આપણા ઘરોમાં ગરોળી અવારનવાર દેખાતી હોય છે જે એક સામાન્ય વાત છે. આપણામાંથી મોટાભાગના લોકો તેને નજરઅંદાજ કરતા હોય છે. પરંતુ જ્યોતિષ, વાસ્તુ, અને શકુન શાસ્ત્ર મુજબ ગરોળી દેખાવવી એક માત્ર જીવ દેખાય એવું નથી પરંતુ અનેકવાર તેને શુભ અશુભ સંકેતો સાથે જોડવામાં આવે છે. ગરોળીનો રંગ, તેનો વ્યવહાર, અને તે ક્યાં દેખાય તે બધુ ઘણું બધુ દર્શાવી શકે છે. ધર્મ શાસ્ત્રોમાં પણ ગરોળી ઘરમાં દેખાય તેને શુભ કે અશુભ સંકેત વિશે જણાવવામાં આવ્યું છે. આવામાં વિસ્તારપૂર્વક જાણો કે ગરોળી દેખાય તો કયા કયા સંકેત મળી શકે છે.
કાળી ગરોળી દેખાય તો?
જો તમારા ઘરમાં તમને કાળી ગરોળી દેખાય, ખાસ કરીને પૂજા ઘર કે મંદિર પાસે તો તેને ખુબ અશુભ માનવામાં આવે છે. કાળી ગરોળીને અલક્ષ્મીનું પ્રતિક ગણવામાં આવી છે. ઘરમાં કાળી ગરોળી દેખાય તે સંકેત આપે છે કે ધનહાનિ થઈ શકે છે અથવા તો ઘરમાં કોઈ મોટી સમસ્યા આવી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે આ નકારાત્મક ઉર્જાનું પ્રતિક છે અને તેને નજરઅંદાજ કરવી જોઈએ નહીં.
બે ગરોળી એક સાથે દેખાય તો સાવધાન
જો ઘરમાં એક સાથે બે ગરોળી દેખાય તો તે સામાન્ય હોઈ શકે છે. પરંતુ જો બંને પરસ્પર લડતી જોવા મળે તો તે અશુભ હોઈ શકે છે. શાસ્ત્રો મુજબ આ સંકેત આપે છે કે ઘરમાં કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યનું જોખમ હોઈ શકે છે કે કોઈ બીમારી દસ્તક આપનારી છે. આવામાં સતર્ક રહેવું અને ઘરમાં સાફ સફાઈ, પૂજા-પાઠ વગેરેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
પૂજા સ્થળે દેખાય તો શુભ સંકેત
જો ગરોળી તમને પૂજા ઘર કે મંદિરમાં જોવા મળે તો તેને શુભ ગણવામાં આવી છે. વિશેષ કરીને તે જો શુક્રવારનો દિવસ હોય તો તેને માતા લક્ષ્મીની કૃપાનો સંકેત ગણાય છે. જે દર્શાવે છે કે ઘરમાં ધન ધાન્યમાં વધારો તશે અને આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. અનેક લોકો તેને ઘરમાં આવનારી સમૃદ્ધિ અને ખુશહાલી સાથે જોડીને જુએ છે.
ગરોળીનું પડવું
ગરોળી ઘણીવાર ઘરમાં વારંવાર દીવાલ પરથી જમીન પર પડવું સારું ગણાતું નથી. તે આવનારી મુશ્કેલી કે સમસ્યાનો સંકેત હોઈ શકે છે. પરંતુ જો ગરોળી કોઈ વ્યક્તિના શરીર પર પડે તો તેનો સંકેત વ્યક્તિના અંગ વિશેષના આધારે અલગ અલગ હોઈ શકે છે. ક્યારેક તે શુભ ગણાય તો ક્યારેક અશુભ. શકુન શાસ્ત્ર મુજબ ગરોળી જમણા ખભે પડે તો શુભ મનાય છે જ્યારે માથા પર પડે તો ચિંતાનું કારણ હોઈ શકે છે.
ગરોળીને નુકસાન પહોંચાડવું અશુભ
શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈ પણ જીવને અનાવશ્યક રીતે મારવું કે નુકસાન પહોંચાડવું ખોટું છે. ખાસ કરીને ગરોળીને મારવી કે તેને નુકસાન પહોંચાડવું નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે અને તેની અસર ઘરના વાતાવરણ ઉપર પણ પડે છે. ગરોળીને ઘરમાંથી હટાવવાના ઉપાય અપનાવી શકાય છે. પરંતુ તેને નુકસાન પહોંચાડતા બચવું જોઈએ.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે