અમદાવાદ :તાજમહેલ (Taj Mahal) નું નામ દુનિયાની સાત અજાયબીઓમાં સામેલ છે. આ લોકપ્રિય સ્થળ તેની કલાત્મક કારીગરી માટે ફેમસ છે. તાજમહેલના અનેક રહસ્યો છે. તેની સાથે અનેક દિલચસ્પ કથાઓ જોડાયેલી છે. પણ શુ તમે જાણો છો કે, તાજમહેલની ઉપરથી ક્યારેય વિમાન (Taj Mahal Is No Fly Zone) ઉડતા નથી. આ કારણ બહુ જ ઓછા લોકો જાણતા હશે. ત્યારે જાણી લો આ નિર્ણય ક્યારે લેવાયો હતો અને તેની પાછળ શું કારણ છે.
તાજમહેલની ઉપરથી કેમ નથી ઉડતા વિમાન
તાજમહેલની ઉપરથી હવાઈ જહાજ ઉડાવવાની મનાઈ છે. આ નિર્ણય 2006 માં લેવાયો હતો. માત્ર તાજમહેલ જ નહિ, ભારતમાં અન્ય એવા સ્થાનો પણ છે જેને નો ફ્લાઈંગ ઝોનમાં જાહેર કરાયા છે, અને તેની ઉપરથી વિમાન ઉડાવવાની મનાઈ છે.
આ પણ વાંચો : ગાંધીનગરમા મંત્રીઓ માટે બનાવેલા 42 બંગલાઓનું સિક્રેટ, 26 નંબર કેવી રીતે બન્યો લકી
7 કિમી એરિયા પ્રતિબંધિત
તાજમહેલની આસપાસના 7 કિલોમીટર વિસ્તારમાં હવાઈ જહાજ ઉડાવવાની મનાઈ છે. તાજમહેલા એક નો ફ્લાઈંગ ઝોન છે. જે વિસ્તારમાં વિમાન ઉડાવવાની મનાઈ ફરમાવાય, તેને નો ફ્લાઈંગ ઝોન કહેવાય છે. હકીકતમાં તેનુ કારણ એ છે કે, કેટલાક વિસ્તારો ભૌગોલિક દ્રષ્ટિએ એવા યોગ્ય હોતા નથી, જેથી તેને નો ફ્લાઈંગ ઝોનમાં સામેલ કરાય છે. માત્ર ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ અનેક સ્થળો એવા છે, જે નો ફ્લાઈંગ ઝોન જાહેર કરાયા છે.
આ પણ વાંચો : જર્મનીમાં ગુજરાતી પરિવાર વિખેરાયો, કૂખે જન્મેલી બાળકીને મેળવવા પરિવારે કાયદાનો દરેક દરવાજો ખખડાવ્યો, પરંતું...
સુરક્ષા માટે જરૂરી
સુરક્ષાના કારણોથી તાજમહેલને નો ફ્લાઈંગ ઝોનમા જાહેર કરાયું છે. તાજમહેલમાં રોજના હજારોની સંખ્યામાં મુસાફરો આવે છે. આવામાં કોઈ પ્રકારની દુર્ઘટના ન થાય અને કોઈ આતંકી હુમલા ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજમહેલ ઉપરાંત ભારતમાં અન્ય કેટલાક વિસ્તારો પણ નો ફ્લાય ઝોન જાહેર કરાયા છે.
ભારતના નો ફલાઈંગ ઝોન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે