War Protocols For Civilians: પહલગામમાં થયેલા હુમલા પછી આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીની તૈયારીઓ ભારત તરફથી શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારથી જ ચર્ચા હતી કે આ વખતે ભારત આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપશે. આતંકવાદીઓને નેસ્તોનાબૂદ કરવા માટે ભારત તરફથી ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. જોકે ત્યાર પછી પાકિસ્તાન તરફથી ભારત પર હુમલો કરવામાં આવતા બંને દેશ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જવા લાગી છે.
આ પણ વાંચો: Yellow Teeth: પીળા દાંતને સફેદ કરવાનો અચૂક ઉપાય, આ 2 વસ્તુથી કરો દાંતની સફાઈ
પાકિસ્તાન તરફથી થતાં હુમલાને જડબાતોડ જવાબ ભારત આપી રહ્યું છે.ભારત પાકિસ્તાનના આ તણાવ વચ્ચે જો યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો ફક્ત સેના માટે જ નહીં પરંતુ સામાન્ય લોકો માટે પણ કેટલાક પ્રોટોકોલ લાગુ થાય છે. યુદ્ધ જેવી સ્થિતિમાં લોકોએ શું કરવું જોઈએ આજે તમને જણાવીએ.
આ પણ વાંચો: લીમડાના પાનની પેસ્ટમાં આ વસ્તુ ઉમેરી લગાડો ફેસ પર, ખીલ, ડાઘની સમસ્યાથી મળશે છુટકારો
લોકોએ કયા પ્રોટોકોલનું પાલન કરવું પડે ?
યુદ્ધ શરૂ થયા પછી સામાન્ય લોકોને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા હેઠળ નિયમ અને પ્રોટોકોલ ફોલો કરવા પડે છે. આ કાયદો નાગરિકોની સુરક્ષા, તેમની સાથે માનવીય વ્યવહાર સુનિશ્ચિત કરવાનું કામ કરે છે. આ કાયદા હેઠળ નાગરિકો પર હુમલો કરવાની મનાઈ, સ્વાસ્થ્ય સેવાઓ, રાહત કાર્યો બાધિત ન થાય તે વાતનું ધ્યાન રાખવામાં આવે છે.આ કાયદો યુદ્ધ પ્રભાવિત ક્ષેત્રોમાંથી નાગરિકોને નીકળવાની અનુમતિ આપે છે.
આ પણ વાંચો: બાળકને આપી શકાય એવી સોનાની વસ્તુઓની લેટેસ્ટ ડિઝાઈન, 1 થી 3 ગ્રામના વજનની ક્યુટ ગિફ્ટ
આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાના નિયમ અનુસાર કોઈ પણ પરિસ્થિતિમાં નાગરિકોને નિશાન બનાવવાની મનાઈ હોય છે. જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેને અપરાધ માનવામાં આવે છે. યુદ્ધ દરમિયાન નાગરિકોને સુરક્ષિત સ્થાન પર લઈ જવાની અનુમતિ હોય છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકો એવા વિસ્તારમાં રહેતા હોય જે તણાવ વધારે હોય તો લોકોએ પોતાના ઘરમાં જ રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં પડવાથી બચવું.
આ પણ વાંચો: આ સ્ટેપ ફોલો કરી ઘરે આરામથી દુર કરી શકશો નેલ એક્સટેન્શન, પાર્લર જવાની જરૂર નહીં પડે
યુદ્ધ જેવી સ્થિતિમાં નાગરિકોએ પોતાની આસપાસની સ્થિતિ પર ધ્યાન રાખવું જોઈએ અને કોઈપણ પ્રકારનું જોખમ જણાય તો તુરંત જ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકોએ પોતાના વિસ્તારના સુરક્ષિત રસ્તાઓ વિશે જાણકારી મેળવવી જોઈએ. કોઈપણ પ્રકારનું જોખમ સર્જાય તો સુરક્ષિત રસ્તો અપનાવીને તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો. દરેક વ્યક્તિએ પોતાની પાસે જરૂરિયાતની વસ્તુઓ જેમ કે ભોજન, પાણી, દવાઓ રાખવી જોઈએ.
યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સરકાર તરફથી જે નિર્દેશો જાહેર કરવામાં આવે તેનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી હોય છે
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે