Jeans Side Effects in Summer: યુવકો અને યુવતીઓ ફેશનેબલ અને સ્ટાઇલિસ્ટ દેખાવા માટે અલગ અલગ પ્રકારના જીન્સ પહેરે છે. પરંતુ ગરમીની ઋતુમાં જીન્સ પહેરવું હાનિકારક સાબિત થઈ શકે છે. ફેશનેબલ દેખાવાના ચક્કરમાં સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જીન્સ સ્ટાઇલિશ અને ફેશનેબલ લુક આપશે પરંતુ ગરમીમાં રોજ જીન્સ પહેરવું ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે. આ વાત જાણીને તમને પણ આશ્ચર્ય થશે પરંતુ ઉનાળામાં જીન્સ પહેરવું ગંભીર સમસ્યા સર્જી શકે છે. જીન્સ પહેરવાથી કેવા નુકસાન થાય છે આજે તમને જણાવીએ.
આ પણ વાંચો: ઘરે આ વસ્તુની મદદથી બનાવો નેચરલ હેર કલર, 30 મિનિટમાં સફેદ વાળ થઈ જશે ડાર્ક બ્રાઉન
પ્રાઇવેટ પાર્ટને નુકસાન
જીન્સ ટાઇટ હોવાથી હિટ વધારે પ્રોડ્યુસ કરે છે. ગરમીમાં ટાઈટ જીન્સ પ્રાઇવેટ પાર્ટને નુકસાન પહોંચાડી શકે છે. તેના કારણે સ્પર્મ કાઉન્ટ ઘટી જવા અને વજાઈનલ પીએચ બેલેન્સ બગડવા જેવી સમસ્યા થઈ શકે છે
આ પણ વાંચો: રાત્રે ચહેરા પર લગાડો આ પાનની પેસ્ટ, 7 દિવસમાં ચહેરા પર દેખાવા લાગશે ગ્લો
ઇન્ફેક્શનનું જોખમ
મહિલાઓ જો ટાઈટ જીન્સ પહેરે તો વજાયનલ ઇન્ફેક્શન. ટાઇટ જીન્સ પહેરવાથી વજાઈનલ એરિયામાં હવાની અવરજવર થતી નથી અને ભેજ વધે છે. જેના કારણે બેક્ટેરિયલ અથવા તો ફંગસ ઇન્ફેક્શન થઈ શકે છે. ટાઇટ જીન્સ પહેરવાથી પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ ની તકલીફ પણ ઉભી થાય છે.
આ પણ વાંચો: Weight Loss: 1 વાટકી દહીંમાં આ વસ્તુ ઉમેરી ખાવા લાગો, ઘટવા લાગશે પેટ પર જામેલી ચરબી
ફંગસ ઇન્ફેક્શન
જીન્સના કારણે શરીરના નીચેના ભાગમાં હવાનો ફ્લો ઘટી જાય છે. સ્કિન સુધી બરાબર હવા પહોંચતી નથી અને ગરમીના કારણે પરસેવો પણ થાય છે. આ સ્થિતિમાં બેક્ટેરિયા અને ફંગસ વધે છે. જેના કારણે ત્વચા પર ફોડલીઓ, ખંજવાળ, ખરજવું જેવી તકલીફો વધે છે.
આ પણ વાંચો: Dal Tadka: 3 પ્રકારની દાળ આ માપથી લેશો તો ઘરે પણ બનશે ઢાબામાં મળે એવી જ દાલ તડકા
જીન્સમાં હાઈજીનની ખામી
મોટાભાગના લોકો જીન્સ એકવાર પહેરીને ધોતા નથી. એકવાર પહેરેલું જીન્સ વારંવાર પહેરવામાં આવે તો તે વધારે ગંભીર ઇન્ફેક્શન ઊભું કરી શકે છે. ટાઈટ જીન્સ ધોયા વિના વારંવાર પહેરવાથી સ્કીનને નુકસાન થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે