Home> LifeStyle
Advertisement
Prev
Next

કિશોરાવસ્થામાં આ ભૂલોને કારણે આવે છે સફેદ વાળ; શું છે તેનો ઉપાય?

આજના સમયમાં અયોગ્ય આહાર, કૅમિકલ ધરાવતી ચીજવસ્તુઓના ઉપયોગને કારણે નાની ઉંમરે જ સફેદ વાળ આવી જાય તેવા કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. મૂળભૂત કાળજીઓ રાખીને આ સમસ્યાનું સમાધાન પણ લાવી શકાય છે. 

કિશોરાવસ્થામાં આ ભૂલોને કારણે આવે છે સફેદ વાળ; શું છે તેનો ઉપાય?

white hair issue: આજકાલ ઘણા કિશોર અને યુવાનોમાં એક સામાન્ય સમસ્યા જોવા મળે છે અને તે છે માથામાં સફેદ વાળ થવાની તકલીફ. કિશોરાવસ્થાથી જ સફેદ વાળ દેખાવવાથી તે સુંદરતા પર તો નકારાત્મક પ્રભાવ પડે જ છે અને સાથે આત્મવિશ્વાસ પણ ઘટે છે. અહીં તેની પાછળના સામાન્ય કારણો દર્શાવવામાં આવ્યા છે જેથી તમે આ વધતી સમસ્યાને અટકાવી શકો. આપેલ મુદ્દાઓને સમજી તમે વાળોની વધુ સારી રીતે સંભાળ રાખી શકશો. 

fallbacks

નાની વયે સફેદ વાળ આવવાના સામાન્ય કારણો

અસ્વસ્થ આહાર
વાળોને સ્વસ્થ રાખવા માટે પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો જરુરી છે. જો અસ્વસ્થ ખોરાક લેવામાં આવે તો વાળ કમજોર પડે છે અને સફેદ થવાની સંભાવના પણ વધે છે. જેથી લીલા શાકભાજી, ફળો, નટ્સ, પ્રોટીનયુક્ત ખાદ્યપદાર્થોનું સેવન વધારવું. સાથોસાથ પાણીની માત્રા પણ વધુ રાખવી. તેનાથી પણ વાળોને પોષણ મળતું રહે છે. 

તણાવ અને માનસિક દબાવ
તણાવ અને માનસિક દબાવ કિશોરાવસ્થાના સ્વાસ્થ્યમાં અગત્યની ભૂમિકા ભજવે છે. ભણતર, પરીક્ષા, સામાજિક દબાણને કારણે કિશોર હંમેશા ચિંતામા રહે છે. જે આરોગ્યની સાથે-સાથે વાળ પર પણ ખરાબ અસર કરે છે. તેનાથી બચવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય નિયમિત યોગ અને ધ્યાનનો છે. આ ઉપરાંત પૂરતો આરામ કરવો અને કાર્ય સિવાયની મનગમતી પ્રવૃત્તિઓ પણ ચાલુ રાખવી. 

કૅમિકલ ઉત્પાદકોનો ઉપયોગ ઘટાડવો
આજકાલ બજારમાં કેટલાય પ્રકારની વાળને લગતી અલગ-અલગ પ્રકારની સામગ્રીઓ મળે છે જેમાં માત્ર રાસાયણિક તત્વોનો જ ઉપયોગ થતો હોય છે. આવાં પદાર્થો વાળને ખૂબ જ નુકસાન કરે છે. તેના વપરાશ દરમિયાન ખૂબ જ સતર્ક રહેવું અને પ્રાકૃતિક ઉત્પાદકોનો વિકલ્પ પસંદ કરવો. જેમકે ઘર પર બનાવેલ હૅયર માસ્ક, તેલ વગેરેનો ઉપયોગ કરવો. તેનાથી વાળની ચમક પણ વધે છે. આ ઉપરાંત વાળની સમયસર સફાઈ કરવી.  

સૂરજના હાનિકારક કિરણોની અસર
સૂરજના સીધાં કિરણો વાળને નુકસાન કરી શકે છે. ખાસ કરીને જ્યારે તમે લાંબો સમય તડકામાં રહો છો ત્યારે વાળ નબળા પડી શકે છે. જો બપોરના સમયે બહાર નીકળવાનું થાય તો માથાને અવશ્ય ઢાંકવુ અથવા છત્રી સાથે રાખવી. ટૂંકમાં, માથા પર સીધા સૂર્યના કિરણો ન આવવા દેવા. તેનાથી બચવા માટેના મળતા રક્ષણાત્મક ઓઈલ કે શૅમ્પૂનો વપરાશ કરવો.

આ પ્રકારના સરળ ઉપાયોથી નાની વયના લોકો સફેદ વાળોની સમસ્ચાને ટાળી શકે છે, દેશી તથા પ્રાકૃતિક ઉપચારથી વાળને વધુ મજબૂત બનાવી શકે છે. જો સમસ્યા વધુ ગંભીર હોય તો તાત્કાલિકપણે તબીબી સારવાર લેવી જરુરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More