Home> LifeStyle
Advertisement
Prev
Next

ચોખાના આ સફેદ પાણીથી મળશે ગજબના ફાયદા, સ્કિન અને વાળ માટે ફાયદાકારક

Rice Water Benefits : વાળથી લઈને સ્કિન માટે ચોખાનું પાણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ તેનો કઈ રીતે ઉપયોગ કરશો?

ચોખાના આ સફેદ પાણીથી મળશે ગજબના ફાયદા, સ્કિન અને વાળ માટે ફાયદાકારક

Rice Water Benefits : ભાત લગભગ દરેક લોકોના ઘરમાં બને છે, પરંતુ આપણે ભાત બનાવ્યા બાદ તેનું પાણી ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ચોખાનું પાણી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે ન માત્ર તમારા સ્વાસ્થ્ય પર પોઝિટિવ અસર કરે છે, પરંતુ સ્કિન અને વાળને પણ ફાયદો પહોંચાડે છે. આ લેખમાં અમે તમને ચોખાના પાણીથી વાળ અને સ્કિનને થનારા ફાયદા વિશે જણાવીશું.

fallbacks

ચોખાના પાણીથી સ્કિન અનેને થનારા ફાયદા
સ્કિન પર આવશે ચમકઃ ચોખાના પાણીનો પ્રયોગ કરવાથી સ્કિન પર ચમક આવે છે. હકીકતમાં ચોખાના પાણીમાં રહેલ એમીનો એસિડ અને વિટામિન્સ સ્કિન પર નિખાર લાવે છે. 

પિમ્પલ્સથી મેળવો છુટકારો - ચોખાના પાણીમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે ત્વચાની બળતરા ઓછી કરીને પિમ્પલ્સની સમસ્યામાં રાહત આપે છે.

ઓપન પોર્સને કરે ટાઇટઃ સ્કિનના ઓપન પોર્સને ખોલવા માટે તમે ચોખાના પાણીનો પ્રયોગ કરી શકો છો. તેમાં રહેલ સ્ટાર્ચ પોર્સને સંકોચે છે, જેનાથી સ્કિન સ્મૂધ અને યંગ જોવા મળે છે.

સનબર્ન અને ફોલ્લીઓમાં રાહતઃ સનબર્નવાળી જગ્યા પર ઠંડા ચોખાનું પાણી લગાવવાથી ઠંડક મળે છે અને બળતરા ઓછી થાય છે.

આ પણ વાંચોઃ ભારતીયોને આખરે કેમ પસંદ આવે છે થાઈલેન્ડ, સામે આવ્યો ચોંકાવનારો સર્વે!

ચોખાના પાણીથી વાળને થતાં ફાયદા
વાળની મજબૂતી વધશેઃ
ચોખાના પાણીમાં રહેલ ગુણ તમારા વાળની મજબૂતી સારી કરી શકે છે. તેમાં રહેલ ઇનોસિટોલ વાળની મજબૂતી વધારે છે અને તેને તૂટતા બચાવે છે.

વાળનો ગ્રોથ વધશેઃ વાળનો ગ્રોથ વધારવા માટે ચોખાના પાણીનો પ્રયોગ કરી શકાય છે. તેની મદદથી સ્કેલ્સમાં બ્લડ સર્લુકેશન વધે છે, જેનાથી વાળનો ગ્રોથ સારો થાય છે.

સ્મૂધ અને સિલ્કી થશે વાળઃ વાળને સ્મૂધ અને સિલ્કી બનાવવા માટે તમે ચોખાના પાણીનો પ્રયોગ કરી શકો છો. તેનાથી ડેન્ડ્રફથી છુટકારો મળે છે. હકીકતમાં તેના ઉપયોગથી સ્કેલ્પનું  pH બેલેન્સ થાય છે, જેનાથી ડેન્ડ્રફમાં રાહત મળે છે.

કઈ રીતે કરશો ઉપયોગ?
અડધો કપ ચોખા ધોઈ તેને 2 કપ પાણીમાં 30 મિનિટ પલાળી દો. પછી તે પાણી ગાળી લો. હવે આ ચોખાના પાણીને તમે ચહેરા અને વાળ પર અલગ-અલગ રીતે લગાવી શકો છો.

ડિસ્ક્લેમર
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય રિપોર્ટ્સ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More