Home> LifeStyle
Advertisement
Prev
Next

દવાઓનો ખર્ચ બચાવશે આ 5 ફૂડ્સ, ડાયાબિટીસ-બીપીને એક ઝાટકે લાવશે કંટ્રોલમાં! વજન પણ ઘટશે

આજકાલ ખરાબ ખાનપાન અને જીવનશૈલીના કારણે મોટી સંખ્યામાં લોકો સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈ બીપીનો શિકાર બની રહ્યા છે. અમે તમને એવા 5 ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને તમારા ડાયટમાં સામેલ કરીને આ બીમારીઓને કંટ્રોલ કરી શકો છો.

દવાઓનો ખર્ચ બચાવશે આ 5 ફૂડ્સ, ડાયાબિટીસ-બીપીને એક ઝાટકે લાવશે કંટ્રોલમાં! વજન પણ ઘટશે

ડાયાબિટીસ, ભારે વજન અને હાર્ટ હેલ્થ, ત્રણેય એકબીજા સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા છે. ઘણા સંશોધનો અનુસાર, સ્થૂળતા પણ ડાયાબિટીસ પાછળનું એક કારણ હોઈ શકે છે. સ્થૂળતા તમને હાઈ બીપી અને હાઈ કોલેસ્ટ્રોલના દર્દી પણ બનાવી શકે છે અને તમને હૃદય રોગનું જોખમ વધારી શકે છે. જો કે, યોગ્ય આહાર તમને આ રોગોથી બચાવી શકે છે. અમે તમને એવા 5 ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનું સેવન આ બીમારીઓ સામે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

fallbacks

લખી રાખજો!! હવે પછી ગુજરાતમાં ક્યાં અને ક્યારે પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

પાલક
પાલક તમારા ડાઈટનો એક ભાગ હોવો જોઈએ. તેમાં વિટામીન E, C અને Kની સાથે તેમાં આયર્ન, કેલ્શિયમ અને એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે, જે શરીરને પૂરતી રોગપ્રતિકારક શક્તિ આપે છે. આ લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલો ફાઈબર અને પાણી તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમજ તેમાં જોવા મળતું નાઈટ્રેટ નામનું કમ્પાઉન્ડ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હાઈ બીપીને કંટ્રોલમાં રાખવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટી જાય છે. તેમજ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછા હોવાને કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પાલકનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

બદામ
બદામમાં સારી માત્રામાં મેગ્નેશિયમ જોવા મળે છે, જેના કારણે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. એવામાં, હૃદય સંબંધિત રોગોનું જોખમ ઓછું થાય છે. તેમાં ફાઈબરની સારી સામગ્રી હોવાને કારણે વજન ઘટાડવા અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

Rajyog: બુધ, શુક્ર, શનિ આવશે આમને-સામને, 3 રાશિવાળાઓ માટે ખુલી જશે કુબેરનો ખજાનો

લીલા મગની દાળ
તમારા ડાઈટમાં લીલા મગની દાળને પણ સમાવેશ કરવો જોઈએ. તે બોડીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરશે. તેનાથી હૃદયની બીમારીઓથી બચી શકાશે. ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સને કારણે તેનું સેવન શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે. સાથે જ તેમાં રહેલો ફાઈબર તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ઓટ્સ
ઓટ્સમાં મેંગેનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કોપર, આયર્ન અને ઝિંક મળી આવે છે. તેમાં બીટા-ગ્લુકેન નામનું સોલ્યૂબલ ફાયબર હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ અને શુગર લેવલને ઘટાડે છે. તેનું સેવન કરવાથી તમને ઘણી એનર્જી મળશે અને તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે.

વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ ધસી પડ્યો! ગુજરાતમાં ભ્રષ્ટાચાર કઈ હદે થાય છે તેનો પુરાવો

રાગી
રાગી મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સનો એક સારો સ્ત્રોત છે, રાગી ટ્રાઈગ્લિસરાઈડ્સ, એલડીએલ કોલેસ્ટ્રોલ અને હાઈ બીપી ઘટાડે છે. રાગીમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે જે ડાયાબિટીસ અને હૃદય રોગથી પીડિત લોકો માટે ફાયદાકારક છે. તેમાં રહેલું ફાઈબર વજન ઘટાડવામાં મદદરૂપ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More