Skin Care With Multani Mitti: તડકાના કારણે ત્વચાને સૌથી વધુ નુકસાન થાય છે. જે લોકોની ઓઈલી સ્કીન હોય તેમને પરસેવાના કારણે ઉનાળામાં ખીલ વધારે ઉપડે છે. ઉનાળામાં થતી સ્કીનની સમસ્યાઓમાં મુલતાની માટી ફાયદાકારક સાબિત થઈ શકે છે. મુલતાની માટે ચહેરાને મોઈશ્ચરાઈઝ કરે છે અને નેચરલ ગ્લો પણ વધારે છે. મુલતાની માટી એવી પ્રાકૃતિક વસ્તુ છે જે ઘણી બધી સમસ્યાઓને દૂર કરે છે. તડકાના કારણે થયેલું ટેનિંગ હોય કે પછી બ્લેકહેડ્સ જેવી સમસ્યા. મુલતાની માટીનો ઉપયોગ કરવાથી આ તકલીફો દૂર થઈ શકે છે. ઉનાળામાં જો તમે મુલતાની માટીનો ઉપયોગ સાચી રીતે કરશો તો તમારે સ્કીન કેર માટે બીજું કંઈ જ કરવું નહીં પડે.
મુલતાની માટીથી થતા લાભ
આ પણ વાંચો : ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી સ્કિન પર લગાડો, ફેશિયલ હેર દુર કરવાનો અસરકારક ઉપાય
- મુલતાની માટીમાં કુલિંગ ઈફેક્ટ હોય છે જે ઉનાળા દરમિયાન ત્વચાને ઠંડક આપે છે અને તડકાના કારણે ત્વચા પર થયેલી રેડનેસ અને બળતરા ઓછી થાય છે.
- જે લોકોને ખીલ થતા હોય અને ખીલના ડાઘ પણ રહી જતા હોય તેમના માટે પણ મુલતાની માટી ઉપયોગી છે. મુલતાની માટી ચહેરા પરની ગંદકી અને એક્સ્ટ્રા ઓઇલને દૂર કરે છે.
આ પણ વાંચો : Pani Puri Recipe: ઘઉંના લોટમાં આ વસ્તુ મિક્સ કરવાથી ફુલે અને કડક રહે પાણીપુરીની પુરી
- ચહેરા પર ઇન્સ્ટન્ટ નિખાર જોઈતો હોય તો મુલતાની માટીનો ઉપયોગ કરવો જોઈએ. મુલતાની માટીના ફેસપેક ચેહરા પર તુરંત અસર કરે છે.
ઉનાળામાં મુલતાની માટી કેવી રીતે લગાડવી ?
આ પણ વાંચો : Hair Care: વાળ ઝડપથી કમર સુધી લાંબા થઈ જશે, આ 5 માંથી કોઈ 1 તેલથી રોજ કરો માલિશ
1. ઉનાળા દરમિયાન ચેહરાની સમસ્યાઓને દૂર કરવા માટે મુલતાની માટીને ગુલાબ સાથે મિક્સ કરીને લગાડો. બે ચમચી મુલતાની માટીમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ રહેવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.
આ પણ વાંચો : ચેર પર બેઠા બેઠા પણ ઘટશે બેલી ફેટ, અભિનેત્રી ભાગ્યશ્રીએ શેર કરી 3 સિંપલ એક્સરસાઈઝ
2. મુલતાની માટીને ચંદન પાવડર સાથે મિક્સ કરીને પણ લગાડી શકાય છે. તેનાથી પણ ગરમીમાં ત્વચાને ઠંડક મળે છે. મુલતાની માટીમાં ચંદન પાવડર અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે