Home> LifeStyle
Advertisement
Prev
Next

Salt Water: પાણીમાં આ સફેદ વસ્તુ મિક્સ કરી ચહેરો ધોવાનું શરુ કરો, ડાઘા દુર થશે અને ઢીલી ત્વચા ટાઈટ થવા લાગશે

Salt Water Face Wash Benefits: દિવસમાં એક કે બે વાર જો તમે પાણીમાં આ વસ્તુ ઉમેરી ફેસવોશ કરવાનું રાખશો તો તમારી ત્વચાની સુંદરતામાં કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ વિના પણ ચાર ચાંદ લાગી જશે.
 

Salt Water: પાણીમાં આ સફેદ વસ્તુ મિક્સ કરી ચહેરો ધોવાનું શરુ કરો, ડાઘા દુર થશે અને ઢીલી ત્વચા ટાઈટ થવા લાગશે

Salt Water Face Wash Benefits: વધતી ઉંમર હોય કે ખરાબ આહાર સ્કીન પર તેની અસર જરૂરથી થાય છે. સમયસર ધ્યાન આપવામાં ન આવે તો ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે અને ચહેરા સાવ ફિક્કો પડી જાય છે. પરંતુ જો તમે સમય રહેતા સ્કીન કેર રૂટીનમાં એક નાનકડો ફેરફાર પણ કરી લેશો તો ચહેરાની સુંદરતા અકબંધ રહેશે. ચહેરો બેદાગ અને યુવાન દેખાય તે માટે તમારે કોઈપણ પ્રકારનો ખર્ચો પણ કરવાનો નથી. 

fallbacks

આ પણ વાંચો:રાતોરાત વાયરલ થઈ ગયો વાળ ધોવાનો આ ટ્રેંડ, શેમ્પૂ કર્યા પછી વાળ થઈ જાય છે રેશમ જેવા

ઘરમાં જ રહેલી એક સામાન્ય વસ્તુ પાણીમાં ઉમેરીને ચહેરો ધોવાનું રોજ શરૂ કરી દો. આ નાનકડો ફેરફાર તમારી ત્વચાને સુંદરતામાં ચારચાંદ લગાડી દેશે. ચેહરાની સુંદરતા નેચરલી વધારવી હોય તો પાણીમાં મીઠું ઉમેરીને તેનાથી ચહેરો ધોવાનું શરૂ કરી દો. આ સામાન્ય ફેરફાર તમારી ત્વચાની સુંદરતાને અનેક ગણી વધારી દેશે.

મીઠાવાળા પાણીથી ચહેરો ધોવાના ફાયદા 

આ પણ વાંચો: રાત્રે ચણા પલાળવાનું ભુલી જાવ તો ટ્રાય કરો આ ટ્રીક, 1 જ કલાકમાં પલળી જશે કાબુલી ચણા

- જો તમે મીઠાવાળા પાણીથી ચહેરો સાફ કરો છો તો તેનાથી ત્વચા મુલાયમ અને ચમકદાર બનવા લાગશે તેનાથી કરચલીઓ અને કાળી ઝાંઈ પણ ઓછી થાય છે. 

- મીઠાવાળા પાણીથી ચહેરો ધોવાથી ત્વચા પરની ડેડ સ્કિન દૂર થાય છે અને ઢીલી પડેલી ત્વચા ટાઈટ થઈ શકે છે.

આ પણ વાંચો: Think Positive: આ 5 આદતો અપનાવી લો, બીજા જ દિવસથી થઈ જશો પોઝિટિવ અને સ્ટ્રેસ ફ્રી

- પાણીમાં એક ચપટી મીઠું ઉમેરીને ધોવાથી સ્કીન એજિંગના લક્ષણ ઓછા થાય છે. તેનાથી ઓપન પોર્સને ટાઈટ કરવામાં મદદ મળે છે. આ પાણી ત્વચાને સારી રીતે એક્સફોલિયેટ કરે છે. 

- મીઠાવાળું પાણી ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે અને ત્વચા મુલાયમ અને સ્વસ્થ દેખાય છે તેનાથી જ ત્વચાની ડ્રાયનેસ પણ દૂર થઈ જાય છે. 

- મીઠાવાળું પાણી એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ ધરાવે છે. તે એકને અને ખીલની સમસ્યાથી મુક્તિ અપાવે છે, તેનાથી ચહેરા પર દાણા પણ દેખાતા નથી. 

આ પણ વાંચો:પોતું કરવાના પાણીમાં મિક્સ કરો આ 2 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે માખીઓ, મચ્છર પણ ભાગી જશે

કેવી રીતે બનાવવું મીઠાનું પાણી? 

ચહેરો ધોવા માટે મીઠાનું પાણી બનાવવું હોય તો એક ગ્લાસ જેટલું પાણી લઈ તેમાં એક ચમચી મીઠું સારી રીતે મિક્સ કરી દો. મીઠું પાણીમાં ઓગળી જાય પછી આ પાણીથી ચહેરો વોશ કરો. આ પાણીથી ચહેરો સાફ કરીને બે મિનિટ હળવા હાથે મસાજ કરો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More