Why Humans See Faces in Everyday Objects : કલ્પના કરો, શિયાળાનો દિવસ છે, સૂર્ય ચમકી રહ્યો છે અને તમે તમારા બગીચામાં ખુરશી પર સૂઈ રહ્યા છો. તમારી નજર આકાશમાં વાદળના સફેદ ટુકડા પર પડે છે. અચાનક તમે તે ટુકડામાં માનવ ચહેરો જોવાનું શરૂ કરો છો. આંખો, મોં અને સુંદર સ્મિત. અથવા ક્યારેક તમે રાત્રે બાલ્કનીમાં ઉભા છો અને તમને ચંદ્ર દેખાય છે. અચાનક તમને એવું લાગે કે ચંદ્રને બે આંખો અને એક મોં છે. આવો અનુભવ તમારી સાથે કોઈ ને કોઈ સમયે થયો જ હશે. પરંતુ શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે, શા માટે આપણે નિર્જીવ વસ્તુઓમાં માનવ ચહેરાઓ જોવાનું શરૂ કરીએ છીએ?
તમને જણાવીએ કે, માણસના મગજમાં એ રીતે પ્રોગ્રામિંગ થયેલું છે તે ચહેરા મારફતે જ ઘણી ચીજવસ્તુઓની જાણકારી મેળવી લે છે. એટલા માટે તે નિર્જીવ વસ્તુઓમાં ચહેરો શોધતું રહે છે. આ પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં ફેસ પૈરેડોલિયા કહે છે.
પલટાઈ ગઈ નવરાત્રિની આગાહી, હવામાન વિભાગે વાદળો જોઈને નવો વરતારો કાઢ્યો, આપ્યા ખુશીના સમાચાર
માણસનું મગજ બે રીતે કોઇ ચહેરો અથવા તો કોઇ વસ્તુને પ્રોસેસ કરે છે. એટલે કે, કોઇ વસ્તુને જોવે છે પરખે છે અને બાદમાં સેંસરી ઇન્ફોર્મેશન શોધીને પ્રોસેસ શરૂ કરી દે છે. આ રીતને ટોપ ડાઉન પ્રોસેસિંગ કહેવાય છે. જેમ કે જૂના મિત્રો વર્ષો બાદ મળે અને તેના ચહેરાને એક પ્રોસેસ કરીને ઓળખી જવો.
બીજી રીત જણાવીએ તો... માણસનું મગજ આપમેળે વસ્તુઓને જોઇને સેંસરી ઇન્ફોર્મેશન પ્રોસેસ કરવા લાગે છે. આ પ્રક્રિયાનો બોટમ અપ પ્રોસેસિંગ કહેવાય છે. જેમ કે, સૌથી પહેલા તમને જણાવ્યું કે, કોઇ વાદળમાં કોઇનો ચહેરો જોવો. બ્રેડ પર સૉસની ડિઝાઇન બનાવી તેમાં કોઇને ચહેરો દેખાવો. આ બધી મગજની એક પ્રક્રિયા છે. જેના કારણે આપણને નિર્જીવ વસ્તુઓમાં પણ માણસનો ચહેરો ભાસ થાય છે.
માત્ર ચહેરા જ કેમ દેખાય છે
હવે સવાલ આવી રહ્યો છે કે કોઈ પણ વસ્તુ પર મગજનો ચહેરો જ કેમ દેખાય છે. જ્યારે મગજને બૉટ અપ પ્રોસેસિંગ કરવું પડતું હોય છે ત્યારે તે આ રીતે પ્રોગ્રામમાં માણસના ચહેરના કનેક્ટ કરે છે. માણસ જો કોઈ સામાન્ય અથવા નિર્જીવ ચીજોને ભૂલી જાય તો તેને એટલું નુકસાન નથી થતું, જેટલું કોઈનો ચહેરો ભૂલવાથી થાય છે. મગજના અનેક હિસ્સામાં આવું પ્રોસેસિંગ થતું રહે છે. કુદરતે માનવોનુ મગજ આ રીતે ડિઝાઈન કરેલું છે કે ચહેરાને સતત પ્રોસેસ કરતું રહે છે.
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે