Hair Fall Control Tips: ખરતા વાળ આજના સમયની સૌથી સામાન્ય સમસ્યા છે. મોટાભાગ લોકો ફરીયાદ કરતા હોય છે કે તેમના વાળ અતિશય કરે છે. હેર ફોલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો અલગ અલગ ઉપાયો કરે છે. ઘણા લોકો ખરતા વાળને અટકાવવા દવાનો ઉપયોગ કરે છે તો સાથે જ મોંઘા હેર કેર પ્રોડક્ટ પણ વાપરે છે. તેમ છતાં ઘણી વખત હેર ફોલ અટકતો નથી. હેરફોલ અટકાવવા માટે તમે રસોડાના આ પાણીનો ઉપયોગ કરી શકો છો. આ પાણીથી હેરફોલની સમસ્યાને રોકી શકાય છે.
આ પણ વાંચો: દહીંથી ચહેરા પર આવશે ફેશિયલ જેવો ગ્લો, તડકાના કારણે કાળી પડેલી સ્કિન થઈ જશે ગોરી
હેર ફોલનું સૌથી મોટું કારણ
હેરફોલ પાછળ ઘણા કારણ જવાબદાર હોઈ શકે છે જેમ કે પોષક તત્વોની ખામી, ચિંતા અને વાળ ધોવાનું ખરાબ પાણી. 99% લોકો હેર વોશ કરવા માટે શેમ્પુ કયું વાપરવું તેના પર વિશેષ ધ્યાન આપે છે પરંતુ પાણીની ગુણવત્તા પર ધ્યાન આપતા નથી. ઘણી જગ્યાએ પાણી એટલું ખરાબ હોય છે કે તેનાથી વાળને નુકસાન થાય છે અને વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. હાર્ટ વોટર થી વાળ ધોવામાં આવે તો તે વાળને નુકસાન કરે છે. વાળ ખરવાનું સૌથી મુખ્ય કારણ ખરાબ પાણી હોય છે.
આ પણ વાંચો: 1 કિલો અથાણા પર અડધી ચમચી આ સફેદ પાવડર મિક્સ કરી દેજો, અથાણામાં ક્યારેય ફુગ નહીં વળે
ફિલ્ટર વોટરનો ઉપયોગ કરો
દરેક ઘરમાં પાણી માટે ફિલ્ટર લગાડવામાં આવે છે. ફિલ્ટર વોટરનો ઉપયોગ પીવા માટે જ કરવામાં આવે છે. પરંતુ જો તમારે વાળ ખૂબ જ ખરતા હોય તો આ પાણીનો ઉપયોગ વાળ ધોવા માટે પણ કરો. ફિલ્ટર વોટરથી હેર વોશ કરવાથી વાળને નુકસાન ઓછું થશે અને વાળ મુલાયમ તેમજ ચમકદાર રહેશે. ફિલ્ટર વોટરમાંથી હાનિકારક તત્વ નીકળી ગયા હોય છે.
આ પણ વાંચો: Besan Face Packs: ચણાના લોટમાં કઈ કઈ વસ્તુઓ ભેળવી ચહેરા પર લગાડી શકાય ? આ રહ્યો જવાબ
પાણીની ખરાબી ફિલ્ટર થઈ ગઈ હોવાથી આ પાણી વાળને નુકસાન કરતું નથી. ફિલ્ટર વોટરનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત થાય છે અને હેરફોલ પણ ધીરે ધીરે બંધ થઈ જાય છે. જો તમારા વાળ ખરવાનું કારણ હાર્ડ વોટર હોય તો ફિલ્ટર વોટરનો ઉપયોગ શરૂ કરો. તમને થોડા દિવસોમાં જ ફેરફાર દેખાશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે