Home> LifeStyle
Advertisement
Prev
Next

Labubu Doll Trend: શું લાબુબૂ ડોલ ? ડરામણી સ્માઈલવાળી ઢીંગલીઓ આ કારણે રાતોરાત થઈ ફેમસ

Labubu Doll Trend: સોશિયલ મીડિયા પર લાબુબૂ ડોલ જેને કેટલાક લબુબુ ડોલ પણ કહે છે તે રાતોરાત ટ્રેંડ કરવા લાગી છે. આ ઢીંગલીની કીંમત પણ રાતોરાત વધવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ આ ઢીંગલીઓમાં શું ખાસ વાત છે ?
 

Labubu Doll Trend: શું લાબુબૂ ડોલ ? ડરામણી સ્માઈલવાળી ઢીંગલીઓ આ કારણે રાતોરાત થઈ ફેમસ

Labubu Doll Trend: સોશિયલ મીડિયા પર લાબુબૂ ડોલ ટ્રેંડ કરે છે. આ ઢીંગલીઓ ડરામણી સ્માઈલવાળી હોય છે. અલગ અલગ પ્રકારની લાબુબૂ ડોલ્સ વાયરલ થવા લાગી છે. આ ઢીંગલીની આંખો મોટી હોય છે અને તેની સ્માઈલ પણ શેતાની દેખાય છે. તેમ છતાં લોકો આ ઢીંગલીઓ પાછળ પાગલ થઈ રહ્યા છે. આ ડોલ્સનો ટ્રેંડ એટલો વધી ગયો છે કે તેની કીંમત લાખો રુપિયા સુધી પહોંચી ચુકી છે. તો ચાલો જાણીએ કે આ નાનકડી ઢીંગલી શા માટે આટલી ફેમસ થઈ રહી છે. 

fallbacks

આ પણ વાંચો: Lifehacks: વરસાદી વાતાવરણમાં ધોયેલા કપડાને ઝડપથી સુકાવા અપનાવો આ સરળ ટ્રિક્સ

શું છે લાબુબૂ ડોલ ?

લાબુબૂ એક કાલ્પનિક કેરેક્ટર છે જેને વર્ષ 2015 માં હોંગકોંગના એક આર્ટિસ્ટે બનાવ્યું હતું. આ કેરેક્ટર નાર્ડિક પરી કથાઓથી પ્રેરિત છે. આ ઢીંગલીઓ દેખાવમાં ડરામણી છે પરંતુ તેને સ્ટાઈલિશ માનવામાં આવે છે. 

આ પણ વાંચો: આથવાની ઝંઝટ વિના ચોખાના લોટમાંથી બનાવો ઈન્સ્ટંટ ઢોસા, આ ટ્રીકથી જાળીદાર બનશે ઢોસા

લોકો શા માટે ખરીદી રહ્યા છે લાબુબૂ ડોલ ?

લાબુબૂ ડોલ દેખાવામાં યૂનિક છે. તે વિચિત્ર દેખાવ છતા લોકોને ગમે એવી હોય છે. ખાસ તો આ ડોલ્સની લિમિટેડ એડિશન હોવાથી તેની વેલ્યૂ વધવા લાગી છે. સોશિયલ મીડિયા પર આ ડોલનો ક્રેઝ ત્યારે વધ્યો જ્યારે કે પોપ સ્ટાર લીસાએ તેના સોશિયલ મીડિયા પર લાબુબૂ ડોલનો ફોટો શેર કર્યો હતો. ત્યારથી તે ઈંટરનેશનલ સેલેબ્રિટીઝ માટે ટ્રેંડ બની ગઈ. 

આ પણ વાંચો: લાઈટ ચાલુ કરશો તો પણ ઘરમાં નહીં ઘુસે પાંખવાળી જીવાત, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુ

આ ડોલનો ક્રેઝ સ્ટાર્સમાં એટલો વધ્યો છે કે રિહાના, દુઆ લીપા અને બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે પણ આ ડોલ સાથે જોવા મળી છે. લાબુબૂ ડોલ નવો ફેશન ટ્રેંડ બની ગઈ છે. 

આ પણ વાંચો: ઈમરજન્સી સમયે પાયલોટ Mayday શા માટે બોલે ? આ છેલ્લા શબ્દોનો અર્થ ખબર છે તમને ?

એક ઢીંગલીની કીંમત જાણી ચોંકી જશો

ફેશન ટ્રેંડના કારણે આ નાની નાની ઢીંગલીઓની કીંમત પણ લાખો રુપિયા થઈ ચુકી છે. લોકો લાખો રુપિયા ખર્ચીને આ ડરામણી ઢીંગલીઓ ખરીદે છે. લોકો ચાવી સાથે કે પર્સમાં તેને લટકાવવા લાગ્યા છે. હાલમાં જ બીજિંગમાં 131 સેંટીમીટરની લાબુબૂ ડોલ નીલામીમાં અંદાજે 1.2 કરોડ રુપિયામાં વેંચાઈ હતી. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More