ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના મહામારીમાં લોકો ઘરમાં લૉક હતા ત્યારે એક બાળકીએ રસોઈ બનાવવા માટે વિશ્વવિક્રમ રચી દીધો. તમિલનાડુની રહેવાસી એસ.એન.લક્ષ્મી સાઈ શ્રીએ 15 ડિસેમ્બર 2020ના દિવસે પોતાનું નામ UNICO Book of World Recordsમાં નોંધાવ્યું છે. લક્ષ્મી સાઈએ 58 મિનિટમાં રસોઈની 46 ડીશ બનાવીને પોતાનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે.
લક્ષ્મીએ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તે રસોઈ બનાવતાં પોતાની માતા પાસેથી શીખી છે. UNICO Book of World Recordsમાં તેણે પૂરી, રોટલી, પનીર ટીકા સહિતની તામિલનાડુની પરંપરાગત 46 ડિશ બનાવી. 1 કલાકથી ઓછા સમયમાં 46 ડિશ બનાવીને લક્ષ્મીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. લક્ષ્મીની માતા એન. કાલિમાગલનું કહેવું છે કે મારી લક્ષ્મીએ મેળવેલી સિદ્ધિથી હું ખૂબ જ ખુશ છું. તેના કુંકિંગ ઈન્ટરસ્ટ વિશે વાત કરતાં કહ્યું કે, લક્ષ્મીએ રસોઈ બનાવવાની શરૂઆત લૉકડાઉન વખતે કરી હતી. છેલ્લા પાંચથી છ મહિના દરમિયાન તે ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવતાં શીખી ગઈ.
Tamil Nadu: A girl entered UNICO Book Of World Records by cooking 46 dishes in 58 minutes in Chennai yesterday. SN Lakshmi Sai Sri said, "I learnt cooking from my mother. I am very happy". pic.twitter.com/AmZ60HWvYX
— ANI (@ANI) December 15, 2020
ઘરમાં લગાવો આ ખાસ પ્લાન્ટ્સ, થશે પૈસાનો વરસાદ અને ચમકી જશે કિસ્મત
તેની માતાનું કહેવું છે કે, લક્ષ્મી મોટાભાગનો સમય મારી સાથે રસોડામાં ગાળતી હતી. લક્ષ્મીએ બનાવેલી તમિલનાડુની વિવિધ પરંપરાગત રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જ્યારે પતિ સાથે લક્ષ્મીના ભોજન બનાવવાના ઈન્ટરેસ્ટ વિશે વાત કરી ત્યારે તેમણે લક્ષ્મીનો ઉત્સાહ વધારવા માટે તેનું નામ UNICO Book of World Recordsમાં નોંધાવવાનું સૂચન કર્યુ હતું. યૂનેસ્કોમાં વર્લ્ડ રેકોર્ડમાં લક્ષ્મીનું નામ નોંધાવવા માટે જ્યારે તેના પિતા રિસર્ચ કરતા હતા. એ સમયે ખબર પડી કે કેરળની 10 વર્ષની છોકરી સાન્વીએ 1 કલાકમાં 30 વાનગીઓ બનાવી છે. બસ ત્યારથી મન બનાવી લીધું હતું કે તેમની પુત્રી સાન્વીનો રેકોર્ડ બ્રેક કરે. સાન્વી પ્રજિત કે જેણે પોતાનું નામ લક્ષ્મી પહેલાં વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યુ હતું. 29 ઓગસ્ટ, 2020ના દિવસે 1 કલાકમાં 30 વાનગીઓ સાન્વીએ બનાવી હતી. સાન્વીના પિતા પ્રજિત બાબુ ઈન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર છે. જ્યારે માતા ગૃહિણી છે. તેઓ હાલ વિશાખાપટ્ટનમમાં રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે