Home> LifeStyle
Advertisement
Prev
Next

તુલસીના પાન નીખારશે ત્વચાની રંગત, આ રીતે કરો ચહેરા પર તેનો ઉપયોગ

Skin Care: ત્વચાની સમસ્યાઓને દૂર કરવા માટે તુલસી એક ઉત્તમ ઔષધી છે. ત્વચાની અલગ અલગ સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે. યોગ્ય રીતે તુલસીનો ઉપયોગ કરશો તો ત્વચાની કોઈપણ સમસ્યા હશે તે દુર થઈ જશે.

તુલસીના પાન નીખારશે ત્વચાની રંગત, આ રીતે કરો ચહેરા પર તેનો ઉપયોગ

Skin Care: આપણે ત્યાં તુલસીનું ખૂબ જ મહત્વ છે. તુલસી એક પૂજનીય છોડ છે તેથી દરેક ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે. તુલસીમાં ઔષધીય ગુણ પણ હોય છે. શરીરની કેટલીક સમસ્યાઓમાં તુલસીનો ઉપયોગ કરવાથી તે દવા જેવું કામ કરે છે. તુલસીમાં રહેલા ગુણના કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. ત્વચાની સમસ્યાઓને દૂર કરવા માટે તુલસી એક ઉત્તમ ઔષધી છે. ત્વચાની અલગ અલગ સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે. યોગ્ય રીતે તુલસીનો ઉપયોગ કરશો તો ત્વચાની કોઈપણ સમસ્યા હશે તે દુર થઈ જશે.

fallbacks

આ પણ વાંચો:

જીમમાં ગયા વિના પેટ અને કમરની ચરબી થઈ જશે ગાયબ, બસ આ વસ્તુ ખાવા પર રાખવું જોર

Hair Growth Tips: આ દેશી નુસખા અજમાવશો તો કમર સુધી લાંબા વાળ થઈ જશે 30 જ દિવસમાં...

Health: પુરુષો આ 5 વસ્તુ ખાય નિયમિત તો શક્તિ વધારવા માટે દવા લેવાની ન પડે જરૂર

સ્કીનને સાફ કરે છે

તુલસીના પાનમાં એવા પ્રાકૃતિક ગુણ હોય છે જે ત્વચા પરથી ગંદકી હટાવે છે અને રોમછિદ્રોને ખુલે છે. ત્વચા માટે નેચરલ ક્લિઝર જેવું કામ કરે છે. ખાસ કરીને જે લોકોની સ્કીન ઓઈલી હોય છે તેમના માટે તુલસી ખૂબ જ ઉપયોગી છે. તેના માટે તુલસીના પાનને ધોઈ અને તેની પેસ્ટ બનાવી દહીમાં ઉમેરીને ચહેરા પર લગાવવું.

ખીલ મટે છે

ચહેરા પર વારંવાર ખીલ થતા હોય તો તેનાથી મુક્તિ તુલસી અપાવી શકે છે. તુલસી ચહેરામાંથી એક્સ્ટ્રા ઓઇલ રીમુવ કરે છે તેના કારણે ખીલ થતા નથી. તેના માટે ત્વચા પર તમે તુલસીનો રસ લગાડી શકો છો.

સ્કીન પર ગ્લો આવે છે

જો તમારે ધમકતી અને ડાઘ રહિત ત્વચા મેળવવી હોય તો તુલસી તમારા માટે બેસ્ટ છે. તેના માટે તુલસીના થોડા પાન લઇ અને તેમાં લીમડાના પાન ઉમેરી બરાબર રીતે પેસ્ટ બનાવો. ત્યાર પછી તેમાં મધ ઉમેરીને ચહેરા પર લગાડો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ રીતે તુલસીનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાની રંગત નિખરી જશે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More