Home> LifeStyle
Advertisement
Prev
Next

Valentine's Day ને બનાવવા માંગો છો Special? તો તમારા ખુબ જ કામમાં આવશે આ અફલાતુન idea

જ્યારે પણ વેલેન્ટાઈન ડે ઉજવવાની વાત આવે છે. ત્યારે આપણા બધાનો ઉદ્દેશ્ય પોતાના પાર્ટનર માટે આ દિવસને ખાસ બનાવવાનો છે. સામાન્ય રીતે આ દિવસે લોકો રોમેન્ટિક ડિનર પ્લાન કરે છે અને એકબીજાને ગિફ્ટ્સ આપે છે. પરંતુ કેટલાંક ક્રિએટિવ આઈડિયા સાથે તમે આ દિવસને વધારે ખાસ બનાવી શકો છો.

Valentine's Day ને બનાવવા માંગો છો Special? તો તમારા ખુબ જ કામમાં આવશે આ અફલાતુન idea

નવી દિલ્લી: ફેબ્રુઆરીને પ્રેમના મહિના કહેવામાં કંઈ ખોટું નથી. આ મહિનાની રાહ કપલ્સને આખું વર્ષ રહે છે. અનેક લોકો તો ઘણા પહેલાંથી જ તૈયારીઓ કરવાનું શરૂ કરી દે છે. 7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીકની શરૂઆત થાય છે અને 14 ફેબ્રુઆરીએ પૂરું થાય છે. પોતાના વેલેન્ટાઈન ડેને યાજગાર બનાવવા માટે લોકો અનેક પ્રકારનું પ્લાનિંગ કરે છે. પરંતુ અનેક લોકો એવા હોય છે જેમને ખ્યાલ હોતો નથી કે વેલેન્ટાઈન ડેને કેવી રીતે મનાવવો અને પાર્ટનરને ખુશ કરવા માટે શું કરવું જોઈએ? તો એવામાં અમે તમને વેલેન્ટાઈન ડે મનાવવાના કેટલાંક આઈડિયા શેર કરી રહ્યા છીએ. જે આ દિવસને યાદગાર બનાવવામાં તમારી મદદ કરી શકે છે.

fallbacks

1. ફરવા માટે જાઓ:
પોતાના વેલેન્ટાઈન ડેને યાદગાર બનાવવા માટે તમે તમારા પાર્ટનર સાથે સ્પેશિયલ ટ્રિપ પ્લાન કરી શકો છો. જો તમારા પાર્ટનર લાંબા સમયથી ક્યાંક જવાનું વિચારી રહ્યા હોય તો તમે વેલેન્ટાઈન ડે પર તે જગ્યાની ટ્રિપ પ્લાન કરી શકો છો. દુનિયાભરમાં અનેક એવી જગ્યા છે જ્યાં તમે તમારા પાર્ટનરની સાથે ફરવા જઈ શકો છો. એવામાં તમારા બજેટના હિસાબથી કોઈ જગ્યાને પસંદ કરો.

2. કેન્ડલ લાઈટ ડિનર:
વેલેન્ટાઈન ડેને યાદગાર બનાવવા માટે તમારા પાર્ટનરની સાથે કેન્ડલ લાઈટ ડિનર પ્લાન કરી શકો છો. વેલેન્ટાઈન ડેના દિવસે અનેક રેસ્ટોરાં કેન્ડલ લાઈટ ડિનર ઓર્ગેનાઈઝ કરે છે. કેન્ડલ લાઈટ ડિનરમાં તમે ખાવામાં એવી વસ્તુનો સમાવેશ કરો જે તમારા પાર્ટનરની ફેવરિટ હોય. સાથે જ તમે કેક પણ કાપી શકો છો.

3. સરપ્રાઈઝ ગિફ્ટ:
વેલેન્ટાઈન ડેને યાદગાર બનાવવા માટે તમે તમારા પાર્ટનરને કંઈક એવી વસ્તુ ગિફ્ટ કરી શકો છો જેની તેને લાંબા સમયથી જરૂર હોય કે તે વસ્તુ તેને ઘણી પસંદ હોય. વેલેન્ટાઈન ડેના દિવસે મળેલી તે ગિફ્ટને તમારી પાર્ટનર હંમેશા પોતાની પાસે રાખશે અને આ ગિફ્ટને જોઈને તેને હંમેશા તમારી યાદ આવશે.

4. શોપિંગ કરાવો:
છોકરો હોય કો છોકરી દરેકને શોપિંગ કરવું ખૂબ પસંદ હોય છે. એવામાં તમે તમારા પાર્ટનરને વેલેન્ટાઈન ડેના દિવસે શોપિંગ કરાવી શકો છો. સાથે જ તેને કોઈ સારું પરફ્યૂમ કે ડ્રેસના મેચિંગ ફૂટવેર પણ ગિફ્ટ કરી શકો છો.

5. લોંગ ડ્રાઈવ પર જાઓ:
જો તમારી પાર્ટનરની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માગતા હોય તો તમે તેને લોંગ ડ્રાઈવ પર લઈ જઈ શકો છો. આ દરમિયાન તમે ઘણી વાતો કરી શકો છો અને તેનાથી માઈન્ડ પણ ફ્રેશ થાય છે. આ સમય તમારા પાર્ટનરને આખી જિંદગી યાદ રહેશે.

6. પાર્ટનર માટે જમવાનું બનાવો:
મેરિડ કપલ્સની વાત કરીએ તો અવારનવાર મહિલાઓ દરરોજ ખાવાનું બનાવે છે. એવામાં વેલેન્ટાઈન ડેને સ્પેશિયલ બનાવવા માટે તમે આ દિવસે તેની પસંદગીની વસ્તુ બનાવી શકો છો. તેનાથી તેને એક દિવસનો આરામ મળી જશે. તમે તેના માટે રોમેન્ટિક બ્રેકફાસ્ટ બનાવી શકો છો.

7. પ્રેમથી પાર્ટનર સાથે વાત કરો:
સામાન્ય રીતે કપલ્સ આખું વર્ષ એકબીજાને ગિફ્ટ આપતા રહે છે. એવામાં વેલેન્ટાઈન ડેને યાદગાર બનાવવા માટે તમે પાર્ટનર સાથે પ્રેમથી વાતચીત કરી શકો છો. આ દરમિયાન તમે તેના મન ભરીને વખાણ કરી શકો છો. અને તેને એ વાતનો અહેસાસ કરાવી શકો છો કે તમારા જીવનમાં તેનું શું મહત્વ છે. તમારી આ વાત સમય-સમય પર તેને યાદ આવશે. જેનાથી તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે.

8. લવ લેટર લખો:
તમારા વેલેન્ટાઈન ડેને યાદગાર બનાવવા માટે તમે એકબીજાને લવ લેટર લખો અને એક્સચેન્જ કરો. તેમાં તમે તેની સારી વાતો લખો. લેટરમાં પાર્ટનરની કોઈ ખરાબ વાતનો ઉલ્લેખ ન કરશો. તમારો આ લેટર તમારી વચ્ચેના પ્રેમને વધારે ગાઢ બનાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More