Home> LifeStyle
Advertisement
Prev
Next

Skin Care: સોફ્ટ અને ક્લીયર સ્કીન મેળવવા માટે મલાઈમાં આ 3 વસ્તુ ઉમેરી લગાડો ચહેરા પર, 10 મિનિટમાં આવી જશે ગ્લો

Skin Care: મલાઈ લગાડવાથી ચહેરા પરથી ગંદકી સાફ થઈ જાય છે અને ચહેરાની ત્વચા ચમકદાર અને મુલાયમ બને છે. તેમાં પણ જો દૂધની મલાઈમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ફેસ પેક બનાવવામાં આવે તો ચહેરાની ઘણી સમસ્યાઓથી રાહત મળી શકે છે.

Skin Care: સોફ્ટ અને ક્લીયર સ્કીન મેળવવા માટે મલાઈમાં આ 3 વસ્તુ ઉમેરી લગાડો ચહેરા પર, 10 મિનિટમાં આવી જશે ગ્લો

Skin Care: ઘણા લોકો દૂધ સાથે મલાઈ ખાવાનું પણ પસંદ કરે છે. જો કે મલાઈનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમાં સ્કીન કેરનો પણ સમાવેશ થાય છે. મલાઈનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે પણ થઈ શકે છે. મલાઈની મદદથી ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવામાં આવે છે. આ સિવાય મલાઈ લગાડવાથી ચહેરા પરથી ગંદકી સાફ થઈ જાય છે અને ચહેરાની ત્વચા ચમકદાર અને મુલાયમ બને છે. તેમાં પણ જો દૂધની મલાઈમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ફેસ પેક બનાવવામાં આવે તો ચહેરાની ઘણી સમસ્યાઓથી રાહત મળી શકે છે.

fallbacks

મલાઈમાંથી બનાવો 3 ફેસ પેક  

આ પણ વાંચો:

સફેદ વાળ નેચરલી થવા લાગશે કાળા, તલના તેલમાં આ વસ્તુ ઉમેરી રાત્રે લગાડો વાળમાં

Nail Paint Hacks: ઘરમાં ન હોય રિમૂવર ન હોય તો આ દેશી જુગાડ કરીને દુર કરો નેલ પેન્ટ

Weight Loss: પેટની ચરબી ઓગાળી દેશે આ નાના દાણા, 3 રીતે કરી શકો છો ઉપયોગ
 
1. મલાઈ અને મધ
 
મલાઈ અને મધનું મિશ્રણ ચહેરાની ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ચહેરાને અંદરથી મોઇશ્ચરાઇઝ કરશે અને સ્કીનને ગ્લો પણ આપશે. આ ફેસ પેક તૈયાર કરવા માટે મલાઈ અને મધને સમાન માત્રા લઈ બરાબર મિક્સ કરી ચહેરા પર લગાવો. તેને લગભગ 20 મિનિટ સુધી રાખ્યા બાદ હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો.

2. મલાઈ અને હળદર

જો તમે હળદરને મલાઈમાં મિક્સ કરીને ચહેરા પર લગાવશો તો ત્વચાની ડ્રાયનેસ દુર થાય છે અને ત્વચા સોફ્ટ બની જાય છે. તેના માટે એક ચમચી મલાઈમાં 2 ચપટી હળદર પાવડર અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે તેને ચહેરા પર લગાવો અને લગભગ 15 મિનિટ સુધી રાખો. પછી ચહેરો સાફ કરી લો. 

3. મલાઈ અને ચણાનો લોટ

જો તમે તમારા ચહેરા પર મલાઈ અને ચણાના લોટનો ફેસ પેક લગાવો છો તો તમારો ટોન અને એક્સફોલિએટ થઈ જશે. તેની મદદથી ચહેરા પરથી ડેડ સ્કીન દુર થાય છે. તેના માટે ચણાના લોટમાં મલાઈ મિક્સ કરી ફેસ પેક તૈયાર કરો અને તેને નિયમિત રીતે ચહેરા પર લગાવો. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More