Home> LifeStyle
Advertisement
Prev
Next

પોલીસની વરદીમાં માતાપિતાને મળવા પહોંચી દીકરી. જુઓ શું હતું રિએક્શન

Police Viral Video:એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સબ-ઈન્સ્પેક્ટર બન્યા પછી પહેલીવાર એક યુવતી માતાપિતાને મળવા ગઈ. તેને પોલીસ યુનિફોર્મમાં જોઈને માતાપિતાની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. 

પોલીસની વરદીમાં માતાપિતાને મળવા પહોંચી દીકરી. જુઓ શું હતું રિએક્શન

Police Viral Video: માતાપિતા તેમના બાળકો આગળ વધે તે માટે ખુબ મહેનત કરે છે. અને જ્યારે સફળતા મળે છે ત્યારે ત્યારે સૌથી વધુ ખુશ થાય છે. હાલમાં જ એક આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સબ-ઈન્સ્પેક્ટર બન્યા પછી પહેલીવાર એક યુવતી માતાપિતાને મળવા ગઈ. તેને પોલીસ યુનિફોર્મમાં જોઈને માતાપિતાની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. પિતાએ પુત્રીને ખૂબ આશીર્વાદ આપ્યા, જ્યારે માતાએ તેને જોતા જ ગળે લગાવી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. અને નેટીઝન્સ પણ રિએક્શન આપી રહ્યાં છે. 

fallbacks

પોલીસની વરદીમાં માતાપિતાને મળી પુત્રી

વાયરલ થઈ રહેલા આ વીડિયોને મોનિકા પૂનિયાએ પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો છે. આ વીડિયો તે લોકોને બતાવવા માંગતી હતી કે જ્યારે માતાપિતાએ તેને પ્રથમ વખત પોલીસ યુનિફોર્મમાં જોયો ત્યારે તેમનુ રિએક્શન શું હતું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મોનિકા પોતાની ટ્રેનિંગ પૂરી કરીને ઘરે પહોંચી હતી. તેમણે પરિવારના સભ્યોને બિલકુલ ના જણાવ્યું કે તે આ વખતે યુનિફોર્મ લઈને આવી છે. થોડા સમય પછી, તે માતાને સંપૂર્ણ યુનિફોર્મમાં મળે છે અને પછી તેના પિતાને મળવા ખેતરમાં જાય છે.

જોતા જ ખુશ થઈ ગયા માતાપિતા

પુત્રીને પોલીસ યુનિફોર્મમાં જોઈને માતાએ મોનિકાને ગળે લગાવી હતી. બીજી તરફ પિતાએ જ્યારે જોયું તો તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા અને દીકરીને આશીર્વાદ આપ્યા. આ દરમિયાન તેમણે દરેકને દીકરીઓને સક્ષમ બનાવવાનો સંદેશ પણ આપ્યો. તેમણે કહ્યું કે તમારી દીકરીને કંઈક બનાવવા માટે ઘરની બહાર મોકલો.

 

વીડિયો શેર કરતા મોનિકાએ લખ્યું છે કે, માતાપિતાને મારી પ્રથમ ભેટ. દિલ્લી પોલીસ સબ ઈન્સ્પેક્ટરને યુનિફોર્મમાં જોઈને માતાપિતાનું પ્રથમ રિએક્શન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More