Home> LifeStyle
Advertisement
Prev
Next

Weight Loss Injection: ભારતમાં આવી ગયું વજન ઘટાડનારું ઈન્જેક્શન 'વેગોવી', જાણો કિંમત અને કેવી રીતે કરે કામ

Weight Loss Injection: હાલમાં જ નોવો નોર્ડિસ્કે ભારતમાં વજન ઘટાડનારું ઈન્જેક્શન વેગોવી અધિકૃત રીતે લોન્ચ કર્યું છે. જે મોટાપા અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બને તેવો દાવો કરાયો છે. જાણો આ ઈન્જેક્શન કેવી રીતે કામ કરે અને તેની કિંમત શું છે. 

Weight Loss Injection: ભારતમાં આવી ગયું વજન ઘટાડનારું ઈન્જેક્શન 'વેગોવી', જાણો કિંમત અને કેવી રીતે કરે કામ

Weight Loss Injection: મોટાપા એક ગંભીર બીમારી છે જે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ઝડપથી વધી રહી છે. બાળકો હોય કે વૃદ્ધો, યુવાઓ દરેક આ બીમારીથી પરેશાન છે. મોટાપાના  કારણે ડાયાબિટીસ, હ્રદય રોગ, અને અન્ય અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધે છે. આવામાં લોકો વજન ઘટાડવા માટે અનેક સપ્લીમેન્ટ્સ, ફેટ લોસ પિલ્સ, પાઉડર વગેરેનો ઉપયોગ કરે છે. હાલમાં જ 24 જૂનના રોજ ડેનમાર્કની ફાર્મા કંપની નોવો નોર્ડિસ્કે ભારતમાં પોતાનું વજન ઘટાડવા માટેનું ઈન્જેક્શન વેગોવી લોન્ચ કર્યું છે. આ ઈન્જેક્શન અઠવાડિયામાં એકવાર લેવામાં આવે છે અને તે GLP1 રિસેપ્ટર એગોનિસ્ટ છે, જે વજન ઘટાડવાની ઈચ્છા ધરાવતા લોકો માટે ફાયદાકારક રહી શકે છે. 

fallbacks

શું છે વેગોવી?
વેગોવીમાં સેમાગ્લુટાઈડ હોય છે, જે ગ્લુકાગન-લાઈક પેપ્ટાઈડ-1 રિસેપ્ટર એગોનિસ્ટ નામની દવાઓના વર્ગમાંથી આવે છે. તેને ટાઈપ 2 ડાયાબિટીસને  કંટ્રોલ કરવા માટે બનાવવામાં આવ્યું છે. પરંતુ તેના અસરદાર વજન ઘટાડવાના પ્રભાવોને કારણે તેને મોટાપાની સારવાર માટે પણ કારગર માનવામાં આવી રહ્યું છે. 

કેવી રીતે કરે કામ
વેગોવી ઈન્જેક્શન શરીરમાં નેચરલ હોર્મોન જીએલપી-1ની નકલ કરવાનું કામ કરે છે. જે ભૂખ અને પાચનને કંટ્રોલ કરવામાં પ્રભાવી રહી શકે છે. તે દિમાગમાં ભૂખને કંટ્રોલ કરનારા કેન્દ્રો પર કામ કરે છે. જેનાથી તમને કેલરીનું સેવન ઘટાડવામાં મદદ મળે છે. વેગોવી પાચનને ધીમુ કરે છે જેનાથી વ્યક્તિને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અહેસાસ થાય છે. તે ઓવર ઈટિંગથી બચવામાં મદદ કરી શકે છે. 

શું છે વેગોવીની કિંમત?
નોવો નોર્ડિસ્કે તેને 5 ડોઝમાં લોન્ચ કર્યું છે.  0.25 mg, 0.5 mg, 1 mg, 1.7 mg અને  2.4 mg. 0.25 mg, 0.5 mg અને 1 mg ડોઝની માસિક કિંમત 17,345 રૂપિયા રાખવામાં આવી છે. જે પ્રતિ સપ્તાહ 4,366 રૂપિયા છે. જ્યારે 1.7 mg અને 2.4 mg માટે મહિના ભરની કિંમત 24,280 અને 26,015 રૂપિયા રાખવામાં આવી છે. જે પ્રતિ સપ્તાહ 6070 અને 6503 રૂપિયા છે. આ ઈન્જેક્શનને અઠવાડિયામાં એકવાર લેવામાં આવે છે જે ફ્લેક્સટચ પેન જેવા ડિવાઈસમાં આવે છે. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More