Home> LifeStyle
Advertisement
Prev
Next

Skin Care: ચહેરા પર વધી ગઈ હોય ડેડ સ્કીન તો આ રીતે કરો લીંબુ અને મીઠાનો ઉપયોગ, 10 મિનિટમાં ચમકી જશે ત્વચા

Skin Care: વિટામીન સીથી ભરપુર લીંબુ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુનો ઉપયોગ કરીને ત્વચા સંબંધીત સમસ્યાઓને દૂર કરી શકાય છે. લીંબુની જેમ ત્વચા માટે મીઠું પણ ગુણકારી છે. મીઠાનો ઉપયોગ કરવાથી ડેડ સ્કીન સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે.
 

Skin Care: ચહેરા પર વધી ગઈ હોય ડેડ સ્કીન તો આ રીતે કરો લીંબુ અને મીઠાનો ઉપયોગ, 10 મિનિટમાં ચમકી જશે ત્વચા

Skin Care: વિટામીન સીથી ભરપુર લીંબુ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુનો ઉપયોગ કરીને ત્વચા સંબંધીત સમસ્યાઓને દૂર કરી શકાય છે. લીંબુની જેમ ત્વચા માટે મીઠું પણ ગુણકારી છે. મીઠાનો ઉપયોગ કરવાથી ડેડ સ્કીન સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે. મીઠું અને લીંબુ ત્વચા માટે વરદાન સાબિત થઈ શકે છે. ત્વચા ઉપર તેનો ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. આજે તમને જણાવી કે તમે ત્વચા માટે લીંબુ અને મીઠું કેવી રીતે ઉપયોગમાં લઈ શકો છો અને તેનાથી કયા ફાયદા થાય છે.

fallbacks

આ પણ વાંચો:

Belly Fat: શરીરની ચરબીને બરફની જેમ ઓગાળે છે આ આયુર્વેદિક ઔષધી, જાણો ઉપયોગ કરવાની રીત

Honey Purity: તમે ઘરમાં જે મધ વાપરો છો તે શુદ્ધ છે કે નહીં ? આ સરળ રીતે ચકાસો

કપાળ પર થયેલા ટેનિંગને દુર કરવા લગાવો આ વસ્તુનો રસ, 1 રાતમાં ટેનિંગ થશે દુર

ડેડ સ્કીન દૂર કરવા

ચહેરા પર મીઠા અને લીંબુનું મિશ્રણ લગાડવાથી ડેડ સ્કીન દૂર થાય છે. લીંબુમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી એજીંગ ગુણ હોય છે જે ત્વચાની રંગત વધારે છે. ડેડ સ્કિન દૂર કરવા માટે લીંબુના રસમાં મીઠું ઉમેરીને ત્વચા પર તેનાથી મસાજ કરવી જોઈએ.

એક્સ્ટ્રા ઓઇલ દૂર કરવા

ચેહરા પર લીંબુનો ઉપયોગ કરવાથી એક્સ્ટ્રા ઓઇલ દૂર થાય છે. આમ કરવાથી ખીલ, ફોડલી જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે. ખાસ કરીને જે લોકોની ત્વચા કોયલી હોય તેમણે રોજ પોતાના ચહેરા ઉપર લીંબુ અને મીઠું લગાડવું જોઈએ.

કરચલીઓ દૂર કરવા

ચહેરા પર લીંબુ અને મીઠું લગાડવાથી કરચલીઓથી મુક્તિ મેળવી શકાય છે. લીંબુમાં એન્ટી એજિંગ ગુણ હોય છે જે કરચલીઓને દૂર કરીને ત્વચાની રંગત વધારે છે.

આ રીતે લગાડો ચહેરા પર લીંબુ અને મીઠું

સૌથી પહેલા ચહેરાને પાણીથી સાફ કરો. ત્યારબાદ એક વાટકીમાં બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મીઠું ઉમેરો. બંને વસ્તુને બરાબર રીતે મિક્સ કરો અને આ મિશ્રણને રૂ ની મદદ થી ચહેરા અને ગરદન પણ લગાડો. હળવા હાથે મસાજ કરો અને 15 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More