Home> LifeStyle
Advertisement
Prev
Next

Broccoli: બ્રોકલી અને ફ્લાવરને આ રીતે કરવા સાફ, અંદર કીડા છુપાયેલા હશે તો ટપોટપ નીકળવા લાગશે બહાર

How to Clean Broccoli: બ્રોકલી જેવા શાકને ભોજનમાં ઉપયોગ લેતા પહેલા વ્યવસ્થિત રીતે સાફ કરવા જરૂરી છે. આજે તમને આ શાકને સાફ કરવાની સૌથી સરળ રીત જણાવીએ. જો આ રીતે તમે બ્રોકલી અને ફ્લાવરને સાફ કરશો તો અંદર છુપાયેલા કીડા જાતે જ બહાર નીકળવા લાગશે. 

Broccoli: બ્રોકલી અને ફ્લાવરને આ રીતે કરવા સાફ, અંદર કીડા છુપાયેલા હશે તો ટપોટપ નીકળવા લાગશે બહાર

How to Clean Broccoli: બ્રોકલી અને ફ્લાવર એવા શાકભાજી છે જેની બનાવટ એવી હોય છે કે તેને ખૂબ કાળજીપૂર્વક સાફ કરવા પડે છે. કારણ કે આ શાકભાજીમાં અંદર કીડા છુપાયેલા હોય શકે છે. આ બંને શાકની વચ્ચે ઝીણા ઝીણા ફૂલ હોય છે જેમાં કીડા છુપાઈ જાય છે. સામાન્ય શાકની જેમ જો તેને સાફ કરવામાં આવે તો શક્ય છે કે બધા કીડા બહાર ન પણ આવે. તેથી જ ફ્લાવર અને બ્રોકલી જેવા શાકને ભોજનમાં ઉપયોગ લેતા પહેલા વ્યવસ્થિત રીતે સાફ કરવા જરૂરી છે. આજે તમને આ શાકને સાફ કરવાની સૌથી સરળ રીત જણાવીએ. જો આ રીતે તમે બ્રોકલી અને ફ્લાવરને સાફ કરશો તો અંદર છુપાયેલા કીડા જાતે જ બહાર નીકળવા લાગશે. 

fallbacks

આ પણ વાંચો: શરીરની આ 5 જગ્યાએ સતત ખંજવાળ આવવી ગંભીર બીમારીઓનું લક્ષણ, ઈગ્નોર કરવાની ભુલ ન કરવી

બ્રોકલી સાફ કરવાની સૌથી સરળ રીત 

બ્રોકલી સાફ કરવાની સૌથી સરળ રીત છે તેને ઠંડા પાણીમાં ધોવી. બ્રોકલી અને ફ્લાવરને ફૂલ નીચે રહે તે રીતે પકડો અને પછી ઠંડા પાણીથી તેને સાફ કરો. ત્યાર પછી તેના નાના નાના કુલ અલગ કરો અને પેપર ટાવલથી સાફ કરો. 

આ પણ વાંચો: Garlic: જાણો ચાઈનીઝ અને દેશી લસણ વચ્ચે કેવા હોય તફાવત ? ચાઈનીઝ લસણ ન ખાતા ક્યારેય

વિનેગરનું પાણી 

બ્રોકલી અને ફ્લાવરને વિનેગરના પાણીથી સાફ કરવાથી પણ બેસ્ટ રીઝલ્ટ મળે છે. તેના માટે બ્રોકલી અને ફ્લાવરના નાના નાના ફૂલને અલગ કરો. ત્યાર પછી એક મોટા બાઉલમાં ઠંડુ પાણી ભરો અને તેમાં ચારથી પાંચ ચમચી વિનેગર ઉમેરો. હવે આ મિશ્રણમાં બ્રોકલી અને ફ્લાવરના ફૂલને પલાળી દો. પાંચ મિનિટ પછી એક એક ફ્લાવરને બહાર કાઢી નેપકીન પર સુકાવા રાખો. 

આ પણ વાંચો: શુદ્ધ સમજીને જે ગોળ ખાવ છો તે નકલી પણ હોય, ખાતા પહેલા ગોળ અસલી છે કે નહીં ચેક કરો

બેકિંગ સોડા

જો તમારી પાસે વિનેગર ન હોય તો તમે પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને પણ શાકને સાફ કરી શકો છો. આ રીતે બ્રોકલી કે ફ્લાવર સાફ કરશો તો અંદર છુપાયેલા કીડા પાણીમાં જ બહાર નીકળી જશે અને તમે ચિંતા મુક્ત થઈને શાકનો ઉપયોગ કરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More