Weight Loss: વધતા વજનને કંટ્રોલ કરવા અને શરીરને ફીટ રાખવા માટે ચાલવું સૌથી સારી એક્સરસાઇઝ માનવામાં આવે છે. કહેવાય છે કે રોજ 10000 ડગલાં ચાલવાથી સ્થળતા દૂર થઈ શકે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો નિયમિત ચાલવું જોઈએ. યોગ્ય આહારની સાથે જો તમે 6-6-6 નો ફોર્મ્યુલા અપનાવો છો તો શરીરની વધેલી ચરબી ઝડપથી ઓગળી જશે.
આ પણ વાંચો: Recipe: ચટાકેદાર પાવભાજી બનાવવાનું આ છે સીક્રેટ, સામગ્રી ઉમેરવામાં આ સ્ટેપ ફોલો કરવા
આ ફોર્મ્યુલા તમને લાંબા સમય સુધી ફિટ અને સ્વસ્થ રાખશે. જો તમે આ ફોર્મ્યુલાને ફોલો કરીને રોજ વોક કરવાનું રાખશો તો 50 વર્ષે પણ શરીરમાં 30 વર્ષ જેવી સ્ફુર્તી રહેશે. આ ફોર્મ્યુલા છે સવારે 6 વાગ્યે અથવા સાંજે છ વાગ્યે 60 મિનિટ સુધી ચાલવું. વોક શરૂ કરતાં પહેલાં છ મિનિટ વોર્મ અપ કરી લેવું. ત્યાર પછી પાંચ મિનિટનો રેસ્ટ લઈને વોક શરૂ કરવી. જો આ ફોર્મ્યુલાને ડેઇલી ફોલો કરશો તો થોડા જ દિવસોમાં ફાયદો દેખાવા લાગશે.
આ પણ વાંચો: ત્વચા દેખાય છે ફાટેલી ? આ ફળની પેસ્ટ લગાડો ચહેરા પર, સ્કિન પર આવશે જબરદસ્ત નિખાર
રોજ 60 મિનિટ સુધી ચાલવાથી શરીરમાં સકારાત્મક ફેરફાર જોવા મળે છે. શરીરમાં જામેલી ચરબી ઝડપથી ઓગાળવી હોય તો આ ફોર્મ્યુલા ફોલો કરો નિયમિત રીતે વોક કરવાથી હૃદય, ફેફસાનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. તમે શરૂઆતમાં સવારે 30 મિનિટ અને સાંજે 30 મિનિટ વોક કરી શકો છો.
આ પણ વાંચો: પોતું કરવાના પાણીમાં ઉમેરો આ વસ્તુ, પોતું કર્યા પછી સાંજ સુધી ઘરમાં સુગંધ રહેશે
નિયમિત સવારે અને સાંજે 30-30 મિનિટ વોક પણ કરશો તો શરીર ફિટ રહેશે અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધરશે. વોક કરવાથી માનસિક ચિંતા અને સ્ટ્રેસ દૂર કરવામાં પણ મદદ મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે