Home> LifeStyle
Advertisement
Prev
Next

ભારતમાં આવેલા આ રેલવે સ્ટેશનનું નામ છે મસ્જિદ, જાણો કેવી રીતે પડ્યું આ નામ શું છે તેનો ઈતિહાસ

A Railway Station With Strange Name: તમારા મનમાં પણ પ્રશ્ન થશે કે રેલવે સ્ટેશનને મસ્જિદ નામ શું કામ આપવામાં આવ્યું ? તો ચાલો તમને જણાવીએ કે આ રેલ્વે સ્ટેશન નું નામ મસ્જિદ બંદર શા માટે પડ્યું..

ભારતમાં આવેલા આ રેલવે સ્ટેશનનું નામ છે મસ્જિદ, જાણો કેવી રીતે પડ્યું આ નામ શું છે તેનો ઈતિહાસ

A Railway Station With Strange Name: ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જેના નામ ખૂબ જ વિચિત્ર લાગે છે. આવી જ રીતે એક રેલવે સ્ટેશન પણ છે જેનું નામ ખૂબ જ અનોખું છે. આ રેલ્વે સ્ટેશન મુંબઈમાં આવેલું છે અને તેનું નામ સાંભળીને તમને પણ નવાઈ લાગશે. મુંબઈમાં આવેલા આ રેલવે સ્ટેશનનું નામ મસ્જિદ બંદર રેલવે સ્ટેશન છે. આ નામ સાંભળીને તમારા મનમાં પણ પ્રશ્ન થશે કે રેલવે સ્ટેશનને મસ્જિદ નામ શું કામ આપવામાં આવ્યું ? તો ચાલો તમને જણાવીએ કે આ રેલ્વે સ્ટેશન નું નામ મસ્જિદ બંદર શા માટે પડ્યું.

fallbacks

આ પણ વાંચો:

ઘરમાં વધ્યો હોય માખીનો આતંક તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, પછી એક પણ માખી નહીં જોવા મળે

બસ અડધું લીંબુ કરશે જાદુ જેવું કામ, ઘરમાં નહીં ફરકે એક પણ મચ્છર

ગરમી વધતાં ઘરમાં વધી જાય છે ગરોળીની સંખ્યા, ઘરમાંથી ગરોળી ભગાડવા કરો આ સરળ કામ

આ રેલવે સ્ટેશન 1877 માં શરૂ થયું હતું જે માંડવી સેકશન નું સ્ટેશન છે. આ રેલવે સ્ટેશન પાસે જ મસ્જિદ બંદર નામનો પુલ છે. આ સિવાય રેલવે સ્ટેશન નું નામ મસ્જિદ બંદર છે તે માટે પણ એક કારણ જવાબદાર છે. આ રેલવે સ્ટેશન એક મસ્જિદ સાથે જોડાયેલું છે અને આ મુસ્લિમ વિસ્તાર છે તેથી તેનું નામ મસ્જિદ બંદર રાખવામાં આવ્યું. મસ્જિદ બંદર દક્ષિણ મુંબઈ વિસ્તારનું રેલ્વે સ્ટેશન છે. અહીં બંદર શબ્દનો ઉપયોગ બંદરગાહ તરીકે કરવામાં આવ્યો છે આ સ્ટેશન પર ચાર પ્લેટફોર્મ છે અને આસપાસ ઘણી બધી બજાર છે જ્યાં ઘણી ભીડ રહે છે. આ સ્ટેશનની પૂર્વ દિશામાં આયર્ન માર્કેટ અને પશ્ચિમમાં હીરા વેપારીનું બજાર આવેલું છે. 

આ રેલ્વે સ્ટેશન છત્રપતિ શિવાજી ટર્મિનસથી નજીક છે તેથી બધી જ ટ્રેન મસ્જિદ બંદર થઈને જાય છે. અહીં નજીક જ ડ્રાયફ્રુટ નું પણ હોલસેલ માર્કેટ છે. અહીંથી થોડા આગળ જવાથી મુમ્બાદેવી નામનું પ્રાચીન મંદિર પણ આવે છે. આ મંદિરને મુંબઈની ઓળખ કહેવામાં આવે છે. 

જોકે મુંબઈનું આ રેલ્વે સ્ટેશન જ નહીં પરંતુ અન્ય એવા રેલવે સ્ટેશન પણ છે જેના નામ ખૂબ વિચિત્ર છે. જેમ કે રાજસ્થાનના જોધપુરમાં બાપ નામનું રેલવે સ્ટેશન છે, પશ્ચિમ બંગાળમાં એક એવું રેલવે સ્ટેશન છે જેનું નામ બેનામ રેલવે સ્ટેશન છે. આ સિવાય અમૃતસર માં આવેલા અટારી સ્ટેશન પર જવા માટે વિઝા કઢાવવો પડે છે કારણ કે તે ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More