આજના સમયમાં વેઈટ લોસ માટે લોકો અનેક અઠવાડિયા સુધી ડાયેટિંગના નામે ભૂખ્યા રહેતા હોય છે. પરંતુ ડાયેટિંગનો અર્થ એ જરાય નથી કે તમે ભૂખ્યા રહો. ફિટનેસ અને વેઈટલોસ અત્યારના સમયમાં લોકો માટે એક મોટો પડકાર જાણે બની ગયા છે. જો તમે પણ ડાયેટિંગ કરીને થાકી ગયા હોવ તો અમે તમને કેટલીક ફિટનેસ ટિપ્સ આપીશું જેનાથી તમે હેવી ડાયેટિંગ કર્યા વગર વેઈટલોસ કરી શકો છો. વેઈટલોસ સમયે બોડીને અનેક જરૂરી પોષક તત્વો મળવા જરૂરી હોય છે જેની બોડીને ખુબ જરૂર હોય છે.
કેલરી ઈનટેક ઓછી કરો
વેઈટ લોસ માટે ડાયેટિંગ જરૂરી નથી, બસ તમારે કેલરીના વધુ પ્રમાણને ઘટાડવાની જરૂર છે. તમે લો કાર્બ્સ અને હાઈ પ્રોટીન ડાયેટ લો. કાર્બોહાઈડ્રેટ ખાવાનું બિલકુલ બંધ ન કરો, કારણ કે તમને કસરત દરમિયાન એનર્જી માટે સારા કાર્બની જરૂર પડશે જ.
કસરત વધારો
કેલરીનો વેઈટ લોસ સાથે ખુબ ગાઢ સંબંધ છે. જો તમે નિયમિત રીતે વ્યાયામ કરી રહ્યા હોવ તો તમે વધુ કેલરી બર્ન સાથે વેઈટ લોસ કરી શકો છો. આ સાથે જ કસરત તમારા હાર્ટ, બ્લડ પ્રેશર, શુગર અને મેન્ટલ હેલ્થ માટે પણ સારી છે. દરરોજ 8000-12000 સ્ટેપ્સ ચાલવાથી માત્ર કેલરી બર્ન કરવામાં મદદ મળે છે એટલું જ નહીં પરંતુ ઓવર ઓલ હેલ્થમાં પણ સુધારો થઈ શકે છે.
સારીં ઊંઘ લેવી જોઈએ
વેઈટ લોસ માટે તમને સારી ઊંઘની પણ જરૂર પડે છે. જેથી કરીને મસલ્સર રિકવરી સારી થઈ શકે. જો તમે રોજ સાડા સાત કલાકથી વધુ સૂતા હોવ તો તે ફેટ બર્નિંગ પ્રોસેસને ફાસ્ટ કરશે કારણ કે તેનાથી તમારું મેટાબોલિઝમ પણ સારું થશે. જેનાથી તમારા ક્રેવિંગવાળા હોર્મોન પણ બેલેન્સ થાય છે. ગુડ સ્લીપ પેટર્ન તમારા મેન્ટલ હેલ્થ માટે પણ સારી છે.
પ્રોસેસ્ડ ફૂડને એવોઈડ કરો
એક્સપર્ટ્સ મુજબ વેઈટ લોસ માટે રેડી ટુ ઈટ પ્રોસેસ્ડ ફૂડના સેવનથી બચવું જોઈએ. જેટલું બની શકે એટલું ટાળો. નોર્મલ ફૂડની સરખામણીમાં પેક્ડ ફૂડમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે. કોશિશ કરો કે બહારનું ખાવાનું ન ખાઓ. ઘરે જ લો કાર્બ અને હાઈ પ્રોટીન ફૂડ લો.
ખોરાકના કોળિયા ધીરે ધીરે ચાવો અને સારી રીતે ચાવો
ખાવાનું તમે જેટલું સારી રીતે ચાવીને ખાશો એટલું તમને વેઈટ લોસમાં ફાયદો કરાવી શકે છે. તેનાથી તમારા બોડીને જરૂરી પોષણતત્વો તો મળશે જ પરંતુ સાથે સાથે ક્રેવિંગ પણ ઓછું થશે. ડાયજેશન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેટ ફુલવું, એસિડિટી વગેરે પણ ઠીક થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી મીડિયા રિપોર્ટ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે