Hair Removal Tips: યુવતીઓને વારંવાર ફેશિયલ હેર, અંડર આર્મ્સ હેર રીમૂવ કરાવવા પાર્લર જવું પડે છે. ખાસ તો ઉનાળામાં અંડરઆર્મ્સના વાળ દુર કરાવવા જરૂરી છે. કારણ કે તેનાથી પરસેવાની દુર્ગંધ આવે છે અને સ્લીવલેસ કપડા પહેરવામાં પણ સમસ્યા થાય છે. આ સિવાય ફેશિયલ હેરનો ગ્રોથ વધારે હોય તો તેને દુર કરવા પણ રેઝર કે વેક્સની મદદ લેવી પડે છે. પરંતુ વારંવાર રેઝર કે વેક્સ કરાવવાથી ત્વચા કાળી પડવા લાગે છે.
આ પણ વાંચો: મુલ્તાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર, મેલ નીકળી જશે અને દેખાેશે ગ્લો
વેક્સ કે રેઝરની મદદ વિના જો શરીરના અનવોન્ટેડ હેરને દુર કરવા હોય તો કેટલાક ઘરેલુ નુસખા ઉપયોગી સાબિત થાય છે. એવી કેટલીક વસ્તુઓ છે જેનું મિશ્રણ શરીર પરના વણજોઈતા વાળને મૂળમાંથી દુર કરી શકે છે.
આ પણ વાંચો: Matka: માટલામાં પાણી રહેશે ફ્રીજ જેવું ઠંડુ, આજે જ ટ્રાય કરો મીઠાનો આ નુસખો
દહીં અને ચણાનો લોટ
વણજોઈતા વાળને દુર કરવા માટે દહીં અને ચણાનો લોટ ઉપયોગી છે. તેના માટે એક વાટકીમાં 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી દહીં અને હળદર ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને અંડર આર્મ્સ પર લગાડો અને સુકાવા દો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય તો હળવા હાથે એન્ટી ક્લોક વાઈઝ મસાજ કરી પેસ્ટને દુર કરો. સપ્તાહમાં 2 થી 3 વખતે આ પેસ્ટ લગાડશો તો વાળથી મુક્તિ મળી જશે અને સ્કિન પણ કાળી નહીં પડે.
આ પણ વાંચો: ઉનાળામાં ચિયા સીડ્સ ખાવાની જબરદસ્ત રીત, આ રીતે ખાવાથી સ્કિન હાઈડ્રેટ અને સુંદર રહેશે
લીંબુ અને મધ
શરીરના વણજોઈતા વાળને દુર કરવામાં લીંબુ અને મધ પણ મદદરુપ થઈ શકે છે. લીંબુ અને મધનું મિશ્રણ વાળને દુર કરવામાં મદદ કરે છે અને ત્વચાની રંગત પણ સાફ કરે છે. તેના માટે એક વાટકીમાં મધ લેવું અને તેમાં લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને વાળ દુર કરવાના હોય ત્યાં લગાવો અને 20 મિનિટ સુકાવા દો. ત્યારબાદ એક કપડાને ભીનું કરે તેના વડે સુકાયેલા મિશ્રણે સાફ કરો. બેસ્ટ રિઝલ્ટ માટે સપ્તાહમાં 2 વાર આ મિશ્રણ લગાડો.
આ પણ વાંચો: Hair Growth Tips: આ 4 આયુર્વેદિક હર્બ્સ વાળ માટે બેસ્ટ, ઝડપથી લાંબા થશે વાળ
મસૂર દાળ અને બટેટા
વણજોઈતા વાળને દુર કરવા માટે મસૂર દાળ અને બટેટા પણ ઉપયોગી છે. બટેટા કુદરતી બ્લીચ જેવું કામ કરશે અને મસૂર દાળ વાળનો ગ્રોથ ઘટાડશે. તેના માટે મસૂરની દાળને રાત્રે પાણીમાં પલાળી બીજા દિવસે તેની પેસ્ટ બનાવો. તેમાં બટેટાનો રસ મિક્સ કરી આ પેસ્ટને લગાડો. 25 મિનિટ પછી પેસ્ટ સુકાઈ જાય એટલે તેને મસાજ કરીને કાઢો. સપ્તાહમાં 2 વાર આ પેસ્ટ લગાડવાથી વાળ ધીરેધીરે ગાયબ થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે