Weight Loss Tips: ફળ ખાવાથી સ્વાસ્થ્ય અને ખૂબ જ ફાયદો થાય છે ડોક્ટર પણ નિયમિત ફળ ખાવાની સલાહ આપે છે. કેટલાક લોકો દિવસની શરૂઆત ફળ ખાઈને કરે છે તો કેટલાક લોકો નાસ્તા સાથે જ્યુસ પીતા હોય છે. દિવસ દરમિયાન ફળ ખાવાથી શરીરને જરૂરી મેનરલ્સ અને વિટામિન્સ મળે છે. જ્યારે વ્રત કર્યું હોય ત્યારે ફ્રુટ જ્યુસ પીવાથી શરીરમાં એનર્જી આવી જાય છે. ફ્રુટ જ્યુસમાં નેચરલ સુગર હોય છે જે શરીરને એનર્જી આપે છે. તેવામાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે ફળ ખાવાથી વધારે ફાયદો થાય કે જ્યુસ પીવાથી ? આજે આ પ્રશ્નનો સમાધાન તમને આપીએ.
આ પણ વાંચો:
Monsoon: ચોમાસામાં બાળકોને ખવડાવો આ વસ્તુ, પછી વરસાદમાં પલળશે તો પણ માંદા નહીં પડે
Recipes: શ્રાવણ મહિનાના ઉપવાસમાં ટ્રાય કરો વ્રત સ્પેશિયલ પરાઠા, સ્વાદ લાગશે લાજવાબ
Neem Oil: ચોમાસામાં નહીં ખરે એક પણ વાળ, આ રીતે લીમડાનું તેલ કરશે વાળ પર જાદૂ
નિષ્ણાંતો અનુસાર ફળ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે કારણ કે ફોર્ડમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે પાચન માટે પણ સારું છે. પરંતુ જો તમારે વજન ઘટાડવું હોય અને બ્લડ સુગર કંટ્રોલ રાખવું હોય તો આખા ફળ ખાવાનું રાખવું જોઈએ. સાથે જ બેરી સફરજન ખાતા ફળ દ્રાક્ષ તેનું વધારે સેવન કરવું જોઈએ. તેનાથી વધારે ફાયદો થાય છે.
ફ્રુટ જ્યુસ ટેસ્ટી લાગે છે અને શરીરને એનર્જી પણ આપે છે કારણ કે તેમાં ફક્ત ફળનો રસ નથી હોતો તેમાં અન્ય વસ્તુઓ પણ મિક્સ કરવામાં આવે છે. જ્યારે ફળમાંથી જ્યુસ બને છે ત્યારે તેમાં રહેલા ફાઇબરની માત્રા ઘટી જાય છે. સાથે જ સુગર અને કેલેરીનું પ્રમાણ વધી જાય છે. ખાસ કરીને જો તમે પેકેટમાં મળતા જ્યુસ સેવન કરો છો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે