Home> LifeStyle
Advertisement
Prev
Next

માટલા જેવી ફાંદ થઈ જશે અંદર! પેટની ચરબી ઘટાડવા સવારે અપનાવો આ 5 આદતો

Pet Ka Motapa Kaise Kam Kare: પેટની ચરબી ઘટાડવા માટે યોગ્ય આદતોનું પાલન કરવું જરૂરી છે. જો તમે પણ પેટની ચરબી ઘટાડવા ઈચ્છો છો તો આજે અમે તમને પાંચ ટિપ્સ જણાવી રહ્યાં છીએ, જેનું પાલન તમે કરી શકો છો.

 માટલા જેવી ફાંદ થઈ જશે અંદર! પેટની ચરબી ઘટાડવા સવારે અપનાવો આ 5 આદતો

Pet Ki Charbi Kam Karne Ke Tarike: ફિઝિકલ ફિટનેસ અને હેલ્થી લાઇફસ્ટાઇલ માટે પેટની ચરબી ઘટાડવી ખૂબ જરૂરી છે. બહાર આવેલું પેટ ન માત્ર લુક ખરાબ કરે છે પરંતુ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે. બહાર નીકખેલું પેટ ઘણી બીમારીને આમંત્રણ આપી શકે છે. જો તમે પણ પેટને અંદર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો સવારે યોગ્ય આદતો અપનાવી તમારા આ લક્ષ્યને જલદી હાસિલ કરી શકો છો. અહીં અમે 5 એવી અસરકારક આદતો વિશે જણાવી રહ્યાં છીએ, જેને સવારે અપનાવી તમે પેટને અંદર કરી શકો છો.

fallbacks

પેટ અંદર કરવા માટે કરો આ કામ (What To Do To Reduce Belly Fat)
1. હુંફાળું પાણી પીવાની આદત પાડો

સવારે ઉઠી ખાલી પેટ હુંફાળું પાણી પીવું શરીરના મેટાબોલિઝ્મને તેજ કરે છે. તે પેટની ચરબી ઘટાડવા માટે ફાયદાકારક છે અને શરીરને ડિટોક્સ પણ કરે છે. પાણીમાં લીંબુ કે મધ નાખી તેની અસર વધારી શકો છો.

2. સવારે વોક કે જોગિંગ કરો
સવારે વોક કે જોગિંગ શરીરની એક્સ્ટ્રા કેલેરીને બર્ન કરવા માટે એક શાનદાર ઓપ્શન છે. તે ન માત્ર પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ શરીરને ફિટ રાખે છે. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ ફાસ્ટ વોક કે જોગિંગ કરો.

આ પણ વાંચોઃ ઘઉંના લોટ કરતા વધારે હેલ્ધી છે આ લોટની રોટલી, 20 ગણી સ્પીડમાં શરીરની ચરબી ઓગાળશે

3. યોગ અને પ્રાણાયમને અપનાવો
યોગ અને પ્રાણાયમ પેટની ચરબી ઘટાડવા માટે ખૂબ પ્રભાવી સાબિત થાય છે. ખાસ કરી કપાલભાતિ અને સૂર્ય નમસ્કાર જેવા યોગાસન પેટને અંદર કરવામાં મદદરૂપ હોય છે. દરરોજ સવારે 15-20 મિનિટ કપાલભાતિ અને સૂર્ય નમસ્કાર કરો.

4. પ્રોટીનથી ભરપૂર નાસ્તો કરો
સવારનો નાસ્તો દિવસનું સૌથી જરૂરી ભોજન હોય છે. પ્રોટીન યુક્ત નાસ્તો ન માત્ર તમને દિવસભર એનર્જી આપે છે, પરંતુ મેટાબોલિઝ્મને સારૂ બનાવે છે, જેનાથી ચરબી જલદી ઘટે છે. ઓટ્સ, ઈંડા, સ્પ્રાઉટ્સ કે ફણગાવેલા મગ નાસ્તામાં સામેલ કરો.

5. પાણીથી ભરપૂર ફળોનું સેવન કરો
સવારે નાસ્તાની સાથે કે પહેલા પાણીથી ભરેલા ફળ જેમ કે તરબૂચ, કાકડી કે સંતરા ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. આ ફળને સ્લાઇસ કરી સલાડના રૂપમાં સેવન કરો.

પેટને અંદર કરવા માટે યોગ્ય આદતો ફોલો કરવી જરૂરી છે. સવારની આ પાંચ આદતો ન માત્ર તમારા પેટની ચરબી ઘટાડશે, પરંતુ તમે સ્વસ્થ અને ફિટ બનશો. આ રૂટીનને તમારો ભાગ બનાવી તમે જલ્દી શરીરમાં સકારાત્મક ફેરફાર જોઈ શકો છો.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More