How To Control Mind: કોઈપણ સ્થિતિમાં મગજ પર કંટ્રોલ કરવો જરૂરી છે. આમ તો મગજને શાંત રહેવાની ટ્રેનિંગ આપવી મુશ્કેલ છે પરંતુ આ કામ અશક્ય નથી. જ્યારે ધાર્યું હોય તેના કરતાં સાવ વિચિત્ર પરિસ્થિતિ સામે આવી જાય ત્યારે મગજ પર કાબુ રાખી નિર્ણય લેવો જોઈએ.
આ પણ વાંચો: Travel: છોકરાઓને બેંગકોક જવું શા માટે ગમે છે ? કારણ જાણીને દંગ રહી જશો
આજે તમને એવી આદત વિશે જણાવીએ જેને અપનાવી લેશો તો તમે કોઈપણ પરિસ્થિતિનો સામનો આસાનીથી કરી શકશો. વિચારવાની આ આદત કેળવી લીધી તો કોઈપણ સ્થિતિમાં તમે શાંત રહેશો અને યોગ્ય નિર્ણય લઈ સફળ થઈ શકશો.
આ પણ વાંચો: કોરિયન ગ્લાસ સ્કિનનું સીક્રેટ, ફરમેન્ટ કરેલા ચોખાનો બનાવો ફેસપેક, વધશે ત્વચાની રંગત
તુરંત રિએક્ટ ન કરો
જ્યારે પણ કોઈ તમને પ્રોવોક કરે કે નીચું દેખાડવાની ટ્રાય કરે તો તુરંત રિએક્ટ કરી તેને જવાબ આપી દેવો તેમાં સમજદારી નથી. આ સમયે ગુસ્સા પર કાબુ રાખો, થોડા શાંત થયા પછી સમજીવિચારીને રિએક્ટ કરો.
આ પણ વાંચો: આ રાયતું બનાવશો તો થેપલા-પરોઠા સાથે શાક નહીં બનાવવું પડે, સ્વાદ પણ દાઢે વળગી જાય એવો
ધીરજ રાખો
જ્યારે સ્થિતિ ગંભીર હોય, સ્ટ્રેસફુલ હોય ત્યારે ગભરાઈ જવાને બદલે ધીરજથી કામ લો. સૌથી પહેલા તો મનમાં ચાલતી ગભરામણને શાંત કરવા માટે ઊંડા શ્વાસ લો. ત્યારબાદ શક્ત હોય તો તે સમયે રીએક્શન આપવાનું જ ટાળો. જરૂરી નથી કે દરેક વાતનો જવાબ દેવામાં આવે.
આ પણ વાંચો: મોટાભાગના લોકો ફ્રીજમાં દૂધ રાખવામાં કરે છે ભુલ, જાણો ફ્રીજની કઈ જગ્યા દૂધ માટે છે
પરિસ્થિતિ નહીં મગજ પર કાબુ કરો
તમે કેટલા પણ હાથ પગ મારશો જીવનની પરિસ્થિતિ તમારા કંટ્રોલમાં નહીં આવે. હા તમે તમારા મગજ પર કંટ્રોલ કરી શકો છો. મેન્ટલી સ્ટ્રોંગ બનતા શીખો. કોઈપણ ખરાબ સ્થિતિ આવે તેનો સામનો કરો તેનાથી તમને પ્રોબ્લેમનું સોલ્યુસન મળી જશે.
આ પણ વાંચો: ડુંગળીના રસ સાથે આ વસ્તુ ત્યાં લગાડો જ્યાંથી વાળ ખરી ગયા હોય, કાળા વાળ ઉગવા લાગશે
નેગેટિવ વિચારોને રોકો
મનમાં જ્યારે નેગેટિવ વિચારો શરુ થાય કે તુરંત જ પોતાની સાથે વાત કરો કે જે તમે વિચારો છો તે સાચું છે કે મનનો ભ્રમ, પોતાના મનમાં આવતા વિચારોને લખો. આમ કરવાથી મગજ વધારે ક્લિયર થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે