Home> LifeStyle
Advertisement
Prev
Next

90 ટકા લોકોને ખબર નહીં હોય કે ચામાં પહેલા દૂધ નાખવું કે પાણી...જાણી લો સાચી રીત

How to Make Perfect Tea : ચા દરેકને ગમે છે તેમ છતાં એવું બિલકુલ જરૂરી નથી કે દરેક વ્યક્તિ પરફેક્ટ ચા કેવી રીતે બનાવવી તે જાણે છે. તેમ છતાં મોટાભાગના લોકોને મૂંઝવણ હોય છે કે ચામાં પહેલા દૂધ ઉમેરવું કે પાણી. જો તમે પણ આવું જ વિચારતા હોવ તો આ લેખ તમારા માટે છે. કારણ કે અમે આ લેખમાં તમારી આ મૂંઝવણ દૂર કરીશું. 
 

90 ટકા લોકોને ખબર નહીં હોય કે ચામાં પહેલા દૂધ નાખવું કે પાણી...જાણી લો સાચી રીત

How to Make Perfect Tea : લગભગ દરેક ઘરમાં સવાર પડતાં જ ચા બનતી હોય છે. મોટાભાગના લોકોને જ્યાં સુધી ચાની ચુસ્કી ના લે ત્યાં સુધી કંઈ કરવાનું મન થતું નથી. ભારતીયો માટે બસ ચા પીવા માટે બહાનું હોવું જોઈએ. ઓફિસમાં ઘણું કામ હોવા છતાં પણ લોકો ચા પીવા માટે સમય કાઢે છે. કારણ કે ચા પ્રત્યેનો પ્રેમ તેને અલગ બનાવે છે.

fallbacks

આમ તો લોકો ચા કેવી રીતે બનાવવી એતો જાણતા હોય છે, પરંતુ ઘણીવાર લોકોમાં પરફેક્ટ ચા બનાવવાને લઈને મૂંઝવણ થાય છે. ચામાં ક્યારે આદુ ઉમેરવું કે ચામાં ગોળ નાખવો કે ખાંડ અને કયા સમયે નાખવું આ બધી મૂંઝવણ થતી હોય છે. આ ઉપરાંત એક મોટી મૂંઝવણ લોકોમાં એ હોય છે કે ચામાં પહેલા દૂધ નાખવું જોઈએ કે પાણી. ત્યારે આ લેખમાં અમે તમને પરફેક્ટ ચાની રેસિપી જણાવીશું. 

ચામાં પહેલા દૂધ નાખવું કે પાણી ?

ઘણા લોકો પહેલા દૂધ અને તેમાં ચાની પત્તી નાખે છે, જ્યારે કેટલાક લોકો પહેલા ચાની પત્તીને પાણીમાં ઉકાળીને પછી દૂધ નાખે છે. હવે જો આ બેમાંથી સાચી પદ્ધતિ વિશે વાત કરીએ તો ચાનો અસલી સ્વાદ ત્યારે આવે છે જ્યારે ચાને પહેલા પાણીમાં ઉકાળવામાં આવે છે અને પછી તેમાં દૂધ ઉમેરવામાં આવે છે. કારણ કે જો તમે પહેલા દૂધ નાખશો તો ચાની પત્તી યોગ્ય રીતે બહાર આવશે નહીં અને ચાનો સ્વાદ હળવો રહેશે.

Matka: માટલામાં પાણી રહેશે ફ્રીજ જેવું ઠંડુ, આજે જ ટ્રાય કરો મીઠાનો આ નુસખો

પરફેક્ટ ચા કેવી રીતે બનાવવી ?

  • સૌથી પહેલા એક કડાઈમાં પાણી ઉકાળો અને તેમાં ચા પત્તી નાખો
  • જો તમારે આદુની ચા પીવી હોય તો ચા પત્તી નાખતા પહેલા આદુ નાખો
  • જ્યારે આદુ અને ચા પત્તીનો અર્ક મિક્સ થઈ એટલે ત્યારે તેમાં ખાંડ ઉમેરો
  • બધું બરાબર મિક્સ થઈ જાય પછી દૂધ નાખવું જોઈએ
  • ચાને વધુ 2-3 મિનિટ ધીમી આંચ પર ઉકળવા દો અને તેને ગાળીને સર્વ કરો

કઈ ભૂલોને કારણે સ્વાદ બરાબર નથી આવતો ?

લોકો ઘણીવાર દૂધ ઉકાળ્યા પછી પાણી ઉમેરે છે અને તે પછી તરત જ ચા પત્તી ઉમેરી દે છે. જ્યારે આમ કરવાથી ચા થોડી કાચી પડી જાય છે. ચાની પત્તી ક્યારેય છેલ્લે ઉમેરવી જોઈએ નહીં. જેના કારણે તેનો સ્વાદ યોગ્ય રીતે બહાર આવતો નથી. ખાંડને ઓગળવામાં વધુ સમય લાગતો નથી, તેથી જ્યારે તમે ઇચ્છો ત્યારે તેને ઉમેરો તો કોઈ વાંધો નથી.

BSIએ 1980માં નક્કી કર્યું ચાનું સ્ટાન્ડર્ડ ધોરણ

બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ વસ્તુઓના સાચા ધોરણો નક્કી કરે છે. તેમના મતે ચાનો સ્વાદ વધારવા માટે ચા પત્તીની ગુણવત્તા અને તેનો યોગ્ય ઉપયોગ ખૂબ જ જરૂરી છે. મીડિયા અહેવાલ મુજબ, ચાનો સાચો સ્વાદ 1980માં બ્રિટિશ ટી પ્રોડ્યુસર્સ એસોસિએશન, ટી ટ્રેડ કમિટી, કૃષિ મંત્રાલય, મત્સ્યોદ્યોગ અને ખાદ્ય મંત્રાલય દ્વારા ઘણા વ્યાવસાયિક ટી-ટેસ્ટર્સ સાથે મળીને વિકસાવવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More