Home> LifeStyle
Advertisement
Prev
Next

Relationship Tips: આખરે પત્ની કેમ કરે છે પતિ પર શંકા, આ છે 4 સૌથી મોટા કારણ

What Causes Doubt In A Relationship: લગ્ન બાદ જો પતિ અને પત્ની વચ્ચે વિશ્વાસ મજબૂત હોય તો ક્યારે તીરાડ પડતી નથી, પરંતુ થોડી પણ શંકા આખા સંબંધ પર પાણી ફેરવી શકે છે.

Relationship Tips: આખરે પત્ની કેમ કરે છે પતિ પર શંકા, આ છે 4 સૌથી મોટા કારણ

Why Wife Doubt Her Husband: વૈવાહિક જીવનને લાંબા સમય સુધી સુખી રાખવા માટે પતિ અને પત્ની વચ્ચે વિશ્વાસ હોવા ખુબ જ જરૂરી છે નહીં તો સંબંધનું ટકવું ઘણું મુશ્કેલ બની જાય છે. ઘણી વખત આપણે જોયું છે કે એક નાની વાત પણ મોટી તીરાડ ઉભી કરી શકે છે, જેને સમાન્ય રીતે નંજરઅંદાજ કરવામાં આવે છે. ભારતીય સમાજમાં મોટાભાગના પુરૂષ નોકરીયાત હોય છે અને મહિલાઓ હાઉસવાઈફનો રોલ અદા કરતી હોય છે. દિવસભરના કામકાજને લઇને પતિ સાથેનું અંતર પત્નીને પરેશના પણ કરે છે. દિવસમાં લગભગ 10 કલાકની જુદાઈ અને અન્ય કોઈ ભૂલના કારણે સંબંધમાં ખટાસ પેદા થવા લાગે છે. આવો જાણીએ આખરે પત્ની તેના પતિ પર કેમ શક કરે છે.

fallbacks

પતિ પર કેમ શંકા કરે છે પત્ની?
1. પરસ્પર વાત ઓછી કરવી

તમારા લગ્નને થોડા મહિના થયા હોય કે વર્ષ, પતિ અને પત્ની વચ્ચે વાતચીત થવી જરૂરી છે. જો કોઈ મુશ્કેલી હોય તો એકબીજાની વચ્ચે મામલો ઉકેલવો એ વધુ સારો ઉપાય છે. જો પુરૂષ તેની વ્યસ્ત લાઈફના કારણે વાઈફ સાથે ઓછી વાત કરશે તો સંબંધ તૂટવાનો જ છે.

ઇંગ્લેન્ડમાં સદી ફટકાર્યા બાદ જાડેજાનું મોટું નિવેદન, કારણ જાણી ચોંકી જશો

2. છોકરીઓ સાથે મિત્રતા મંજૂર નથી
મિત્રતા એક એવો સંબંધ છે જે લગ્ન પછી  પણ રહી શકે છે. સમાન્ય રીતે જ્યારે પુરૂષ કોઈ મહિલા મિત્ર સાથે વાત કરે છે તો ઘણી વખત તેમની પત્નીને ગમતું નથી. જેના કારણે ઝગડો થાય છે અથવા ઝગડા વધવા લાગે છે. આ માટે જરૂરી છે કે પતિ તેની પત્નીને વિશ્વાસ અપાવે કે તે તેમના માટે કોઈપણ મિત્ર કરતાં વધુ છે.

ચાણક્ય નીતિ મુજબ લગ્ન પહેલા જુઓ ખાસ આ 4 ગુણો, નહીં તો જીવનભર પસ્તાશો

3. મોબાઈલથી વળગી રહેવું
દરેક પત્ની ઇચ્છે કે તેનો પતિ ઘરે આવ્યા બાદ તેની સાથે વાત કરે અને તેની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે, પરંતુ કેટલાક પુરૂષ મોબાઈલથી પોતાનો લગાવ છોડી શકતા નથી અને આ ગેજેટથી વળગી રહે છે. જો પુરૂષ તેમનો ફોન જોઇને વધારે પડતા હસી રહ્યા છે તો પત્નીને શંકા વધી જાય છે. તેથી ફોન કરતા વધારે સમય તમારા લાઈફ પાર્ટનર સાથે વિતાવો.

પુરુષો ખાસ વાંચે: પિતા બનવામાં આવી રહી છે મુશ્કેલી, તેની પાછળ આ કારણ તો નથી ને...

4. એક્સ ગર્લફ્રેન્ડ વિશે વાત ન કરવી
ભલે લગ્ન પહેલા તમે રિલેશનશીપ રહ્યા હોવ, પરંતુ લગ્ન પછી કોઈપણ પુરૂષ માટે સૌથી ખાસ શખ્સ તેની પત્ની હોવી જોઇએ. સારું રહેશે કે જ્યારે પણ તમે તમારી પત્ની સાથે બેઠા હોવ ત્યારે તમારી એક્સ ગર્લફ્રેન્ડ વિશે વાત ન કરો, નહીં તો પત્નીને લાગશે કે તમે આજે પણ તેને મિસ કરી રહ્યા છો અને તેની ભૂલી શકતા નથી. જે મહિલાઓના દિલમાં શંકા પેદા કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More