Home> LifeStyle
Advertisement
Prev
Next

Bra Fat: બ્રા ફેટ ઘટાડવા રોજ 15 મિનિટ કરો આ કામ, બ્રા માંથી બહાર લટકતી ચરબી ગાયબ થઈ જશે

Bra Fat: મોટાભાગની મહિલાઓ કમરની ઉપરના ભાગે જામેલી ચરબીથી પરેશાન હોય છે. આ ફેટને બ્રા ફેટ કહેવાય છે. આ ફેટ બેલી ફેટ કરતાં પણ ખરાબ છે કારણ કે જો તે વધી જાય તો તેને ઘટાડવું મુશ્કેલ છે. તેથી સમયસર આ કસરતો મહિલાઓએ શરુ કરી દેવી જોઈએ. શરુઆતમાં ઓછી મહેનતે અપર બોડી ફેટ ઘટી જાય છે.
 

Bra Fat: બ્રા ફેટ ઘટાડવા રોજ 15 મિનિટ કરો આ કામ, બ્રા માંથી બહાર લટકતી ચરબી ગાયબ થઈ જશે

Bra Fat: બોડી ફેટ વધે ત્યારે શરીરના અલગ અલગ અંગો પર દેખાવા લાગે છે. જેના કારણે શરીર બેડોળ થઈ જાય છે. મોટાભાગે લોકો લોવર બોડી ફેટ ઉપર જ ધ્યાન આપતા હોય છે. એટલે કે પેટ, કમર, સાથળ પર જે ચરબી જામતી હોય છે તેને જ ઘટાડવા ને મહત્વ આપવામાં આવે છે. પરંતુ લોવર બોડી ફેટની જેમ જ અપર બોડી ફેટ પણ ખતરનાક હોય છે. 

fallbacks

આ પણ વાંચો: હોળી રમતા પહેલા સ્કિન પર લગાડો આ વસ્તુ, સ્કિન ખરાબ નહીં થાય અને રંગ સરળતાથી નીકળશે

અપર બોડી ફેટ એટલે કે કમરની ઉપર તરફ પીઠ અને છાતીના ભાગે જમા થતી ચરબી. મહિલાઓ આ સમસ્યાથી વધારે પરેશાન રહે છે. આ રીતે જામેલા ફેટને બ્રા ફેટ પણ કહેવાય છે. બેલીફેટ કરતાં પણ આ ફેટ ખતરનાક હોય છે કારણ કે તેને ઘટાડવા માટે વધારે મહેનત કરવી પડે છે. આ ફેટ વધતું હોય ત્યારે જ જો કેટલીક એક્સરસાઇઝ કરી લેવામાં આવે તો તે સરળતાથી ઘટી શકે છે. 

આ પણ વાંચો: Skin Care: ઢીલી પડેલી સ્કિન પણ ટાઈટ થશે, લીંબુના રસમાં આ વસ્તુ ઉમેરી લગાડો સ્કિન પર

ચેસ્ટની આસપાસ અને કમરની ઉપર તરફ જામતી ચરબીથી મહિલાઓ વધારે પરેશાન હોય છે. આ ચરબીને ઉતારવા માટે જો ઓછી મહેનત કરવી હોય તો રોજ 15 મિનિટનો સમય કાઢીને આ એક્સરસાઇઝ કરી લેવી. આ એક એક્સરસાઈઝ કરવાથી અપર બોડી ફેટ ઓછું થાય છે. 

આ પણ વાંચો: હોઠને નેચરલી પિંક બનાવવા અપનાવો આ 3 ઘરેલુ ઉપાય, લિપસ્ટિક કરવાની જરૂર નહીં પડે

સ્કીપિંગ કરો 

સ્કીપિંગ એવી એક્સરસાઇઝ છે જે શરીરના ઉપરના ભાગ પર અસર કરે છે. ઓવરઓલ બોડીની એક્સરસાઇઝની સાથે સ્કીપિંગ કરવાથી અપર બોડી ફેટ ઓગળી શકે છે. સ્કીપિંગ કરવાથી પીઠના મસલ્સ પણ ટાઈટ બને છે. રોજ 15 મિનિટ સ્કીપિંગ કરવાથી ફાયદો ઝડપથી દેખાશે. 

આ પણ વાંચો: Skin Care: જાયફળના પાવડરમાં આ વસ્તુ મિક્સ કરી ચહેરા પર લગાડો, ડેડ સ્કિન નીકળી જશે

જમ્પિંગ જેક 

જે લોકોના શરીરના ઉપરના ભાગમાં ફેટ જામ્યું હોય તેમણે જમ્પિંગ જેક એક્સરસાઇઝ કરવી જોઈએ. આ એક્સરસાઇઝથી પીઠના દુખાવાથી પણ છુટકારો મળશે.જમ્પિંગ જેક કરવાથી આર્મ્સ, પીઠ, કમર, પેટ ઉપરાંત છાતીની આસપાસ જામેલી વધારાની ચરબી પણ ઝડપથી ઓછી થાય છે. 

આ પણ વાંચો: Knee Pain: રોજ કરો આ 4 યોગાસન, તેલ, બામ કે દવા વિના ઘુંટણના દુખાવાથી મળશે રાહત

માર્જરી આસન 

આ યોગાસન અપર બોડી ફેટને ઘટાડવા માટે કારગર છે. આ આસનનો અભ્યાસ રોજ કરવાથી શરીરનું ફેટ ઝડપથી ઓગળે છે.. આ આસન રોજ કરવાથી અપર બોડી ફેટ ઓછું થવા લાગશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More