થાઈલેન્ડ આમ તો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓની મનગમતી જગ્યા છે. જો કે હાલ થાઈલેન્ડ જવું ટેન્શનવાળું છે કારણ કે ત્યાં કંબોડિયા સાથે થાઈલેન્ડને ઘર્ષણ ચાલુ છે. આ દરમિયાન થાઈલેન્ડ સરકારે એક નવો નિયમ પણ હાલ લાગૂ કર્યો છે અને આ નિયમ જો કોઈ પણ પ્રવાસી પણ તોડે તો પછી કાર્યવાહી થશે. થાઈલેન્ડે સમગ્ર દેશમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લાદ્યો છે જે ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી રહેશે. આ ઉપરાંત ભારત સરકારે પણ હાલ ભારતીયો માટે એડવાઈઝરી બહાર પાડેલી છે. એટલે હાલ જવું તો સલામતભર્યું નહીં હોય પરંતુ આમ છતાં થાઈલેન્ડ ભારતીયો અને ગુજરાતીઓ માટે ખુબ મનગમતું સ્થળ છે.
દર વર્ષે ભારતથી લાખોની સંખ્યામાં લોકો થાઈલેન્ડ ફરવા માટે જાય છે. આવામાં અનેક લોકોના મનમાં એવો સવાલ ચોક્કસ ઉઠે કે જ્યારે પણ વિદેશ ફરવાની વાત આવે તો લોકોને થાઈલેન્ડ જવું કેમ ગમે છે. આજે અમે તમને 5 એવા મોટા કારણ વિશે જણાવીશું જેના કારણે ભારતીયો થાઈલેન્ડ ફરવા માટે જાય છે.
1. સરળતાથી મળે છે વિઝા
થાઈલેન્ડમાં ભારતીયોને વિઝા ઓન અરાઈવલની સુવિધા મળે છે. જેનાથી ટ્રાવેલ કરવું વધુ સરળ બને છે. એરપોર્ટ પર ઉતરતા જ તમને 15 થી 30 દિવસ સુધીના વિઝા મળી શકે છે. આ ઉપરાંત ઓનલાઈન વિઝાની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેનાથી મુસાફરી સરળ બને છે.
2. ઓછા બજેટમાં શાનદાર ટ્રિપ
જો તમે વિદેશ ફરવા માંગતા હોવ પરંતુ બજેટ ઓછું હોય તો થાઈલેન્ડ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. 25,000થી 40,000 રૂપિયામાં 4-5 દિવસની મુસાફરી કરી શકો છો. જેમાં ફ્લાઈટ, હોટલ અને લોકલ ટ્રાવેલ સામેલ હોઈ શકે છે.
3. થાઈલેન્ડની નાઈટલાઈફ
પટાયા અને બેંગકોકની નાઈટલાઈફ દુનિયાભરમાં મશહૂર છે. ખાસ કરીને બેચલર પાર્ટી, ગ્રુપ ટ્રાવેલ કે ઓફિસ કલિગ્સ સાથે ફરવા માટે આ જગ્યાઓ લોકોને પસંદ પડે છે. અહીંનું મ્યૂઝિક, ક્લબ્સ, અને સમુદ્ર કિનારે પાર્ટીની અલગ જ મજા છે.
4. શોપિંગ અને ભોજન
ભારતીયોને થાઈ બજારો અને સ્ટ્રીટ ફૂડ ખુબ ગમે છે. ચાટુચક માર્કેટ, MBK મોલ, અને પટાયાના લોકલ માર્કેટ ભારતીયોને ખુબ આકર્ષે છે. આ સાથે જ સી ફૂડ અને સ્પેશિયલ થાઈ ડિશીઝનો સ્વાદ પણ લોકોને ખેંચે છે.
5. નેચર, બીચ અને એડવેન્ચર
થાઈલેન્ડમાં પટાયા, ફૂકેટ, ક્રાબી જેવા બીચ પર એલિફેન્ટ સફારી, સ્નોર્કલિંગ, અને અન્ય વોટર સ્પોર્ટ્સની મજા લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે