Home> LifeStyle
Advertisement
Prev
Next

ખરતાં વાળની ચિંતાને દુર કરશે આ ઘરગથ્થુ ઉપાય, 7 દિવસમાં જોવા મળશે અસર

Hair Care Tips:  આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તમે ખરતા વાળને અટકાવી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી વાળ પર કોઈ આડઅસર પણ નહીં થાય અને તેની અસર પણ તમને થોડા જ દિવસોમાં જોવા મળશે. 

ખરતાં વાળની ચિંતાને દુર કરશે આ ઘરગથ્થુ ઉપાય, 7 દિવસમાં જોવા મળશે અસર

Hair Care Tips: ખરતા વાળની સમસ્યા હવે એક સામાન્ય ફરિયાદ બની ગઈ છે. લગભગ દરેક વ્યક્તિ પાસેથી આ વાત સાંભળવા મળે કે વાળ ખૂબ જ ખરે છે. ખરતા વાળને અટકાવવા માટે ઘણી વખત લોકો બજારમાં મળતા મોંઘા પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આ પ્રકારના પ્રોડક્ટમાં કેમિકલનું પ્રમાણ વધારે હોય છે જે લાંબા સમય પછી વાળને ખરાબ કરે છે. આવી સ્થિતિમાં આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તમે ખરતા વાળને અટકાવી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી વાળ પર કોઈ આડઅસર પણ નહીં થાય અને તેની અસર પણ તમને થોડા જ દિવસોમાં જોવા મળશે. 

fallbacks

આ પણ વાંચો:

કપડા પર પડી ગઈ ચા ? ચિંતા ન કરો આ ટીપ્સની મદદથી 10 મિનિટમાં દુર કરો ચાના જીદ્દી ડાઘ

તમે શુદ્ધ દૂધ પીવો છો કે સિન્થેટીક? માન્યતા પ્રાપ્ત ઉપાય વડે ચકાસો દૂધની શુદ્ધતા

વાળને સફેદ થતાં અટકાવવા હોય તો લીમડો અને નાળિયેર છે બેસ્ટ, આ રીતે કરવો ઉપયોગ

ચોખાનું પાણી

ઘણા લોકો ચોખા પલાળેલું પાણી ફેંકી દેતા હોય છે. જો તમે પણ આવું કરતા હોય તો આજ પછી આદત બદલી દેજો કારણ કે આ પાણી વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પાણીની મદદથી વાળ સાફ કરવાથી ખરતા વાળની તકલીફ દૂર થવા લાગે છે.

નાળિયેર તેલ

વાળની શેમ્પુ કર્યા પછી કુદરતી રીતે કોરા થવા દો. ત્યાર પછી નાળિયેર તેલ થી વાળના મૂળમાં મસાજ કરો. નાળિયેર તેલ વાળ માટે બેસ્ટ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને વાળ શાઈની પણ બને છે.

લીમડો

લીમડો પણ વાળને ખરતા અટકાવે છે. તેનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા થોડા જ દિવસોમાં દૂર થઈ જશે. તેના માટે એક વાટકીમાં લીમડાનું પાવડર લેવો અને તેમાં પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળના મૂડમાં લગાડો અને 40 મિનિટ પછી વાળને શેમ્પુ કરી લો. આ ઉપાય કરવાથી થોડા જ દિવસોમાં ખરતા વાળ બંધ થઈ જશે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More