Home> LifeStyle
Advertisement
Prev
Next

વરસાદમાં ટ્રેકિંગની મજા માણતાં આ એક ચીજવસ્તુ તો ખાસ રાખવી, તમારી યાત્રા સુરક્ષિત બનશે...

ચોમાસું આવે એટલે આપણને બહાર ફરવા જવાનું મન થાય. સાહસ ધરાવતા લોકો વરસાદમાં ટ્રેક પર જાય છે. દરમિયાન જો તેઓ નમકની બેગ સાથે રાખે તો મુસાફરીમાં લાભદાયી રહે છે અને કોઈપણ જાતની અગવડ ઊભી થતી નથી.

વરસાદમાં ટ્રેકિંગની મજા માણતાં આ એક ચીજવસ્તુ તો ખાસ રાખવી, તમારી યાત્રા સુરક્ષિત બનશે...

Trekking: વરસાદની સીઝન શરુ થઈ ગઈ છે અને ઘણાં પ્રકૃતિપ્રેમી લોકોને ટ્રેકિંગ પર જવાનું મન થઈ ગયું હશે. ચોમાસામાં ટ્રેકિંગ કરવાની મજા જ કંઈક અલગ રહે છે. આ સમયે પહાડોમાં અને નદીઓ આસપાસના વિસ્તારોમાં હરીયાળી જોવા મળે છે. વાતાવરણ પણ મન પ્રફુલ્લિત કરી દે તેવું રહે છે. ચોમાસામાં ટ્રેકિંગ એટલે રોમાંચિક, આનંદનો અનુભવ. જોકે વરસાદમાં ટ્રેક કરવામાં અમુક મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. જેમકે લપસણાં રસ્તાઓ પરથી મુસાફરી કરવી, ભૂસ્ખલનનો ભય, વધુ ભેજ, અણધાર્યુ વાતાવરણ, તુફાની પવનનો ખતરો અને જીવ-જંતુઓ જેવી સ્થિતિ સામે આવી શકે છે. એટલે ચોમાસામાં ટ્રેક પર સતત સતર્ક રહેવું પડે છે. પહાડી અને જંગલ જેવા વિસ્તારમાં ત્વચાનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. આ પરિસ્થિતિમાં વિશેષજ્ઞો કહે છે કે ટ્રેકિંગ દરમિયાન નમક સાથે રાખવું જોઈએ. જાણીએ તેની પાછળનું કારણ.

fallbacks

ટ્રેકિંગ સામાન્ય રીતે પગપાળા મુસાફરી કરી, જગ્યાઓની ખોજ કરવાની સાહસિક પ્રવૃત્તિ છે. જેમાં લોકો દિવસો સુધી ગ્રામીણ વિસ્તારો, ઉબડ-ખાબડ પહાડો , ઘાટીઓ, કિલ્લાઓ વગેરેને માણીને યાત્રા કરે છે. આ પ્રવૃત્તિ હાઈકિંગ અને વોકિંગનું સંયોજિત સ્વરુપ છે. 

જીવ-જંતુઓથી દૂર રાખે છે
ટ્રેકિંગ દરમિયાન જીવડાંઓ કરડે તેની પૂરી સંભાવના રહે છે. આવા કીડાઓને દૂર રાખવા અથવા જો કરડે તો દુખાવમાં રાહત આપવામાં નિમકનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ જંતુ ચામડી પર બેસે છો તો તુરંત તેના પર નમક નાખવું તે ત્વચાથી અલગ થઈ જશે. જેના કારણે કીડો કરડવાથી કે તેનાથી સંક્રમિત થવાનો ખતરો ટળે છે. 

થાકને દૂર કરે છે અને ઉર્જા આપે છે
ટ્રેકિંગમાં કોઈ વાહન-વ્યવહારની સુવિધા રહેતી નથી. માત્ર ચાલવાનું જ હોય છે. સતત ચાલતાં રહેવાથી શરીરમાં પરસેવો થાય છે. આ કારણે નમકની માત્રા ઓછી થઈ જાય છે. નમક સાથે રાખ્યું હોય અને આવી પરિસ્થિતિમાં તેનું સેવન કરીએ તો શરીરમાં પાણી અને નમકનું સ્તર જળવાયેલ રહે છે. તે ઈલેક્ટ્રોલાઈટને પણ જાળવી રાખે છે અને થકાનને દૂર કરે છે. નમક પ્રાકૃતિક રક્ષક છે. તે સ્કિન ઈન્ફેક્શનથી પણ બચાવે છે. 

નમક સિવાયની મુખ્ય બાબતો
આમ તો ટ્રેકિંગ દરમિયાન નમક ઉપરાંત હમેશા પાણીની બોટલ, ફર્સ્ટ એડ બોક્સ, મેપ, કંપાસ, બેટરી ટોર્ચ વગેરે ચીજવસ્તુઓ સાથે રાખવી આવશ્યક છે. આના સિવાય હળવા અને એનર્જી મળે તેવા ખાદ્ય પદાર્થો જેવા કે સુકો મેવો, ફળ સાથે રાખવા. આ નાની નાની બાબતો તમારી સફરને સુરક્ષિત બનાવી શકે છે. 

ડિસ્ક્લેમર: આપેલ જાણકારી સામાન્ય જાણકારી પર આધારિત છે. Zee 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More