ઓડિશાના ભદ્રક જિલ્લાના 26 વર્ષના શુભાશીષ પાઢીએ પોતાના વધેલા વજનને જે રીતે ઉતાર્યું છે તે કોઈ પ્રેરણાથી જરાય કમ નથી. એક સમયે 100 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા શુભાશીષે ફક્ત 6 મહિનામાં 34 કિલો વજન ઉતારીને એક મિસાલ કાયમ કરી છે. હવે તેનું વજન 71 કિલોગ્રામ છે. શુભાશીષનું કહેવું છે કે વજન ઓછું કરવું એ શરીરનો કોઈ ખેલ નહીં પરંતુ એક માઈન્ડ ગેમ છે.
શુભાશીષનું માનવું છે કે વજન ઘટાડવાની પ્રક્રિયામાં ધૈર્ય અને યોગ્ય માનસિકતા ધરાવવી ખુબ જરૂરી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં કહ્યું કે એક સમય એવો પણ હતો જ્યારે હું વધુ ખાઈ લેતો હતો કે જીમ જઈ શકતો નહતો. પરંતુ મે હાર માની નહીં. જો તમે ટ્રેક બહાર થઈ જાઓ તો પોતાને દોષ આપવાની જગ્યાએ પાછા યોગ્ય રસ્તે ફરો.
કેવી રીતે ઘટાડ્યું 34 કિલોગ્રામ વજન?
શુભાશીષે પોતાની લાઈફસ્ટાઈલમાં કેટલાક જરૂરી ફેરફાર રક્યા, જેના કારણે તેને આ સફળતા મળી.
- કેલરી પર કંટ્રોલ: તેણે પોતાની રોજના કેલેરી વપરાશને 1600-1800 વચ્ચે રાખ્યો. ગળ્યા પીણા, અને સોડાથી સંપૂર્ણ અંતર જાળવ્યું. ફક્ત પાણી અને ઝીરો કોકનું સેવન કર્યું.
- ડાયેટમાં ફેરફાર: કાર્બોહાઈડ્રેટની જગ્યાએ ફળો અને શાકભાજીને અપનાવ્યા. પ્રોટીન ઈનટેક વધાર્યું અને દારૂથી અંતર જાળવ્યું.
- કસરતનું રૂટીન: અઠવાડિયામાં 4-5 વખત વેઈટ ટ્રેનિંગ કરી, જેમાં 'પુશ-પુલ-લેગ્સ' સ્લિપ્ટ વર્કઆઉટ સામેલ હતા. આ સાથે જ રોજના 12,000 પગલાં ચાલવાનું એ તેના કાર્ડિયો રૂટિનનો ભાગ હતો.
- ઊંઘનું મહત્વ: શુભાશીષે રોજ 7-8 કલાકની ઊંઘને પોતાની પ્રાયોરિટીમાં રાખી.
શુભાશીષનો ડાયેટ પ્લાન
સવારે- લેમન વોટરથી શરૂઆત, પછી બ્રેડ આમલેટ, 4 ઈડલી સાંભાર, પનીર ડોસા, ઓટ્સ પુડિંગ, કે કેળા પ્રોટીન શેક.
લંચ- એક વાટકા ભાત સાથે દાળ, પનીર ભૂરજી, ગ્રિલ્ડ ચિકન કે ફિશ અને સલાડ.
સાંજનો નાસ્તો- શેકેલા મખાના, 4 બાફેલા એગ વ્હાઈટ્સ, સ્પ્રાઉટ્સ ચાટ, બ્રેડ વિથ પીનટ બટર કે સત્તુ શેક
ડિનર- પનીર સેન્ડવીચ, રોટલી-દાળ, ચિકન સલાડ કે સોયા ચંક્સ, અને શાક. સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવું એ તેમની આદતમાં સામેલ હતા.
શું શું નથી ખાધુ
શુભાશીષે ડીપ ફ્રાઈડ અને હાઈ કેલેરી ફૂડ જેમ કે વડા વગેરેથી સંપૂર્ણ રીતે અંતર જાળવ્યું. દરેક ભોજન પછી 10-15 મિનિટના વોકે તેની પાચનક્રિયા અને વજન ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે