Tea Making Mistake: એવા અનેક લોકો હશે જેમના દિવસની શરૂઆત ચા થી થાય છે. ઘણા લોકો તો સવારથી રાત સુધીમાં અનેક કપ ચા ના પી લેતા હોય છે. જેમાં ઓફિસમાં સૌથી વધુ ચા પીવાતી હોય છે. ચા ના શોખીનો એટલા બધા હોય છે કે કોઈ એવી જગ્યા ન હોય જ્યાં તમને ચા ન મળે.
આ પણ વાંચો: 10 મિનિટમાં બની જશે ખજૂર આમલીની ચટપટી ચટણી, ફટાફટ બનાવવી હોય ત્યારે આ રીત ટ્રાય કરજો
પરંતુ શું તમે જાણો છો કે ચા તમને બીમાર પણ કરી શકે છે ? જો ચા બનાવતી વખતે એક ભૂલ કરી દેવામાં આવે તો જા શરીર માટે ઝેર જેવી બની જાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ચા બનાવતી વખતે ઘણા લોકો એવી ભૂલ કરે છે જેના કારણે ચા નુકસાન કરવા લાગે છે. આજે તમને જણાવીએ કે ચા બનાવતી વખતે કઈ ભૂલ ન કરવી અને ચા બનાવવાની સાચી રીત કઈ છે.
આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો ચણાની દાળનું પુરણ ભરેલા પરોઠા, સવારના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન
હેલ્થ એક્સપર્ટ અનુસાર ઘણા લોકો ચા બનાવ્યા પછી તેને વારંવાર ઉકાળે છે. એકવાર બની ગયેલી ચા ને વારંવાર ઉકાળીને પીવાથી ચા ઝેર જેવી બનતી જાય છે. એક્સપર્ટ અનુસાર જ્યારે ચા ને વારંવાર ઉકાળવામાં આવે છે તો ચામાંથી ટેનિન વધારે માત્રામાં રિલીઝ થાય છે. ચા માં રહેલુ ટેનિન શરીરમાં થોડી માત્રામાં જાય તો નુકસાન કરતું નથી પરંતુ વધારે પ્રમાણમાં ટેનિન શરીરમાં જતું હોય તો તે નુકસાન કરી શકે છે.
આ પણ વાંચો: વધેલી રોટલીને સોફ્ટ રાખવી હોય તો ફોલો કરો આ ટીપ્સ, ઠંડી રોટલી પણ કડક નહીં થાય
ચા ને વારંવાર ઉકાળીને પીવાથી આ સિવાય ઘણી બધી હેલ્થ પ્રોબ્લેમ થાય છે. જેમાં લીવર અને કિડની પર ખરાબ પ્રભાવ પડવાની સાથે હાર્ટ પર પણ ખરાબ અસર થાય છે. જે લોકોને બ્લોટિંગ અને ગેસની સમસ્યા રહેતી હોય તેમના માટે પણ આવી ચા ખતરનાક સાબિત થાય છે.
આ પણ વાંચો: પનીર ટીક્કા સિવાય પનીરમાંથી ફટાફટ બની જતાં 5 અફલાતૂન સ્ટાર્ટર, ખાઈને મહેમાન ખુશ થશે
ચા બનાવવાની સાચી રીત
જો તમે ચા પીવાના શોખીન છો તો યોગ્ય રીતે ચા બનાવવાનું પણ શીખી લો. ચા બનાવવા માટે સૌથી પહેલા ચા ના વાસણમાં પાણી ઉકાળવું જોઈએ. પાણી ઉકળી જાય પછી તમને જે પણ મસાલો ઉમેરવો હોય જેમકે લવિંગ, એલચી, તજ, આદુ ઉમેરવા. પાણીમાં મસાલા ઉમેરી પાંચ મિનિટ ઉકાળો. ત્યાર પછી ઉકળતા પાણીમાં ચા પત્તી ઉમેરો. અને છેલ્લે તેમાં ગરમ દૂધ ઉમેરો. જો ચા માં ખાંડ ઉમેરવી હોય તો ગરમ દૂધ પછી ખાંડ ઉમેરી દેવી અને ચા ને એક થી બે મિનિટ ઉકાળવી. આ રીતે બનાવેલી ચા સ્વાદિષ્ટ પણ લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે