Home> LifeStyle
Advertisement
Prev
Next

આ છે ભારતનું સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ, એક રેલ્વે સ્ટેશન જે બે રાજ્યો વચ્ચે છે અડધું અડધું...

Indian Railway facts: ટ્રેન સંબંધિત ઘણી બાબતો હોય છે જેના વિશે આપણા મનમાં પ્રશ્નો આવે છે. પરંતુ આપણે તેને અવગણીએ છીએ. આજે તમને ભારતીય રેલ્વે વિશે આવા જ કેટલાક રસપ્રદ તથ્ય વિશે જણાવીએ.

આ છે ભારતનું સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ, એક રેલ્વે સ્ટેશન જે બે રાજ્યો વચ્ચે છે અડધું અડધું...

Indian Railway facts: તમે પણ કોઈને કોઈ સમયે ભારતીય રેલ્વેની ટ્રેનમાં મુસાફરી કરી હશે. ટ્રેન સંબંધિત ઘણી બાબતો હોય છે જેના વિશે આપણા મનમાં પ્રશ્નો આવે છે. પરંતુ આપણે તેને અવગણીએ છીએ. આજે તમને ભારતીય રેલ્વે વિશે આવા જ કેટલાક રસપ્રદ તથ્ય વિશે જણાવીએ.

fallbacks

આ પણ વાંચો:

પ્લાસ્ટિકના સ્ટુલમાં શા માટે વચ્ચે રાખવામાં આવે છે કાણું? જાણો કારણ

શું તમને ખબર છે ટ્રેન ના નામ કોણ રાખે છે અને કેવી રીતે રાખવામાં આવે છે ?
 

દેશનું પ્રથમ રેલ્વે સ્ટેશન
શું તમે જાણો છો કે દેશના પ્રથમ રેલ્વે સ્ટેશનનું નિર્માણ ક્યારે થયું હતું?  ભારતનું પ્રથમ રેલ્વે સ્ટેશન મુંબઈમાં બોરીબંદરમાં બન્યું હતું. જે Great Indian Peninsular Railway દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેશનને 1888 માં "વિક્ટોરિયા ટર્મિનસ" તરીકે ફરીથી બનાવવામાં આવ્યું હતું.
 
દેશનું સૌથી લાંબુ પ્લેટફોર્મ 
શું તમે ક્યારેય વિચાર્યું છે કે દેશનું સૌથી લાંબુ પ્લેટફોર્મ ક્યાં છે? ભારતનું સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં છે. આ પ્લેટફોર્મની લંબાઈ 1,366 મીટર છે. બીજા નંબરે પશ્ચિમ બંગાળના ખડગપુર રેલ્વે સ્ટેશનનું પ્લેટફોર્મ છે. જેની લંબાઈ 1,072 મીટર છે.

ટ્રેનનો સૌથી લાંબો રૂટ 
શું તમે જાણો છો કે ભારતની કઈ ટ્રેન સૌથી લાંબો રૂટ કવર કરે છે? આ ટ્રેનનું નામ ‘વિવેક એક્સપ્રેસ’ છે. આ ટ્રેન ડિબ્રુગઢથી કન્યાકુમારી જાય છે અને તે લગભગ 4,286 કિલોમીટરનું અંતર કવર કરે છે. આ સફરમાં કુલ 82 કલાક 30 મિનિટનો સમય લાગે છે.

આ પણ વાંચો:

હોળી પર જો કન્ફર્મ ટિકીટ ન મળે તો આ વિકલ્પનો ઉપયોગ કરો, ટિકિટ થઈ જશે તુરંત Confirm

લાલ અને બ્લુ રંગના શા માટે હોય છે ટ્રેનના ડબ્બા? બંને ડબ્બા વચ્ચે હોય છે મોટો તફાવત

દેશની પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન
શું તમે જાણો છો કે દેશમાં પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન ક્યારે દોડી? 3 ફેબ્રુઆરી 1925ના રોજ ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન મુંબઈના વિક્ટોરિયા ટર્મિનસથી કુર્લા હાર્બર સુધી દોડાવવામાં આવી હતી.

સૌથી લાંબુ રેલ્વે સ્ટેશન
હવે વાત કરીએ સૌથી લાંબા રેલ્વે સ્ટેશન વિશે જે ભારતના બે રાજ્યોમાં વહેંચાયેલું છે. આ રેલ્વે સ્ટેશન નવાપુરનું છે. આ રેલવે સ્ટેશન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવે છે. તે એટલું લાંબુ છે કે તે બંને રાજ્યોમાં અડધા અડધા ભાગમાં વહેંચાયેલું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More