Home> LifeStyle
Advertisement
Prev
Next

Skin Care: ખીલને દૂર કરવા ટ્રાય કરો આ પાંચમાંથી કોઈ એક ઉપાય, એક વીકમાં ખીલ અને ડાઘ બંને હશે ગાયબ

Skin Care: ખીલને દૂર કરવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટને બદલે તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ અજમાવી શકો છો. આજે તમને એવા પાંચ ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ જેને કરવાથી તમે ખીલથી મુક્તિ મેળવી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે ખીલથી તુરંત મુક્તિ કેવી રીતે મેળવી શકાય અને તે પણ કોઈ પણ જાતના ખર્ચ વિના.

Skin Care: ખીલને દૂર કરવા ટ્રાય કરો આ પાંચમાંથી કોઈ એક ઉપાય, એક વીકમાં ખીલ અને ડાઘ બંને હશે ગાયબ

Skin Care: ઘણી મહિલાઓ અને પુરુષો ચહેરા પર ખીલના કારણે પરેશાન હોય છે. ખીલના કારણે ચહેરા પર ડાઘ અને ખાડા પણ પડી જાય છે. જેને ખીલની સમસ્યા હોય તે વ્યક્તિ મોંઘામાં મોંઘી ટ્રીટમેન્ટ અને પ્રોડક્ટનો ઉપયોગ કરીને પણ તેનાથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે. કારણ કે ખીલના કારણે ચહેરાની સુંદરતા ખરાબ થાય છે. જોકે ખીલને દૂર કરવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટને બદલે તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ અજમાવી શકો છો. આજે તમને એવા પાંચ ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ જેને કરવાથી તમે ખીલથી મુક્તિ મેળવી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે ખીલથી તુરંત મુક્તિ કેવી રીતે મેળવી શકાય અને તે પણ કોઈ પણ જાતના ખર્ચ વિના.

fallbacks

આ પણ વાંચો: White Hair: આ વસ્તુનો ઉપયોગ કરી સફેદ વાળને મૂળમાંથી કરો કાળા, 50 વર્ષે પણ દેખાશો યંગ

સંતરાની છાલ

સંતરાની છાલ ખીલને દૂર કરવા માટેનો સૌથી ઉત્તમ ઉપાય છે. વિટામીન સી થી ભરપૂર સંતરાની છાલ ત્વચાના અન્ય રોગને પણ દૂર કરે છે. સંતરાની છાલનો ત્વચા પર ઉપયોગ કરવાથી ત્વચાના ખીલતો મટે જ છે અને સાથે જ ચમક પણ વધે છે.

મુલતાની માટી

મુલતાની માટીનો ઉપયોગ કરીને પણ તમે ખીલથી મુક્તિ મેળવી શકો છો. ત્વચા માટે મુલતાની માટી સૌથી અસરકારક ઈલાજ સાબિત થાય છે. મુલતાની માટી ચહેરાના ઓઇલને કંટ્રોલ કરે છે અને સાથે જ ખીલને પણ મટાડે છે.

આ પણ વાંચો: Weight Loss: શિયાળામાં આ 3 વસ્તુ વધેલા વજનને કરશે ઓછું, બહાર નીકળેલું પેટ થશે ગાયબ

ચંદન

ચંદન પણ ખીલને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. ચંદન ત્વચા ને ઠંડક આપે છે જેથી ખીલ ઝડપથી મટવા લાગે છે. જો તમે ખીલને મટાડવા માંગો છો તો ચંદનનો ઉપયોગ સૌથી બેસ્ટ છે.

એલોવેરા

એલોવેરા ત્વચા માટે ખૂબ જ લાભકારી વસ્તુ છે. ત્વચાની અન્ય સમસ્યાઓની સાથે એલોવેરા ખીલથી પણ મુક્તિ અપાવે છે. જો તમે ઘરમાં પણ એલોવેરા ઉઘાડેલું છે તો તેનો ગર કાઢીને ત્વચા પર લગાડી શકો છો.

આ પણ વાંચો: Recipe: પરફેક્ટ માપ અને પદ્ધતિ અનુસાર ઘરે બનાવો બજાર કરતાં પણ વધારે ટેસ્ટી ખીચું

લીંબુ

જાણીને નવાઈ લાગશે પરંતુ લીંબુની મદદથી પણ ખીલની સમસ્યાને તુરંત દૂર કરી શકાય છે. ચહેરાના ખીલને મટાડવાનો લીંબુ કારગર ઈલાજ છે. વિટામીન સીથી ભરપૂર લીંબુ ખીલને તુરંત જ મટાડે છે

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More