ઝી બ્યૂરો, અમદાવાદઃ વેલેન્ટાઈન્સ વીક શરૂ થઈ ગયું છે અને પ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમા પર છે. આ વીકનો બીજો દિવસ એટલે પ્રપોઝ-ડે. આ દિવસે તમે તમારા મનની વાત તમારા સાથી કે તમે જેને ચાહો છો તે વ્યક્તિને સરળતાથી કહી શકો છો. જો તમે ઈચ્છો છો કે, આ પળ તમારા માટે યાદગાર બની જાય અને તમારો પાર્ટનર પ્રસન્ન થાય તો તમારો પ્રેમ પ્રસ્તાવ સામાન્યથી થોડો હટીને હોવો જોઈએ. તો ચાલો અમે તમને જણાવીએ પ્રપોઝ કરવાના રોચક રસ્તાઓ.
પસંદગીનું ભોજન બનાવીને
કહેવાય છે કે દિલ સુધીનો રસ્તો પેટથી થઈને જાય છે. બસ તો આ ટ્રિક તમે પણ અજમાવી શકો છો. એમાં પણ તો છોકરો પોતાની પ્રેમિકા માટે રસોઈ બનાવે, તો તો પ્રેમિકાનું ખુશ થવાનું નક્કી છે. ભોજન સાથે એક પ્રેમભરી ચિઠ્ઠી રાખી દો એટલે થઈ ગયું તમારું કામ.
ચિઠ્ઠી લખીને
વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના જમાનામાં ચિઠ્ઠી લખવી રોમેન્ટિક જેસ્ચર છે. જો તમે જેને પસંદ કરો છો, એ વ્યક્તિ સાદગીથી ભરપૂર છે અને વધુ ચમક-દમક પસંદ નથી કરતા તેને ચિઠ્ઠી લખીને તમે તમારી લાગણી પહોંચાડી શકો છો.
આર્ટ અને ક્રાફ્ટ
તમે જાતે જ તમારા પાર્ટનર માટે કાર્ડ કે ગિફ્ટ બનાવીને તેને ખુશ કરી શકો છો. તમારે તમારા હાથેથી કાંઈ બનાવીને અથવા તો શીટ્સ પર અલગ-અલગ રંગોથી લખીને તમારા પ્રેમનો ઈઝહાર કરી શકો છો. તમે એક સીક્રેટ બોક્સ બનાવી શકો છો અથવા તો ઘણા બધા પ્લેકાર્ડ્સનો ઉપયોગ કરી શકો છો.
મશહૂર જગ્યાએ જઈને કરો પ્રપોઝ
જે વેલેન્ટાઈન્સ વીક પર તમે બહાર ફરવા ન જઈ શકતા હો તો, શહેરની કોઈ જાણીતી જગ્યાએ લઈ જાઓ. કોઈ કિલ્લો હોય, દરિયા કિનારો હોય કે પછી મહેલ હોય. એક વાત ધ્યાનમાં રાખજો કે એ જગ્યાએ તમારા પાર્ટનરની પસંદગીની હોય. આવી ખાસ જગ્યા પર પ્રપોઝ કરવાનો ચાર્મ જ અલગ છે.
ફોટો આલ્બમના માધ્યમથી કરો પ્રપોઝ
તસવીરો યાદોને કેદ કરવાનું સૌથી સુંદર માધ્યમ છે. તસવીરોથી તમે તમારી લાગણીઓ પાર્ટનર સુધી પહોંચાડી શકો છો. તમારી યાદગાર તસવીરો ભેગી કરો અને એને એવા ક્રમમાં ગોઠવો જેથી તમારા પાર્ટનરને એ સમય યાદ આવે અને તમારા પ્રપોઝલને હા પાડી દે. પ્રપોઝ ડે તમારા પ્રિય પાત્ર, જીવનસાથી કે પ્રેમીને એ યાદ અપાવવાનો અવસર છે કે, તમે એમને કેટલું ચાહો છે. તમારા જીવનમાં એ કેટલું મહત્વનું સ્થાન ધરાવે છે. એટલે જ આ દિવસને રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કરીને ખાસ બનાવો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે