુના અન્ય વિકલ્પો
1. બેકિંગ સોડા:

બેકિંગમાં ઉપયોગ કરવા ઉપરાંત, બેકિંગ પાવડરનો ઉપયોગ વાસણો સાફ કરવા માટે પણ થઈ શકે છે. તમારે ફક્ત વાસણોને ગરમ પાણીથી ધોવાનાં છે અને તેના પર સરખી રીતે બેકિંગ સોડા છાંટો. ત્યાર બાદ વાસણોને 5-10 મિનિટ માટે આ રીતે રહેવા દો. હવે સ્પોન્જને પાણીમાં ડુબાડીને પ્લેટ પર સ્ક્રબ કરો અને પાણીથી ધોઈ નાંખો. તમારા વાસણો સાફ થઈ જશે.

​આ પણ વાંચો: Hanuman Jayanti: હનુમાન જયંતિ પર કરો આ 5 અચૂક ઉપાય, જિંદગીમાંથી સંકટો થઈ જશે સાફ
​આ પણ વાંચો: હનુમાન જયંતિ પર આ 5 રાશિઓ પર રહેશે મહેરબાન, પરેશાનીઓ થશે દૂર અને અપાર ધન થશે પ્રાપ્ત
​આ પણ વાંચો: રાશિફળ 06 એપ્રિલ: આ રાશિના જાતકોને થશે લાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ

2. લીંબુનો રસ:
લીંબુ આપણા શરીર માટે તેમજ વાસણો સાફ કરવા માટે બેસ્ટ ક્લિન્ઝર છે. તમારે માત્ર ખાવાનો સોડા અને લીંબુનું મિશ્રણ બનાવવાનું છે. 4-5 ચમચી બેકિંગ પાવડર લો અને તેમાં થોડો લીંબુનો રસ નીચોવો. આ સરળ રીતનો ઉપયોગ કરીને તમે વાસણોને ચકચકાટ કરી શકશો.

3. રાખ:
આ શુદ્ધિકરણની સૌથી જૂની પદ્ધતિઓમાંની એક છે. પ્રાચીન સમયમાં, જ્યારે લોકો પાસે વાસણ ધોવાનો સાબુ ન હતો, ત્યારે તેઓ વાનગીઓ સાફ કરવા માટે રાખનો ઉપયોગ કરતા હતા. રાખમાંથી કુદરતી ડીશવોશિંગ પાવડર બનાવી શકાય છે. આ માટે વાનગીઓને પાણીથી સાફ કરી લો અને મુઠ્ઠીભર રાખ લો અને વાસણો પર રાખ ઘસી લો અને છેલ્લે વાસણોને પાણીથી સારી રીતે ધોઈ લો.

​આ પણ વાંચો: 8th Pay Commission પર આવ્યું મોટી અપડેટ, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો
​આ પણ વાંચો: આ સરકારી આદેશ બદલી દેશે લોકોની જીંદગી, દરેક ભારતીયને મળશે સીધો 7 લાખનો ફાયદો
​આ પણ વાંચો: ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયા સુધીનો મફત વીમો : જાણો તમારા અધિકારો અને નિયમો
​આ પણ વાંચો: દેશનું એકમાત્ર ગામ...જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો

4. ટામેટાની છાલ:
આપણામાંથી મોટાભાગના લોકો ટામેટાને છીણી લીધા પછી ટામેટાની છાલ ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે પાકેલા ટામેટાની છાલ ડીશ ધોવાના સાબુનો શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે? ટામેટાની છાલનો રસ વાસણોને સારી રીતે સાફ કરે છે અને તેને ચમકદાર પણ બનાવે છે. ધોયેલા વાસણો પર ટામેટાની છાલને ઘસીને 10થી 15 મિનિટ સુધી રહેવા દો. હવે તેને ફરીથી પાણીથી ધોઈ લો, આમ કરવાથી બધા વાસણો ચોખ્ખા થઈ જશે.

5. ચોખાનું પાણી:
આપણામાંથી ઘણા ચોખાનાં પાણીને ફેંકી દે છે. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે બચેલા ચોખાનું પાણી વાસણોને સારી રીતે સાફ કરી શકે છે. તેમાં સ્ટાર્ચ હોય છે, જે ચીકણા વાસણોને સાફ કરવામાં મદદ કરી શકે છે. આ માટે એક બાઉલમાં ચોખાનું પાણી લો અને તમારા સ્પોન્જની મદદથી ડીશ વોશ કરી લો. ત્યારબાદ વાસણોને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને પછી પરિણામો જુઓ.

​આ પણ વાંચો: જો તમે નાકના વાળ તોડતા હો તો બની જજો સાવધાન! આ આદત તમારા મગજને પહોંચાડશે નુકસાન
​આ પણ વાંચો: વિનોદ ખન્નાએ બધાની સામે ડિમ્પલના જબરદસ્તી હોઠને ચૂસી લીધા હતા, બધા રહી ગયા હતા દંગ 
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ
આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો  ધુમાડો! જોઈ લો આ વીડિયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More