Exercise For Toned Thighs: સ્થૂળતા આજે અનેક લોકોની મોટી સમસ્યા છે. કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરવાથી ખાસ તો સાથળ આસપાસ ચરબી વધારે જામે છે. શરીરના નીચેના ભાગમાં જામેલું એક્સ્ટ્રા ફેટ દેખાવમાં ખરાબ લાગે છે અને કોન્ફિડન્સ પણ ઘટાડે છે. સાથળ આસપાસ જામેલી ચરબીનું મુખ્ય કારણ જંક ફૂડ વધારે ખાવું, સુસ્ત લાઈફ સ્ટાઈલ, કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવું હોઈ શકે છે. સાથળ પર જામેલી ચરબીને સરળતાથી રેગ્યુલર એક્સરસાઇઝ કરીને ઘટાડી શકાય છે. આજે તમને 2 એવી એક્સરસાઇઝ વિશે જણાવીએ જેને કરવાથી સાથળ આસપાસ જામેલી ચરબી ઝડપથી ઓછી થાય છે.
આ પણ વાંચો: Lauki Barfi: દૂધીમાંથી બનાવો સ્વાદિષ્ટ બરફી, દૂધી નહીં ભાવતી હોય તે પણ બે હાથે ખાશે
સાથળની ચરબી ઘટાડવા કરો આ 2 એક્સરસાઇઝ
સ્ક્વાટ્સ
કુલ્હા અને સાથળના ભાગે જામેલી ચરબીને દૂર કરવા માટે સ્ક્વાટ્સ અસરકારક એક્સરસાઇઝ છે. સ્ક્વાટ્સ નો નિયમિત અભ્યાસ કરવાથી સાથળના સ્નાયુ ટોન થાય છે. આ એક્સરસાઇઝ સ્નાયુને મજબૂત બનાવે છે અને એક્સ્ટ્રા ફેટ ઘટાડવામાં મદદ કરે છે. આ એક્સરસાઇઝ કરવા માટે સૌથી પહેલા પગને ખભાની પહોળાઈ અનુસાર ફેલાવીને ઊભા રહો. હવે ઘૂંટણને વાળીને નીચે તરફ ઝૂકો જેમ તમે ચેર પર બેસવા માટે કરતા હોય એ રીતે શરીર વાળો. આ પ્રક્રિયા દરમિયાન પીઠ સીધી રાખવી અને ઘૂંટણને આગળની તરફ વધારે ન ઝુકાવવા. આ રીતે એક્સરસાઇઝ 12 થી 15 ના સેટમાં 3 વખત કરો.
આ પણ વાંચો: આ સફેદ વસ્તુ સાથે મિક્સ કરી ચહેરા પર લગાડો જાયફળ, ચહેરા પરના ડાઘ ઝડપથી ઓછા થશે
લંજેસ
સાથળને સુડોળ કરવા માટે આ એક્સરસાઇઝ પણ બેસ્ટ છે. લંજેસ ફ્રન્ટ અને બેક બંને તરફની સ્નાયુને ટાર્ગેટ કરે છે અને સ્નાયુને મજબૂત બનાવે છે. સંજેસ કરવા માટે સૌથી પહેલા સીધા ઉભા રહો અને એક પગને આગળની તરફ લઈ જવો. ધીરે ધીરે ઘુંટણ વાળી નીચેની તરફ આગળ ઝૂકો. પાછળનો ઘૂંટણ જમીન પાસે લઈ જવો. ત્યાર પછી જેમ ઉભા હતા તે સ્થિતિમાં ફરીથી આવી જાવ અને આ પ્રક્રિયા બીજા પગ સાથે રીપીટ કરો. બંને પગમાં 10 થી 12 ના સેટ માં ત્રણ વખત કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે